• search

ડર કે આગે જીત હૈ: ઝેરી સાપો છે આ બાળકોના રમકડાં !

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  અલ્હાબાદ, 25 નવેમ્બર : ઝેરી સાપને જોઇને ભલભલાની હવા નીકળી જાય, તેવા ઝેરી સાપો સાથે રાજ, મંગલપતિ અને શનિ જેવા અનેક બાળકો નિર્ભયપણે રમે છે. આ બાળકો તે મદારીઓના છે જે ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જિલ્લાના શંકરગઢમાં રહે છે.

  ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જિલ્લાના શંકરગઢ વિસ્તારના કપારી, બિમરા, લોહગરા, જજ્જીપુર, કંચનપુર અને ભૈરવઘાટમાં લગભગ ત્રણ હજાર જેટલા મદારીઓ વસવાટ કરી રહ્યાં છે. અનુજાતિના આ 'નાથ સંપ્રદાય'ની આ જાતિને રાજ્ય તથા કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઇ યોજનાનો લાભ મળ્યો નથી. ઝેરીલા સાપ પકડીને લોકોને ખેલ બતાવવાનો તેમનો મુખ્ય ધંધો છે. સાપનો ખેલ તેમની એકમાત્ર આજીવિકાનું સાધન છે. સ્કૂલે જવાનું દૂર રહ્યું પરંતુ બાળકો રમવા માટે રમકડાં પણ નસીબ થતાં નથી. કોબરા નાગ, વિશખાપર જેવા ઝેરીલા જીવ-જંતુઓ સાથે કોઇપણ જાત ડર વિના રમતાં નજરે ચડે છે.

  રાજ (ઉ.વ. 5), મંગલપતિ (ઉ.વ. 4) અને શનિ (ઉ.વ. 4) જેવા અનેક બાળકો તેમના કબીલામાં છે. જે વારસામાં ઝેરી સાપને પકડવાની કળાને શીખવા માટે મજબૂર છે. કપારી ગામમાં એક કબીલો રમેશનાથ (ઉ.વ 45) નો છે, રમેશ કોઇ અજ્ઞાત બિમારીનો શિકારી છે. તેને પાંચ પુત્રો અને બે પુત્રીઓ છે. તે પોતાની બિમારીના કારણે સાપ પકડવા અને ખેલ બતાવવામાં અસક્ષમ છે. કબીલાને જીવતો રાખવાની જવાબદારી મોટા પુત્ર ચંદ્રનાથ (ઉ.વ. 9)ના શીરે છે.

  રમેશનાથના જણાવ્યા મુજબ તેમના બપ-દાદાઓએ પણ આ લાડકાની ઝુંપડીમાં જીવી ગયા છે, તેમને સરકારી સુવિધાના નામે માત્ર રેશનકાર્ડ અને મતદાર કર્ડ મળ્યું છે. રમેશનાથના જણાવ્યા મુજબ તેને નાનપણથી જ તેના મોટા પુત્ર ચંદ્રનાથને પુસ્તકો અને દફતરની જગ્યાએ મોરલી અને કરંડિયો પકડાવીને સાપ પકડવાની અને મોરલી વગાડવાની કળા શીખવાડી છે. હવે તે દૂર-દૂર સુધી ખેલ બતાવીને બે ટંકના ભોજનની વ્યવસ્થા કરે છે.

  રમેશનાથે જણાવ્યું હતું કે તેને 'સાપ અને વિશખાપર જેવા ઝેરીલા જીવ-જંતુઓથી ડર લાગતો નથી. આ કળા જોખમી તો છે, પણ આ સિવાય બીજો કોઇ રસ્તો પણ નથી. તે ભણવા માંગતો હતો પરંતુ પિતાની બિમારીના કારણે તેને મજબૂરીમાં આ ધંધો અપનાવવો પડ્યો. આખા ગામમાં મદારી સમાજમાં રાજેશનાથ એક માત્ર ભણેલો-ગણેલો યુવક છે જે ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષામિત્રની નોકરી કરે છે, તેને પણ સરકારી લાભ ન મળ્યાનો અફસોસ છે.

  આસપાસના સાત ગામોમાં મદારી સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, સાપને પાળવો અને પકડવો તે જોખમી ધંધો છે. અત્યાર સુધી સાપના ડંખથી ઘણા લોકોના મોત નિપજ્યાં છે. કોઇપણ સરકારી યોજના મદારી સમાજ સુધી પહોંચી નથી. રેશનકાર્ડ સિવાય તેમને કોઇપણ લાભ મળ્યો નથી. મકાન બનાવવા માટે જમીન પણ આપવામાં આવી નથી. કપારી ગામના સરપંચ મૂલચંદ્ર યાદવે જણાવ્યું હતું કે ગામમાં ગ્રામ પંચાયતની જમીન છે, જે મદારીને ફાળવી શકાય. આવાસ યોજનાનો એક પ્રસ્તાવ તાલુકા વિકાસ અધિકારી મોકલવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી કોઇ જવાબ આવ્યો નથી.

  આ બાળકોના નસીબમાં શિક્ષણ નથી

  આ બાળકોના નસીબમાં શિક્ષણ નથી

  મદારીઓના ગામમાં માત્ર એક યુવાન જ ભણેલો ગણેલો જોવા મળ્યો હતો. આ બાળકોના નસીબ શિક્ષણ નથી. આનાથી ખબર પડે છે કે આપણા દેશમાં શિક્ષાના અધિકારના નિયમનું કેટલુ પાલન થઇ રહ્યું છે.

  મદારીઓ માટે કોઇ ઘર નથી

  મદારીઓ માટે કોઇ ઘર નથી

  ગામમાં ગ્રામ પંચાયતની જમીન છે જે મદારીઓને ફાળવી શકાય. આ લોકો પોતાનું જીવન આવા ખુલ્લા મેદાનમાં વિતાવે છે.

  રમકડાંથી નહી પરંતુ સાપ અને કાચંડાથી રમે છે આ બાળકો

  રમકડાંથી નહી પરંતુ સાપ અને કાચંડાથી રમે છે આ બાળકો

  આ બાળકોને કદાચ જ રમકડાં નસીબ થાય. આ બાળકોનું જીવન આ ઝેરીલા સાપ અને કાચંડા વચ્ચે તેમનું જીવન પસાર થઇ જાય છે.

  ડર કે આગે જીત હૈ

  ડર કે આગે જીત હૈ

  આપણા કે તમારા બાળકની પાસેથી જો સાપ પસાર થઇ જાય તો ધબકારા વધી જાય છે, પરંતુ આ બાળકોને કે તેમના મા-બાપને ક્યારેય ડર લાગતો નથી.

  રમકડાંથી નહી પરંતુ સાપ અને કાચંડાથી રમે છે આ બાળકો

  રમકડાંથી નહી પરંતુ સાપ અને કાચંડાથી રમે છે આ બાળકો

  આ બાળકોને કદાચ જ રમકડાં નસીબ થાય. આ બાળકોનું જીવન આ ઝેરીલા સાપ અને કાચંડા વચ્ચે તેમનું જીવન પસાર થઇ જાય છે.

  રમકડાંથી નહી પરંતુ સાપ અને કાચંડાથી રમે છે આ બાળકો

  રમકડાંથી નહી પરંતુ સાપ અને કાચંડાથી રમે છે આ બાળકો

  આ બાળકોને કદાચ જ રમકડાં નસીબ થાય. આ બાળકોનું જીવન આ ઝેરીલા સાપ અને કાચંડા વચ્ચે તેમનું જીવન પસાર થઇ જાય છે.

  English summary
  Here is the feature on the dangerous life of the children of snake charmers in Allahabad district of in Uttar Pradesh.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more