For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો અરેન્જ મેરેજના ફાયદા અને ગેરફાયદા, વિચારો અને બચો

ભારતમાં લગ્ને જન્મોજન્મનું બંધન માનવામાં આવે છે. લગ્ન એક નવા જીવનની શરૂઆત છે, જેનાથી બે પરિવારો જોડાય છે. જોકે, લગ્નનો નિર્ણય સમજી વિચારીને લેવો જોઇએ. અરેન્જ મેરેજમાં બે લોકો અને બે પરિવાર વચ્ચેનું જોડાણ છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં લગ્ને જન્મોજન્મનું બંધન માનવામાં આવે છે. લગ્ન એક નવા જીવનની શરૂઆત છે, જેનાથી બે પરિવારો જોડાય છે. જોકે, લગ્નનો નિર્ણય સમજી વિચારીને લેવો જોઇએ. અરેન્જ મેરેજમાં બે લોકો અને બે પરિવાર વચ્ચેનું જોડાણ છે. જેમાં પસંદ, નાપસંદ, વ્યવહાર અને ઘણા ઘરેલુ રીત-રિવાજ અલગ હોય છે, જે કારણે સમજદારી સાથે આ નિર્ણય લેવો જોઇએ. આજે અમે તમને જણાવિશું કે, અરેન્જ મેરેજના ફાયદા શું છે અને તેના ગેરફાયદા શું છે?

જો લવ મેરેજ હોય​તો, તેમાં છોકરો અને છોકરી પોતાનો જીવનસાથી પસંદ કરે છે. તેઓ નક્કી કરે છે કે, તેઓ કોની સાથે જીવન પસાર કરવા માંગે છે. આ પ્રકારના લગ્નમાં છોકરો અને છોકરી પહેલેથી જ એકબીજાને ઓળખે છે અને સમજે છે. પણ બીજી રીત છે, એરેન્જ્ડ મેરેજ

એટલે એવા લગ્ન જેમાં તમારા માતા-પિતા કે પરિવારના સભ્યો જીવનસાથી શોધે. આ પ્રકારના લગ્નમાં ઘણીવાર લોકો તેમના જીવનસાથીને પહેલાથી ઓળખતા નથી અથવા લગ્ન પહેલા તેમને પ્રેમ કરતા હોતા નથી.

ભારતમાં લગ્નની આ પ્રાચીન રીત છે, જે આજે પણ લગભગ મોટાભાગના પરિવારોમાં અપનાવવામાં આવે છે. જો તમારા માતા-પિતા પણ તમારા માટે જીવનસાથી શોધી રહ્યા છે અને તમે એરેન્જ મેરેજ કરવા જઈ રહ્યા છો, તો તમારે એરેન્જ્ડ મેરેજના ફાયદા અને ગેરફાયદા વિશે જાણવું જોઈએ.

અરેન્જ મેરેજના ફાયદા

અરેન્જ મેરેજના ફાયદા

કૌટુંબિક જવાબદારી

એરેન્જ મેરેજ એ વર-કન્યા, બંને પક્ષના પરિવારના સભ્યો અને સમાજની સંમતિથી કરવામાં આવતા લગ્ન છે. આવી સ્થિતિમાં એરેન્જ્ડમેરેજનો એક ફાયદો એ છે કે, તેને સમાજ દ્વારા સ્વીકારવામાં આવે છે અને લગ્નની સંપૂર્ણ જવાબદારી માતા-પિતાની રહે છે. લગ્ન પછી કોઈપણ પ્રકારની સમસ્યા હોય, તો આખો પરિવાર વર કે વધુની સાથે ઊભો રહે છે.

પરિવારોની સંવાદિતા

પરિવારોની સંવાદિતા

પરિવારના સભ્યો પોતે જ તેમના પુત્ર કે પુત્રી માટે જીવનસાથીની શોધ કરે છે. તેઓ આ લગ્ન માટે સંમત છે. આવી સ્થિતિમાં બંનેપરિવારમાં સારી સમજણ અને બોન્ડિંગ બને છે. અરેન્જ્ડ મેરેજની સરખામણીમાં લવ મેરેજમાં બે પરિવારો વચ્ચે એડજસ્ટ થવું મુશ્કેલ કામછે.

જીવનસાથીની શોધમાંથી મુક્તિ

જીવનસાથીની શોધમાંથી મુક્તિ

પહેલાના જમાનામાં લગ્ન પહેલા છોકરા-છોકરીનું ભળતું ન હતું અને તેમની સંમતિ માગવામાં આવતી ન હતી, પરંતુ હવે સમય બદલાઈગયો છે.

એરેન્જ્ડ મેરેજમાં પણ વર-કન્યાની પસંદગી પૂછવામાં આવે છે, તેમને લગ્ન પહેલા મળવાનો મોકો મળે છે. આવી સ્થિતિમાં તમારેતમારા માટે જીવનસાથી શોધવાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

પરિવારના સભ્યો તમારા માટે જીવનસાથીની શોધ કરે છે અને તમને તમારી પસંદ અને નાપસંદ વ્યક્ત કરવાની તક આપવામાં આવે છે.

બાળકોના સાર-સંભાળ

બાળકોના સાર-સંભાળ

અરેન્જ્ડ મેરેજમાં બાળકોની સંભાળ ઘરના વડીલોની દેખરેખ હેઠળ હોય છે. આ પ્રકારના લગ્નમાં બાળકોને દાદા-દાદીનો પ્રેમ મળે છે. આવીસ્થિતિમાં બાળકો સારા વાતાવરણમાં મોટા થાય છે અને સારી રીતભાત મેળવે છે. પ્રેમ લગ્નમાં એવી સંભાવના છે કે, તેમને લગ્ન બાદ પરિવારના વડીલોનો સહયોગ ન પણ મળે.

અરેન્જ મેરેજના ગેરફાયદા

અરેન્જ મેરેજના ગેરફાયદા

ખર્ચાળ અને રીત રિવાઝ સાથે લગ્ન

અરેન્જ મેરેજમાં માતા-પિતા પરિવારની પ્રતિષ્ઠા જાળવવા માટે વધુ પડતો ખર્ચ કરે છે. અરેન્જ્ડ મેરેજ ઘણો વધારે ખર્ચાળ સાબિત થાય છે.

દહેજ પ્રથા

દહેજ પ્રથા

અરેન્જ્ડ મેરેજ સાથે જોડાયેલી ખરાબ પ્રથા પણ છે. અરેન્જ્ડ મેરેજમાં દહેજ પ્રથા ખુબ જ પ્રચલિત છે. મોટા ભાગના એરેન્જ્ડ મેરેજમાં છોકરાના પરિવાર તરફથી દહેજની માંગણી કરવામાં આવે છે, જેનાથી આર્થિક દબાણ વધે છે. દહેજની માંગને કારણે ઘણી છોકરીઓના લગ્નમાં મુશ્કેલી પણ આવે છે.

લગ્ન જીવન પર કુટુંબની અસર

લગ્ન જીવન પર કુટુંબની અસર

ઘણીવાર આ પ્રકારના લગ્નમાં બંને પક્ષના પરિવારો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાય છે. આવા સમયે, પરિણીત યુગલ વચ્ચે પણ અણબનાવથઈ શકે છે. આવી સ્થિતિમાં આવા વિખવાદ બંને પરિવારો અને દંપતીના લગ્ન જીવનને પણ અસર કરે છે.

જીવનસાથી માટે અજાણ્યાપણું

જીવનસાથી માટે અજાણ્યાપણું

એરેન્જ્ડ મેરેજમાં ભલે તમે લગ્ન પહેલા પાર્ટનરને જોયો હોય કે વાત કરી હોય, પરંતુ તેમના જીવન સાથે જોડાયેલી મોટાભાગની બાબતોથીતમે અજાણ હોય છો. તમે ક્યારેય જાણતા નથી કે, તમારા જીવનસાથીની પસંદ અને નાપસંદ શું છે.

લગ્ન બાદ તમારા જીવન સાથીને સમજવામાં થોડો સમય લાગે છે. કેટલીકવાર જીવનસાથીની સમજણના અભાવને કારણે વિવાહિત જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે.

English summary
Know the advantages and disadvantages of arranged marriage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X