ગાંધીજી પર જ્યારે બોમ્બ ફેંકાયો ત્યારે બાપુએ કહ્યું: તેની પર દયા રાખજો!
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યા પછી આખો દેશ શોકમાં સરી પડ્યો હતો. નાથૂ રામ ગોડસેની પિસ્તોલમાંથી નીકળેલી તે ત્રણ ગોળીઓએ બાપુના શરીરને ક્ષીણ કરી દીધુ હતું. ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ હતો. કોઇને માનવામાં જ નહતું આવતું કે એ એક અહિંસાપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી મહાપુરુષને મૃત્યુ આવી રીતે થશે! 30 જાન્યુઆરી 1948માં ગાંધી બાપુએ તેમના જીવના છેલ્લા શ્વાસ લીધા. પણ તેમના જીવવાની ઇચ્છા તે પહેલા પૂરી થઇ ગઇ હતી. જે વાતનો અહેસાસ તમને તેમના જીવનના અંતિમ મહિના એટલે કે જાન્યુઆરી 1948ના આ વિવરણને વાંચીને સમજાશે.
ગાંધીજીના જીવનના અંતિમ દિવસોમાં એટલે જાન્યુઆરી 1948માં હિંદુ મુસ્લમાન એક બીજાના લોહીના તરસ્યા થઇ ગયા હતા. જે આઝાદી માટે કરીને ગાંધી બાપુએ લડ્યા તે આઝાદી તેમને મળી તો ખરી પણ બંટવારાના રૂપમાં. બાપુના સપનાના આઝાદ ભારતમાં શાંતિ નહતી આગ, લોહી, હત્યા, ખૂનના ડાધ હતા અને આ કોમી હુલ્લડોએ બાપુના મન પર ઊંડી છાપ છોડી હતી. તેમને ફરી ફરીને એક જ સવાલ થતો હતો કે શું મેં આવી આઝાદી ઇચ્છી હતી. વધુ વાંચો અહીં...

1 અને 2 જાન્યુઆરી
ગાંધી બાપુ ત્યારે દિલ્હીમાં હતા. દેશના ભાગલાને લઇને તે ખૂબ જ વ્યતિથ હતા. તો બીજી તરફ ભાગલાના કારણે દેશભરમાં લાગી હતી હિંસાની આગ.

3 જાન્યુઆરી
બાપુએ દિલ્હીમાં નિર્વાસિત છાવણીની મુલાકાત લીધી. લોકોની હાલત જોઇને તેમના મનમાં ભારે આધાત લાગ્યો.

4 થી 12 જાન્યુઆરી
બાપુ દિલ્હીમાં હતા. અને દેશના જે લોકો અશાંતિ ફેલાવી રહ્યા હતા તેમને અપીલ કરી રહ્યા હતા કે આ ખૂનખરાબા રહેવા દો!

12 જાન્યુઆરી
હિંદુ મુસ્લિમ સંગઠન દુખી થયેલા ગાંધીજી જનરલ માઉન્ટબેટનને મળ્યા અને અનિશ્ચિતકાળ માટે ઉપવાસ પર ઉતરવાની ધોષણા કરી.

13 જાન્યુઆરી
દિલ્હીમાં ગાંધી બાપુએ 13 જાન્યુઆરી ઉપવાસ શરૂ કર્યા.

14 જાન્યુઆરી
બાપુ દ્વારા ઉપવાસ શરૂ કર્યા બાદ પણ લોકો હિંસાનો સાથ છોડવાનું નામ નહતા લેતા. દેશમાં હજી પણ ચારે બાજુ લાગેલી હતી આગ.

15 જાન્યુઆરી
બાપુએ ઉપવાસ દરમિયાન દેશમાં શાંતિ માટે પ્રાર્થના કરી અને પ્રવચન આપ્યું.

16 જાન્યુઆરી
ઉપવાસ દરમિયાન પ્રવચનમાં બાપુ કહ્યું જો હિન્દ-પાકિસ્તાનમાં શાંતિ નહીં થાય તો હું જીવવા નથી ઇચ્છતો!

17 જાન્યુઆરી
ઉપવાસના કારણે બાપુની હાલત નાજુક થઇ ગઇ. અને ત્યાં હાજર તમામ લોકોની ચિંતા વધવા લાગી.

18 જાન્યુઆરી
હિંદૂ અને મુસલમાન સમુદાયના લોકોએ હથિયાર નાંખ્યા. મોલાના અબ્દુલ કલામ આઝાદે બાપુને મોસબીનો રસ પીવડાવીને ઉપવાસ તોડાવ્યો.

20 જાન્યુઆરી
બાપુની પ્રાર્થના સભામાં થયો બોમ્બ ધડાકો. જેમાં બાપુનો થયો આબાદ બચાવ.

21 જાન્યુઆરી
બાપુએ બોમ્બ ધડકા પછી ખૂબ જ સરળતાથી કહ્યું કે બોમ્બ ફેંકનારા પર દયા રાખજો.

26 જાન્યુઆરી
બાપુએ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં ભાગ લીધો.

27 જાન્યુઆરી
બાપુએ સલાહ આપી કે કોંગ્રેસને ભંગ કરી દેવી જોઇએ.

28 જાન્યુઆરી
બાપુએ મહેર અલી કુત્બુદ્દીન ભતિયાર દરગાહના વાર્ષિક મેળામાં ભાગ લીધો.

29 જાન્યુઆરી
ગાંધીજીએ કોંગ્રેસ સેવક દળનું સંવિધાન બનાવ્યું.

30 જાન્યુઆરી
સોરબજી (રુસ્તમજીના પુત્ર) સપરિવાર ગાંધીજીને મળવા પહોંચ્યો. સાંજની પ્રાર્થના સ્થળે જ્યારે બાપુ જઇ રહ્યા હતા. ત્યારે ગોડસેએ ગાંધીજીને ગોળી મારી. સાંજે 5.35 વાગે ગાંધીજીની મૃત્યુ થઇ.

31મી જાન્યુઆરી
દિલ્હીમાં યમુના નદીના કિનારે મહાત્મા ગાંધીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. જેમાં હજારો લોકો જોડાયા.












Click it and Unblock the Notifications
