For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ શાંતિ દિવસ 2020: જાણો કબૂતર કેમ છે દુનિયામાં શાંતિનુ પ્રતીક

વર્ષ 2002માં એલાન કરવામાં આવ્યુ કે હવે વિશ્વ શાંતિ દિવસ 21 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિશ્વ શાંતિ દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરે આખી દુનિયામાં મનાવવામાં આવે છે. વિશ્વ શાંતિ દિવસ મનાવવા પાછળનુ કારણ એ હતુ કે દુનિયાભરમાં બધા દેશો અને લોકો વચ્ચે શાંતિ જળવાઈ રહે. સંયુક્ત રાષ્ટ્રએ 1981માં વિશ્વ શાંતિ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી અને પહેલી વાર 1982માં વિશ્વ શાંતિ દિવસ મનાવવામાં આવ્યો. પરંતુ વર્ષ 2002માં એલાન કરવામાં આવ્યુ કે હવે વિશ્વ શાંતિ દિવસ 21 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે.

સફેદ કબૂતરને શાંતિના દૂત માનવામાં આવે

સફેદ કબૂતરને શાંતિના દૂત માનવામાં આવે

વિશ્વ શાંતિ દિવસ પર સફેદ કબૂતરોને ઉડાવીને શાંતિનો સંદેશ મોકલવામાં આવે છે. માટે અલગ અલગ દેશોમાં શાંતિ દિવસના દિવસે લોકો સફેદ કબૂતર ઉડાવીને શાંતિનો સંદેશ આપે છે. સફેદ કબૂતરને શાંતિના દૂત માનવામાં આવે છે. વિશ્વ શાંતિ દિવસના લોગો પર પણ સફેદ કબૂતર બનેલુ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે છેવટે કબૂતરને જ શાંતિનુ પ્રતીક કેમ માનવામાં આવે છે?

દેશો અને સંસ્કૃતિઓ પાસે શાંતિના પોતાના પ્રતીક

દેશો અને સંસ્કૃતિઓ પાસે શાંતિના પોતાના પ્રતીક

અલગ અલગ દેશો અને સંસ્કૃતિઓ પાસે શાંતિના પોતાના પ્રતીક છે પરંતુ તેમાંથી અમુક વસ્તુઓ કૉમન છે, જેવા કે કબૂતર અને ઑલીવ લીફ. મહાન સ્પેનિશ કલાકાર પાબ્લો પિકાસોની 'ડવ ઑફ પીસ'ને પહેલી વાર 1949માં પેરિસમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય શાંતિ સંમેલન માટે પ્રતીક સ્વરૂપે પસંદ કરવામાં આવ્યુ હતુ. pablopicasso.orgના જણાવ્યા મુજબ આ એક કબૂતરની પારંપરિક અને જીવંત ફોટો હતો જેને આપવામાં આવ્યુ હતુ. પાબ્લો પિકાસોને આ ફોટો તેના મહાન દોસ્ત અને હરીફ, ફ્રાંસીસી કલાકાર હેનરી મેટિસે આપ્યુ હતુ. પિકાસોએ બાદમાં આ છબીને એક સરળ, ગ્રાફિક લાઈન ડ્રોઈંગમાં વિકસિત કરી જે દુનિયાના શાંતિના સૌથી જાણવાયોગ્ય પ્રતીકોમાંની એક છે.

ગ્રીક પૌરાણિક કથાઓમાં કબૂતરનો ઉપયોગ

ગ્રીક પૌરાણિક કથાઓમાં કબૂતરનો ઉપયોગ

પ્રેમ અને જીવનને નવા અંદાજમાં જીવવાના પ્રતીક તરીકે કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે પ્રારંભિક ઈસાઈ પણ બપતિસ્માને ચિત્રિત કરવા માટે કબૂતરનો ઉપયોગ કરતા હતા. બાઈબલમાં કહેવામાં આવ્યુ છે કે નૂહs(Noah)કબૂતર મોકલ્યુ જ્યારે પૂરનુ પાણી ફરીથી વધી ગયુ હતુ. પક્ષી એક ઑલિવ લીફ સાથે પાછુ આવ્યુ. ઘણા પશ્ચિમી દેશ શાંતિના પ્રતીક તરીકે જૈતુનની શાખાનો પણ ઉપયોગ કરે છે. યુનાનીઓનુ માનવુ હતુ કે એક જૈતુન શાખા બુરાઈનો દૂર ભગાડે છે.

નાક અને મોઢાને આયોડીનથી સાફ કરો, 15 સેકન્ડમાં કોરોના ખતમઃ રિસર્ચનાક અને મોઢાને આયોડીનથી સાફ કરો, 15 સેકન્ડમાં કોરોના ખતમઃ રિસર્ચ

English summary
International Peace Day 2020: UN encourages countries to observe the day by adhering to 24 hours of non-violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X