Happy International Women's Day 2023 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ, થીમ અને મહત્વના તથ્યો
International Women's Day 2023 : સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલા દિવસના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે, આ દિવસ મહિલાઓને સમર્પિત છે.
International Women's Day 2023 : દર વર્ષે મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા અને રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓનું સન્માન કરવા માટે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત 20મી સદીની શરૂઆતમાં થયેલી સમાજવાદી ચળવળોને આભારી છે.

વર્ષ 1977માં યુનાઈટેડ નેશન્સ દ્વારા અપનાવવામાં આવેલ અને નારીવાદના બીજી અને ત્રીજી લહેર દ્વારા સહાયિત, આ દિવસ સમગ્ર વિશ્વમાં મહિલાઓના સંયમ અને સંકલ્પની યાદ અપાવે છે. વર્ષોથી યુએનએ મહિલાઓના અધિકારો અને મુદ્દાઓ પર કેન્દ્રિત વિવિધ થીમના આધારે દિવસની ઉજવણી કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 ની થીમ છે, ડિજિટલ : લિંગ સમાનતા માટે નવીનતા અને ટેક્નોલોજી.
મહિલા દિવસના બહાને આપણે દેશ અને દુનિયાની એવી મહિલાઓને યાદ કરીએ છીએ, જેમણે વૈશ્વિક મંચ પર પોતાની અમીટ છાપ છોડી છે. આ ખાસ દિવસની ઉજવણી કરવાનો હેતુ તે મહિલાઓની ઉપલબ્ધિઓ, તેમના જુસ્સા, તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું છે?
દર વર્ષે મહિલા દિવસ કોઈ ને કોઈ થીમ પર આધારિત હોય છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર, આ વર્ષની થીમ ડિજિટલ : લિંગ સમાનતા માટે નવીનતા અને ટેક્નોલોજી, લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓ અને છોકરીઓના સ્વાસ્થ્ય અને વિકાસલક્ષી જરૂરિયાતોને પહોંચી વળવામાં લેટેસ્ટ ટેકનોલોજીની ભૂમિકાને પ્રકાશિત કરે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ :
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ એક સદી અને એક દાયકા કરતાં પણ વધુ જૂનો છે. વર્ષ 1911માં પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને લઈને લોકોના અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક લોકો આ દિવસની ઉજવણીનું કારણ નારીવાદને માને છે. જોકે, મહિલા દિવસની ઉજવણીના મૂળ મજૂર આંદોલન સાથે જોડાયેલા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસંદ કરવામાં આવેલા રાજકીય અને માનવ અધિકારોને ધ્યાનમાં રાખીને, આ દિવસ મહિલાઓના રાજકીય અને સામાજિક ઉત્થાન માટે ઉજવવામાં આવે છે.
પ્રખ્યાત જર્મન કાર્યકર્તા ક્લેરા ઝેટકીનના પ્રયાસોને કારણે, વર્ષ 1910માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ મહિલા દિવસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપ અને આ દિવસે જાહેર રજા માટે સંમત થઈ હતી. આ પછી 19 માર્ચ, 1911 ના રોજ, ડેન્માર્ક અને જર્મનીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. જોકે, વર્ષ 1921માં મહિલા દિવસની તારીખ બદલીને 8 માર્ચ કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર વિશ્વમાં માત્ર 8 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ક્યાં ઉજવવામાં આવ્યો હતો પ્રથમ મહિલા દિવસ?
વર્ષ 1909માં ન્યૂયોર્કમાં સૌપ્રથમવાર મહિલા દિવસનું આયોજન સમાજવાદી રાજકીય કાર્યક્રમ તરીકે કરવામાં આવ્યું હતું. જે બાદ 1917માં સોવિયત સંઘે આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરી હતી. ત્યારથી ધીમે ધીમે આ દિવસ તમામ દેશોમાં ઉજવવા લાગ્યો હતો. હવે તે સામાન્ય રીતે તમામ દેશોમાં ઉજવવામાં આવે છે. કેટલાક લોકો જાંબલી રિબન પહેરીને આ દિવસની ઉજવણી કરે છે.

મહિલા દિવસની ઉજવણીનું કારણ
મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં મહિલાઓ સામેના ભેદભાવને સમાપ્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવા અને તેમની સિદ્ધિઓ પર ગર્વ લેવા માટે પણ ઉજવવામાં આવે છે.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
