For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive : ભારતીય યુવા વચ્ચે ગુજરાતી નરેન્દ્ર !

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 6 ફેબ્રુઆરી : ડોઢ માસ અગાઉ નિરાશા અને આક્રોશથી ઉદ્વેલિત દિલ્હી આજે આશાન્વિત અને ઉત્સાહિત હતી. શું ખાસ હતું આજે દિલ્હી માટે? ગૅંગ રેપથી દાઝેલી દિલ્હી જાણે આજે કોઇક શાંત-શીતળ વરસાદથી પલળવા માટે આતુર હતી અને સાંજ પડતાં આ વરસાદ ગાજવીજ સાથે વર્સ્યો પણ.

કોની ઇંતેજારી હતી? કોણ વર્સ્યો શાંત-શીતળ જળ તરીકે અને તે પણ ગાજવીજ સાથે? વિરોધાભાસ છે મારા શબ્દોમાં. એક બાજુ શાંત-શીતળ જળ છે, જે આક્રોશિત-નિરાશ લોકો માટે છે અને બીજી બાજુ ગાજવીજ છે કે જેમાં આશાઓ અને ઉત્સાહની ગુંજ છે. આ ઇંતેજારી, આ આશા અને આ ઉત્સાહનું નામ છે નરેન્દ્ર મોદી.

vivekananda-modi

દિલ્હીની શ્રી રામ કૉમર્સ કૉલેજ (એસઆરસીસી) અને ત્યાં હાજર મોટી-મોટી હસ્તીઓ તેમજ મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ નરેન્દ્ર મોદીની રાહ જોતા હતાં અને જ્યારે મોદી આવ્યાં, તો સૌ પળક ઝબકાવ્યાં વગર જોતાં જ રહી ગયાં અને જ્યારે મોદી બોલવા લાગ્યાં, તો કર્ણેન્દ્રીઓ જાણે માત્ર મોદી ઉપર જ કેન્દ્રિત થઈ ગઈ. સમગ્ર દેશનું મીડિયા મોદીના પ્રવચનને લાઇવ દર્શાવી રહ્યુ હતું.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે એસઆરસીસીમાં બોલવા માટે ઊભા થયાં, ત્યાં સુધી આ માત્ર એક કૉલેજનું જ કાર્યક્રમ હતું, પરંતુ તેમને લઈને જે પ્રકારનો ઉત્સાહ આખી દિલ્હી અને સમગ્ર દેશમાં હતો, તેણે એસઆરસીસીના કાર્યક્રમ દરમિયાન 120 વર્ષ જૂની વિશ્વ ધર્મ સંસદનું સ્મરણ કરાવી આપ્યું.

સને 1893માં અમેરિકાના શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ સંસદમાં સમગ્ર દુનિયા સમક્ષ ભારતનો ડંકો વગાડનારનું નામ નરેન્દ્ર હતું, તો આજે એસઆરસીસીમાં સમગ્ર ભારત સમક્ષ ગુજરાતનો ડંકો વગાડનારનું નામ પણ નરેન્દ્ર જ હતું. તે નરેન્દ્રે આખી દુનિયા સમક્ષ ભારતના શક્તિ-સામર્થ્ય અને અધ્યાત્મને રજૂ કરી સ્વાભિમાનની અલખ જગાડી, તો આજે આ નરેન્દ્રે નિરાશાના માહોલથી ઘેરાયેલ ભારત સમક્ષ તેના સામર્થ્યને રજૂ કર્યું અને એ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે જો ગુજરાતનો રસ્તો ભારત અપનાવે, તો ભારતમાં પણ તે બધુ આ જ કાનૂન-બંધારણની પરિધમાં રહીને થઈ શકે છે કે જે છેલ્લા અગિયાર વર્ષોમાં ગુજરાતમાં થયું છે.

હકીકતમાં નરેન્દ્ર મોદીના આજના આ પ્રવચનની સરખામણી શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ સંસદ સાથે કરવી એટલા માટે પણ સ્વાભાવિક છે, કારણ કે તે વખતના નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદ સમક્ષ તે વખતે ગુલામ ભારતની આધ્યાત્મિક શક્તિ દુનિયા સમક્ષ રજૂ કરવાનો પડકાર હતો, તો આજના આ આધુનિક નરેન્દ્ર સમક્ષ ભારતીય રાજકીય સંસદમાં ગુજરાતની ગીતા (વિકાસ ગાથા) વડે નિરાશામાં ઘેરાયેલ અને તેમની તરફ આશાભરી નજરોથી જોઈ રહેલ ભારતને ઉગારવાનો પડકાર છે.
આ વાત તો સર્વવિદિત છે કે નરેન્દ્ર મોદી વર્તમાન ભારતમાં સૌથી લોકપ્રિય નેતા બની ચુક્યાં છે અને શરુઆતમાં વિખેરાયેલ દેખાતું ભાજપ ધીમે-ધીમે આ નામ ઉપર એકમત થવાની તૈયારીમાં પણ છે.

વાસ્તવમાં નરેન્દ્ર મોદી એક આયકૉન બની ચુક્યાં છે. તેઓ પોતાની નકારાત્મક અને હકારાત્મક બંને જ છબીઓના પગલે એક કટ્ટરવાદી, પણ શુદ્ધ અને સમન્વયવાદી બિનસામ્પ્રદાયિક નેતા તરીકે ઉપસ્યાં છે. ગોધરા કાંડે એક બાજુ તેમને એક કટ્ટર નેતા તરીકેની છબી આપી, તો ગુજરાતના સામૂહિક વિકાસ તેમજ ગુજરાતની પ્રજા દ્વારા સતત ત્રીજી વાર તેમના નામે મહોર લગાવવાથી મોદી એક વિકાસ પુરુષ તરીકે પણ ઉપસ્યાં છે કે જે વ્યક્તિ-સમૂહ-જાતિ-ધર્મ આધારિત વિકાસ નહીં, પણ સામૂહિક વિકાસનું રાજકારણ કરે છે.

ગુજરાતને માત્ર ગુજરાત નહીં, પણ છ કરોડ ગુજરાતિયોનો પર્યાય બનાવનાર નરેન્દ્ર મોદીએ આ વખતની ચૂંટણીમાં એકમત ગુજરાતનો નારો આપ્યો અને તેનાથી પ્રભાવિત ભારતીય પ્રજામાનસ આ એકમત ગુજરાતના નારાને એકમત ભારત તરીકે બદલવા આતુર છે. વાત જ્યારે એકમતની આવે, તો તેમાં વ્યક્તિ, સમૂહ, જાતિ, વર્ગ, ધર્મ જેવાં ભેદ નથી બચતાં.

નરેન્દ્ર મોદીને એક બાજુ વિકાસના આધારે ટેકો મળી રહ્યો છે, તો બીજી બાજુ તેમની શુદ્ધ બિનસામ્પ્રદાયિકતાએ તેવા ખાસ વર્ગ ઉપર પણ પોતાની પક્કડ જમાવી છે કે જે તથાકથિત બિનસામ્પ્રદાયિકતાના નામે માત્ર વોટબૅંક તરીકે સતત થનાર પોતાના ઉપયોગથી પીડાતો રહ્યો છે. આ રીતે વિકાસના નામે સૌને સાથ લઈ ચાલનાર નરેન્દ્ર મોદીને ભારતીય અધ્યાત્મ, સનાતન ધર્મ અને હિન્દુત્વની ધરી બનાવવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે. કુંભ મેળામાં તેમના નામની ગૂંજ આ વાતનું પ્રમાણ છે.

નરેન્દ્ર મોદીનો આ ચહેરો નથી કોંગ્રેસને સમજાતો કે નથી તેમના વિરોધીઓને, પરંતુ સામાન્ય ભારતીય આ ચહેરાને સમજી ચુક્યો છે કે જેમાં તે ખાસ વર્ગનો પણ સમાવેશ થાય છે કે જે કથિત રીતે મોદીનો વિરોધી ગણાય છે. મોદીને જે ચહેરો સ્પષ્ટ છે, તે તેમને શુદ્ધ બિનસામ્પ્રદાયિક નતા તરીકે સ્થાપિત કરે છે. એવા શુદ્ધ બિનસામ્પ્રદાયિક કે જેમની વિચારસરણી કોઈ ધર્મ-જાતિ ઉપર નથી થોભતી, પણ ભારતીય અધ્યાત્મ અને જીવનશૈલી એટલે કે હિન્દુત્વની ધરી પર ટકેલી છે.

બસ, તેથી આજના એસઆરસીસીના કાર્યક્રમને ભારતીય રાજકારણની ધર્મ સંસદની સંજ્ઞા આપી શકાય છે કે જ્યાંથી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ગીતાનો રાગ છેડી તેને સમગ્ર ભારતમાં લાગૂ કરવાનો બ્યુગલ ફૂંક્યું છે. તેઓ આ રાજકીય સંસદના આધુનિક સ્વામી વિવેકાનંદ સાબિત થયાં છે.

English summary
Is Narendra Modi modern Swami Vivekanada.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X