સ્તનપાનના મહત્વ પ્રત્યે હજીએ જાગૃત નથી ભારતીય મહિલાઓ
નવી દિલ્હી, 1 ઑગસ્ટ: એક સ્વૈચ્છિક સામાજિક સંસ્થાએ જણાવ્યું છે કે ભારતમાં હજી પણ માત્ર 41 ટકા મહિલાઓ જ નવજાત શિશુંને સ્તનપાન કરાવવાની પહેલ કરે છે. સ્તનપાનના ફાયદા અને મહત્વ અંગે મહિલાઓમાં હજી પણ જાગૃતિની ઊણપ દેખાઇ આવે છે.
સ્વૈચ્છિક સામાજિક સંસ્થા 'સેવ ધી ચિલ્ડ્રન'ની કાનૂન અને નીતિ નિર્દેશ શિરીન મિલરે જણાવ્યું કે 'ભારતમાં ગરીબ જ નહીં પરંતુ સમૃદ્ધ વર્ગની મહિલાઓમાં શરૂઆતી સ્તનપાનની જરૂરિયાતને પગલે જાગૃતિમાં ઓછપ જણાઇ છે. માતાનું પહેલું દૂધ શિશુ માટે ગુણકારી હોય છે.'
સમાજ અને ખાસ કરીને મહિલાઓને સ્તનપાનના ફાયદાઓ પ્રત્યે જાગૃત બનાવવા માટે 1થી 7 ઑગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહ મનાવી રહી છે. કાર્યક્રમ દરમિયાન જાણિતી હસ્તિઓ સમાજમાં સ્તનપાનને લઇને મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સહયોગ કરશે.
અભિનેત્રી નંદિતા દાસે જણાવ્યું કે 'મને એ તો ખબર હતી કે માતાનું પહેલું દૂધ શિશુ માટે ફાયદાકારક હોય છે. પરંતુ એ ન્હોતી ખબર કે માતાના દૂધમાં જે કોલેસ્ટ્રમ હોય છે તે બાળકને ઘણી બિમારીઓથી બચાવામાં સક્ષમ હોય છે. '
વિશેષજ્ઞોનું પણ સૂચન છે કે જન્મના પહેલા છ મહિના સુધી શિશુને કરાવવામાં આવતું સ્તનપાન તેને કુપોષણથી બચાવે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માત્ર 12 ટકા મહિલાઓએ પોતાના શિશુને પહેલા છ મહીના સુધી સ્તનપાન કરાવ્યું. સૌથી ઓછા સ્તનપાનના આંકડાઓમાં હરિયાણા પહેલા ક્રમે આવે છે. જ્યા માત્ર 9.4 ટકા મહિલાઓ જ શિશુને સ્તનપાન કરાવ્યું છે.
આ મામલામાં દિલ્હી બીજા ક્રમે આવે છે. સંસ્થાએ આના માટે ડબ્બાબંધ ખાદ્ય ઉત્પાદન બનાવનારાઓને દોષી ગળાવ્યા છે. સંસ્થા અનુસાર દેશમાં દરેક વર્ષ 16.5 લાખ શિશુ ડાયરિયા જેવી બીમારીઓના કારણે મૃત્યુ પામે છે જ્યારે સ્તનપાનથી ઓછામાં ઓછા 13 ટકા બાળકોના જીવ બચી શકે છે.

1
એક સ્વૈચ્છિક સામાજિક સંસ્થાએ જણાવ્યું છે કે ભારતમાં હજી પણ માત્ર 41 ટકા મહિલાઓ જ નવજાત શિશુંને સ્તનપાન કરાવવાની પહેલ કરે છે. સ્તનપાનના ફાયદા અને મહત્વ અંગે મહિલાઓમાં હજી પણ જાગૃતિની ઊણપ દેખાઇ આવે છે.

2
સ્વૈચ્છિક સામાજિક સંસ્થા 'સેવ ધી ચિલ્ડ્રન'ની કાનૂન અને નીતિ નિર્દેશ શિરીન મિલરે જણાવ્યું કે 'ભારતમાં ગરીબ જ નહીં પરંતુ સમૃદ્ધ વર્ગની મહિલાઓમાં શરૂઆતી સ્તનપાનની જરૂરિયાતને પગલે જાગૃતિમાં ઓછપ જણાઇ છે. માતાનું પહેલું દૂધ શિશુ માટે ગુણકારી હોય છે.'

3
સમાજ અને ખાસ કરીને મહિલાઓને સ્તનપાનના ફાયદાઓ પ્રત્યે જાગૃત બનાવવા માટે 1થી 7 ઑગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહ મનાવી રહી છે. કાર્યક્રમ દરમિયાન જાણિતી હસ્તિઓ સમાજમાં સ્તનપાનને લઇને મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સહયોગ કરશે.

4
વિશેષજ્ઞોનું પણ સૂચન છે કે જન્મના પહેલા છ મહિના સુધી શિશુને કરાવવામાં આવતું સ્તનપાન તેને કુપોષણથી બચાવે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માત્ર 12 ટકા મહિલાઓએ પોતાના શિશુને પહેલા છ મહીના સુધી સ્તનપાન કરાવ્યું. સૌથી ઓછા સ્તનપાનના આંકડાઓમાં હરિયાણા પહેલા ક્રમે આવે છે. જ્યા માત્ર 9.4 ટકા મહિલાઓ જ શિશુને સ્તનપાન કરાવ્યું છે.

5
આ મામલામાં દિલ્હી બીજા ક્રમે આવે છે. સંસ્થાએ આના માટે ડબ્બાબંધ ખાદ્ય ઉત્પાદન બનાવનારાઓને દોષી ગળાવ્યા છે. સંસ્થા અનુસાર દેશમાં દરેક વર્ષ 16.5 લાખ શિશુ ડાયરિયા જેવી બીમારીઓના કારણે મૃત્યુ પામે છે જ્યારે સ્તનપાનથી ઓછામાં ઓછા 13 ટકા બાળકોના જીવ બચી શકે છે.

Click it and Unblock the Notifications