ખરેખર યહુદીઓ ઇલાજ માટે પણ બીજા ધર્મનું લોહી નથી લેતા? જાણો શું છે હકિકત?
ઇઝરાયેલ હમાસના યુદ્ધ વચ્ચે યહુદીઓની ખુબ ચર્ચા થઈ રહી છે. ક્યારેક ખુની દરીંદગીનો ભોગ બનેલા યહુદીઓ હવે તેની વીરતા માટે જાણીતા છે. જો કે મોટાભાગના લોકો યહુદીઓ વિશે વધારે નથી જાણતા.
હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે સોશિયલ મીડિયા પર એક દાવો કરાઈ રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે યહૂદીઓ સારવાર માટે પણ કોઈનું લોહી લેતા નથી.

યહૂદીઓ જે કંઈ કરે તે તેમના પવિત્ર પુસ્તક તોરાહમાં લખાયેલું છે. હવે બદલાતા સમયની સાથે દરેક સમાજમાં નિયમોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. યહૂદીઓ વિશે એવું કહેવામાં આવ્યું છે કે તેઓએ કોઈનું લોહી લેવાનો ઇનકાર કર્યો હતો. ભલે તે ગમે તેટલો બીમાર હોય, તે બીજા વ્યક્તિનું લોહી તેના શરીરમાં ચઢાવવાની બિલકુલ વિરુદ્ધ હતા.
આ એટલા માટે કારણ કે યહૂદીઓ લોહીને જીવન સાથે સરખાવે છે અને તેઓ માનતા હતા કે તેઓ કોઈ બીજાનો જીવ લઈને જીવી શકતા નથી. હવે આ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. જે દર્દીઓને લોહીની જરૂર હોય છે તેઓના શરીરમાં લોહી ચઢાવવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર ઘણી જગ્યાએ વાંચવા મળશે કે બધા આધ્યાત્મિક યહૂદીઓ ફક્ત તેમના ભગવાનની શક્તિમાં વિશ્વાસ કરે છે. જ્યારે બીમાર પડે છે ત્યારે તે માને છે કે તે પ્રાર્થના દ્વારા જ સાજો થઈ શકે છે.
આનો અર્થ એ કે તેઓ આધુનિક તબીબી પદ્ધતિઓ અને દવાઓનો ઉપયોગ કરતા નથી. જો કે એવુ પણ નથી. આજના યહૂદીઓ માત્ર આધુનિક દવાઓનો જ ઉપયોગ નથી કરતા પણ તેને સુધારવા અને તેને હાઇટેક બનાવવા માટે પણ કામ કરે છે.












Click it and Unblock the Notifications
