જ્યારે મદનિયાએ સૂંઢ મારી તમિલનાડુની CMને પાડી દીધા...
નીલગીરીસ, 31 જુલાઇ : ગઇકાલે મંગળવારે તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા સાથે એવી ઘટના ઘટી ગઇ કે જેને જોઇને કોઇને પણ હસુ આવી જાય. સામાન્ય રીતે હંમેશા સુરક્ષા જવાનોથી ગેરાયેલા રહેલા નેતાઓ જ્યારે જાહેરમાં આવે છે અને આવી ઘટના ઘટી જાય ત્યારે ચોક્કસ ચહેરા પર હાસ્ય આવી જાય.
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા ગઇકાલે નીલગીરીસમાં આવેલા મુદુમલાઇ ટાઇગર રિઝર્વની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હાથીઓને કેળા અને શેરડીના સાંઠા ખવડાવ્યા હતા. જયલલિતાનો હાથિયો સાથેનો અનુભવ તો સારો રહ્યો પરંતુ મદનિયા સાથેનો અનુભવ જરા આશ્ચર્યજનક રહ્યો.

મદનિયાની સૂંઢ વાગતા જયલલિતા થોડા અચમચી ગયા પરંતુ સુરક્ષા જવાનોએ તેમને સંભાળી લીધા. જોકે તેમને કોઇ ઇજા પહોંચી નથી. અને ઉશ્કેરાયેલા મદનિયાને તેમનાથી દૂર લઇ જવામાં આવ્યું હતું. આખી ઘટના જુઓ વીડિયોમાં....
<center><iframe width="600" height="338" src="//www.youtube.com/embed/q5d3Odt0nIY" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
