જાણો શું હોય છે બિઝનેસ અને ઈકોનોમી ક્લાસ? બન્નેમાં મળતી સુવિધાઓમાં શું ફેરફાર હોય છે?
હવે દુનિયાભરમાં ઝડપથી હવાઈ મુસાફરી તરફ વળી રહ્યા છે. આ જ કારણ છે કે હવે હવાઈ મુસાફરી કરતા લોકો માટે સુવિધાઓ વધી રહી છે.
હવાઈ મુસાફરી દરમિયાન ઈકોનોમી અને બિઝનેસ જેવા ક્લાસની ટિકીટો ઉપબલ્ધ હોય છે. જે ટિકીટ લો તેના આધારે સુવિધાઓ મળે છે. જો કે મોટાભાગના લોકોને આ બન્ને વચ્ચેનો ફરક ખબર નથી.

જણાવી દઈએ ખે, જે રીતે ટ્રેનોમાં જનરલ ટુ ફર્સ્ટ એસીનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે તેવી જ રીતે પ્લેનમાં ઈકોનોમી અને બિઝનેસ ક્લાસની સુવિધા ઉપલબ્ધ હોય છે.
ભારતમાં મોટાભાગના લોકો ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે. તે બિઝનેસ ક્લાસ કરતાં સસ્તું છે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે બિઝનેસ ક્લાસ અને ઈકોનોમી ક્લાસમાં શું તફાવત છે?
બિઝનેસ સીટ માટે કિંમત ઇકોનોમી કરતા ઘણી વધુ છે. પરંતુ તે પુરતી સુવિધાઓ પણ પૂરી પાડે છે. તેની સીટ એકદમ આરામદાયક હોય છે અને સળંગ માત્ર બે સીટ હોય છે.
બિઝનેસમાં બોર્ડિંગ દરમિયાન પ્રેફરંસ મળે છે. એક્સ્ટ્રા સ્પેશિયલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો બિઝનેસ ક્લાસના લોકોને એરપોર્ટ લોન્જમાં ફ્રી એન્ટ્રી મળે છે. ફૂડ મેનુ એકદમ વ્યાપક છે અને સર્વિસ પણ ફર્સ્ટ ક્લાસ હોય છે.












Click it and Unblock the Notifications
