• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટિપ્સ: સુહાગરાતમાં પત્નીને ખુશ કરવા માટે તેને આપો આવી ગ્રીફ્ટ

|

લગ્ન વખતે નવ વરવધૂને લગ્નના ફેરા કરતા સુહાગરાતમાં શું શું થશે તેવી ચિંતા વધારે હોય છે. વળી જીવનની આ મહત્વપૂર્ણ શરૂઆત તો સારી થવી જ જોઇએ. કારણ કે તેની પર તો આખા જીવનનો આધાર હોય છે. વધુમાં હાલમાં એક ચલણ છે કે સુહાગરાતના દિવસે પતિ પત્ની એક બીજાને ગ્રીફ્ટ આપે.

ત્યારે છોકરીઓ પાસે તો ગ્રીફ્ટ આપવાના અનેક સારા ઓપશન હોય છે પણ છોકરાઓને ભારે મુંઝવણ થાય છે કે થનારી પત્નીને શું આપવું. કારણ કે આમ પણ સ્ત્રીને ખુશ કરવી લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. અને જો સારી ગ્રીફ્ટ ના આપી તો સુહાગરાત તો બગડી તે વાત તો પાક્કી છે.

તો આજે અમે તમારી માટે ખૂબ જ કામની ટિપ્સ લાવ્યા છીએ. જે તમારી આ મુશ્કેલીને જરૂરથી દૂર કરશે. તો વાંચો નીચેનો આ આર્ટીકલ અને જાણો કેવા કેવા ઉપહાર તમે સુહાગરાતના દિવસે તમારી પત્નીને આપીને તેના ચહેરા પર સ્માઇલ લાવી શકો છો...

લવ લેટર

લવ લેટર

લગ્નના સમયે પરિવારને છોડીને આવનારી સ્ત્રી પોતે ખુબ જ ભાવુક હોય છે તેવા સમયે જો તમે તેને એક પ્રેમ ભરેલો પત્ર લખી શકતા હોવ તો તેનાથી શ્રેષ્ઠ કંઇ જ નહીં. તેમાં સરળ ભાવે તમે તમારા મનના ભાવ અભિવ્યક્ત કરો. બતાવો કે કેમ તે તમારા માટે આટલી મહત્વની છે. તો તે આ ગ્રીફ્ટ જીવનભર યાદ રાખશે.

યાદોની સ્કેપ બુક

યાદોની સ્કેપ બુક

પહેલી રાતના દિવસે તમે લગ્ન પહેલા એક બીજા સાથે પસાર કરેલા સારા સમયના સુંદર ફોટોની એક સ્ક્રેપ બુક પણ ગ્રીફ્ટમાં આપી શકો છો. તમે આવું ઓનલાઇન સ્ટોરથી પણ ઓર્ડર કરી શકો છો કે પોતે પણ બનાવી શકો છો તમારી મરજી.

લેડિઝ ઇનરવેર

લેડિઝ ઇનરવેર

તમે તેને સેક્સી ઇનરવેર પણ આપી શકો છો. પણ માપનું થોડું ધ્યાન રાખજો. તેવું ના આપતા કે જે તેના શરીર પર સારું ના લાગે. કે પછી તે તમને ગુસ્સા ભરેલી નજરે જુએ.

ધરેણાં

ધરેણાં

તમે જો અફોર્ડ કરી શકતા હોવ તો હિરાની વીંટી કે સોનાનું હાર્ડ શેપના પેન્ડન્ટ કે ચેન આપી શકો છો. અથવા તો ખોટા ધરેણામાં પણ આજકાલ ખૂબ જ વેરાયટી મળે છે તેમાંથી કંઇક આપી દો. મોતીના ધરેણા પણ સારો ઓપશન રહશે.

ગ્રિફ્ટ બાસ્કેટ

ગ્રિફ્ટ બાસ્કેટ

જો તમે શું આપવું તે નક્કી નથી કરી શકતા તો થોડું થોડું બધું આપો એટલે કે એક ગિફ્ટ બાસ્કેટ આપો. જેમાં ચોકલેટ, સુગંધિત કેન્ડર અને પરફ્યૂમ, લોશન, સુંગધિત સોલ્ટ અને ઓર્ગેનિક સાબુ હોય. સાથે એક નાનકડો સેટ પણ હોય. આવો ઉપહારમાં કંઇક ને કંઇક તો તમારી પત્નીને જરૂરથી ગમશે. અને સાબુ, મીણબત્તી જેવી વસ્તુઓ તમારા બન્નેના કામમાં આવશે.

તો આ છે 5 નુસખા તમે તમારી યોગ્યતા અને ઇચ્છા મુજબ આ અપનાવી શકો છો.

English summary
Intimate Gifts for your Wife on First Night You can make the occasion very special by gifting something very touching and memorable for the both of you. Here are 5 intimate gifts for your bride on your wedding night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more