For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકીને બનાવી દિધું કબ્રસ્તાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હિરોશિમા: જાપાન જેને એશિયાનો પ્રથમ વિકસિત દેશ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે, વર્લ્ડ વૉર ટૂ દરમિતાન અમેરિકા અને બ્રિટેનની જુઠ્ઠી તાકાત અને શાનને સાબિત કરનાર દેશ બની ગયો. 6 ઓગષ્ટના રોજ જાપાનના શહેર હિરોશિમા પર દુનિયાનો પ્રથમ એટમ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.

જાપાનના શહેર હિરોશિમામાં વર્ષ 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલા પરમાણું બોમ્બની 69મી વરસી મનાવવામાં આવી. આ અવસર પર શાંતિની અપીલ કરવામાં આવી અને માનવીય સંબંધોના સન્માન પર ભાર મૂકવામાં આવ્યો. સાથે જ પરમાણું હથિયારોને 'ખરાબ શક્તિ' ગણાવવામાં આવ્યો.

હિરોશિમામાં આ ઘટનાની યાદમાં એક પીસ મેમોરિયલ પાર્કની સ્થાપના કરવામાં આવી. આ પાર્કમાં જાપાનના વડાપ્રધાન શિંજો અબે, જાપાનમાં અમેરિકન રાજદૂત કૈરોલાઇન કેનેડી, હિરોશિમાના મેયર જાજુમી માત્સુઇની સાથે બીજા ઘણા લોકોએ આવીને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી.

હિરોશિમાની ઘટનાએ જાપાન અને દુનિયાના જે ઘા આપ્યા તે આજેપણ રૂંજાયા નથી. જાણો આ ઘટના સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે અને જુઓ ઘટના સાથે જોડાયેલી કેટલીક તસવીરો.

 બીજા વિશ્વયુદ્ધની અંતિમ ક્ષણોમાં ફેંકવામાં આવ્યો બોમ્બ

બીજા વિશ્વયુદ્ધની અંતિમ ક્ષણોમાં ફેંકવામાં આવ્યો બોમ્બ

અમેરિકાએ છ ઓગષ્ટ અને નવ ઓગષ્ટન રોજ જાપાનના બે મુખ્ય શહેરોમાં હિરોશિમા અને નાગાસાકી પર એટમ બોમ્બ ફેંક્યા હતા. આ એટમ બોમ્બ બીજા વિશ્વયુદ્ધની અંતિમ ક્ષણો દરમિયાન ફેંકવામાં આવ્યા. આ સાથે જ આખી દુનિયા પ્રથમ વાત એટમ બોમ્બ જેવા વિધ્વંસક હથિયારથી રૂબરૂ થઇ.

જાપાન પર હુમલાની પહેલાંથી જ તૈયારી

જાપાન પર હુમલાની પહેલાંથી જ તૈયારી

યૂરોપમાં શરૂ યુદ્ધ તે સમયે ખતમ થઇ ગયું હતું જ્યાર જર્મનીની નાઝી સેનાએ આઠ મે 1945ના રોજ સરેંડર કરી દિધું હતું પરંતુ દુનિયાના બીજા ભાગમાં પેસેફિક વૉર ચાલુ હતું. ચીન અને બ્રિટને અમેરિકાની સાથે મળીને 26 જુલાઇ 1945ના રોજ પોસ્ટડૈમ ડિક્લેયરેશન હેઠળ જાપાની સેનાને સરેંડર કરવા માટે કહ્યું. આ દેશોએ જાપાનની સેનાને ધમકી આપી જો આમ ન થયું તો તેમના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

લિટિલ બોય અને ફેટ મેન

લિટિલ બોય અને ફેટ મેન

ઓગષ્ટ 1945 સુધી અમેરિકા પોતાના મૈનહૈટ્ટન પ્રોજેક્ટ હેઠળ એક એટૉમિક ડિવાઇસને સફળતાપૂર્વક ટેસ્ટ કરી ચૂક્યું હતું. છ ઓગષ્ટ 1945ના રોજ અમેરિકાએ એક યૂરેનિયમ ગનના પ્રકારનો એટૉમિક બોમ્બ જેનું નામ લિટલ બોય હતું, હિરોશિમા પર ફેંક્યો, બરોબર ત્રણ દિવસ બાદ એટલે કે નવ ઓગષ્ટના રોજ તેના ફેટ મેન નામના એટૉમિક બોમ્બ નાગાસાકી પર ફેંક્યો.

ચાર મહિના સુધી થતાં રહ્યાં મોત

ચાર મહિના સુધી થતાં રહ્યાં મોત

અમેરિકાના એટૉમિક બોમ્બ ફેંકતા પહેલાં બેથી ચાર મહિના સુધી હિરોશિમામાં 90,000 થી 166,000 મોત નિપજ્યાં તો બીજી તરફ નાગાસાકીમાં 60,000 થી 80,00 લોકો મૃત્યું પામ્યા હતા.

15 ઓગષ્ટના રોજ જાપાને સ્વિકારી હાર

15 ઓગષ્ટના રોજ જાપાને સ્વિકારી હાર

હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બમારી બાદ જાપાને 15 ઓગષ્ટ 1945ના રોજ સરેંડર કરી દિધું. બે સપ્ટેમ્બર 1945ના રોજ જાપાને સરેંડરના દસ્તાવેજો પર સહી કરી અને તેની સાથે જ દ્રિતિય વિશ્વયુદ્ધ પોતાના અંજામ સુધી પહોંચ્યું ચુક્યું હતું.

દુનિયાના અડધા ભાગ પર જાપાનનો કબજો

દુનિયાના અડધા ભાગ પર જાપાનનો કબજો

પેસેફિક વૉર હેઠળ એક ઓગષ્ટ 1945 સુધી જાપાનના કોરિયા, તાઇવાન, ચીનના ઘણા મુખ્ય શહેરોની સાથે ડચ ઇસ્ટ ઇંડીઝ પર પણ પોતાનો કબજો કરી લીધો હતો.

અમેરિકાએ શરૂ કરી દિધી તૈયારીઓ

અમેરિકાએ શરૂ કરી દિધી તૈયારીઓ

જર્મની અને ઇટલી પર જીત બાદ અમેરિકન સેના તરફથી આવેલા આ પોસ્ટરે જનતાને જણાવી દિધું હતું કે તે હવે જાપાન પર હુમલાની સાથે જ વર્લ્ડ વૉર ખતમ કરવાની તૈયારી કરી ચૂક્યું છે.

 ઓસાકાનું કર્યું નિરિક્ષણ

ઓસાકાનું કર્યું નિરિક્ષણ

પેસેફિક વૉર હેઠળ જાપાન અમેરિકન સેનાના બેસને પુરી રીતે નષ્ટ કરી દિધું હતું. અમેરિકા એ વાતથી પરેશાન હતું અને ક્યાંક ને ક્યાંક તે જાપાનને પાઠ ભણાવવાની તૈયારી પણ કરી ચુક્યું હતું. અમેરિકાએ એક જૂન 1945ના રોજ પોતાનું એક બી-29 એરક્રાફ્ટ જાપાનના શહેર ઓસાકા મોકલ્યું હતું.

 ટોક્યો પર કર્યો હતો અમેરિકાએ હુમલો

ટોક્યો પર કર્યો હતો અમેરિકાએ હુમલો

અમેરિકાએ 'ઓપરેશન મીટિંગહાઉસ' હેઠળ હિરોશિમા અને નાગાસાકી પર હુમલા પહેલાં જાપાનની રાજધાની ટોક્યો પર વર્લ્ડ વૉર ટૂ દરમિયાન નવ અને 10 માર્ચના રોજ સૌથી ખતરનાક હવાઇ હુમલા કર્યા હતા. આ હુમલામાં અમેરિકાએ ટૉક્યોને એકદમ ખરાબ રીતે પ્રભાવિત કર્યું હતું. કહેવામાં આવે છે કે જેટલી અસર હિરોશિમા અને નાગાસાકીમાં એટોમિક હુમલા બાદ થઇ હતી તેનાથી ઘણી વધુ અસર ટોક્યોમાં આ હુમલાના લીધે થઇ હતી.

 509 કંપોજિટ ગ્રુપ એરક્રાફ્ટ

509 કંપોજિટ ગ્રુપ એરક્રાફ્ટ

અમેરિકાએ હિરોશિમા પર બોમ્બ ફેંકવા માટે જે એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો તે 509 કંપોજિટ ગ્રુપના એરક્રાફ્ટ હતા. ફક્ત એટલું જ નહી અમેરિકાએ આ હુમલા માટે બેકઅપ પ્લેન તરીકે પર આર્ટિસ્ટ અને એનોલા ગે જેવા એરક્રાફ્ટને પણ તૈયાર રાખ્યા હતા.

 અમેરિકાએ મોકલ્યા પ્રતિનિધિ

અમેરિકાએ મોકલ્યા પ્રતિનિધિ

અમેરિકાએ વોશિંગ્ટન સાથે બ્રિગેડર જનરલ થોમસ ફાર્રેલ, મૈનહૈટ્ટન પ્રોજેક્ટના ડેપ્યુટી કમાંડર બ્રિગેડિયર જનરલની સાથે મિલિટ્રી પોલિસ કમિટિના રિયર એડમિરલ વિલિયમ આર પર્નેલની સાથે જ પ્રોજેક્ટ અલ્બ્રેટાના કેપ્ટન વિલિયમ એસ પારસંસને પણ આ મિશન માટે ગોઠવવામાં આવ્યા.

તૈયાર હતો આખો મેપ

તૈયાર હતો આખો મેપ

આ તે મેપ છે જેમાં અમેરિકાએ છ ઓગષ્ટ અને નવ ઓગષ્ટના રોજ હિરોશિમા અને નાગાસાકીમાં પોતાના ટાર્ગેટને પહેલાંથી તૈયાર કરી લીધો હતો.

લિટલ બોયને ડ્રોપ કર્યું એનોલા ગે

લિટલ બોયને ડ્રોપ કર્યું એનોલા ગે

અમેરિકા તરફથી હિરોશિમા પર લિટલ બોય નામના એટોમિક બોમ્બ ફેંકનાર એનોલા ગેએ કોઇ રાક્ષસની માફક ભૂમિકા ભજવી હતી. આ ફોટોગ્રાફમાં એરક્રાફ્ટના ગ્રાઉંડ ક્રૂના પાંચ સભ્યોની સાથે આ મિશનના કમાંડર પોલ ટિબ્બેટ્સ પણ હાજર હતા.

English summary
Japan remembers the first atomic bombing on 6th August as Hiroshima recalls the bad memories of 1945. Its the 69th anniversary of Hiroshima bombings on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X