જાણો શું હોય છે અલ નીનો, જેના કારણે ઠંડીમાં વધારો-ઘટાડો થાય છે?
બદલાતી મોસમ સાથે તમે ઘણી વખત અલ નીનો શબ્દ સાંભળ્યો હશે. જો કે તમે તેના વિશે નહીં જાણતા હોય. તો આજે અમે તમને અલ નીનો અને તેની અસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોલ્ડ વેવ ચાલી રહી છે. નિષ્ણાતો અનુસાર, અલ નીનો ઈફેક્ટના કારણે હવામાનમાં પરિવર્તન આવી રહ્યું છે.

શું છે અલ નીનો ઈફેક્ટ?
અલ નીનો એક વાતાવરણીય ઘટના છે, જે પૂર્વ પેસિફિક મહાસાગરમાં સપાટીના પાણીની અસામાન્ય ગરમીનું પ્રતિનિધિત્વ કરે છે. અલ નીનો એ વિષુવવૃત્તની નજીક પેસિફિક પ્રદેશમાં પાણીના તાપમાનમાં ફેરફારને કારણે થતી એક જટિલ હવામાનશાસ્ત્રીય ઘટના છે.
જણાવી દઈએ કે, અલ નીનો ઈવેન્ટ્સ એક વર્ષ સુધી ચાલી શકે છે, પરંતુ તે ઘણીવાર નવથી દસ મહિના સુધી ચાલે છે.
અલ નીનોથી હવામાનને કેવી અસર થાય?
આ બદલાતા હવામાન અંગે ગોવિંદ બલ્લભ પંત કૃષિ યુનિવર્સિટી પંતનગરના હવામાન વિભાગના વડા અને હવામાનશાસ્ત્રી ડૉ. આર.કે. સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે, ભૂમધ્ય સમુદ્રના તાપમાનમાં વધારો થવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી સર્જાઈ રહ્યાં.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉષ્ણકટિબંધીય પવન ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ભારતીય ઉપખંડમાં પ્રવેશે છે. આ કારણે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થાય છે.
તેમણે કહ્યું કે, આ ચાર મહિના દરમિયાન દર મહિને સરેરાશ 4 થી 5 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને છે. જેના કારણે ઉત્તરાખંડ, કાશ્મીર, હિમાચલના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ થાય છે. જેના કારણે પહાડી રાજ્યોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો છે.
જો કે, અલ નીનોને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી બની રહ્યું. જેના કારણે પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની યોગ્ય મોસમ બની રહી નથી, જેના કારણે ઠંડી વધી રહી છે.












Click it and Unblock the Notifications
