Lok Sabha Election 2024 : પાર્ટીઓ એકસાથે કેમ ઉમેદવારો જાહેર નથી કરતી? જાણો શું હોય છે કારણ?
આજકાલ તમામ રાજકિય પાર્ટીઓ એક પછી એક ઉમેદવારોની યાદીઓ જાહેર કરી રહી છે. આ સ્થિતીમાં એ સવાલ મહત્વનો છે કે પાર્ટીઓ આમ ટુકડે ટુકડે ઉમેદવારો કેમ જાહેર કરે છે?
વિવિધ પાર્ટી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં અલગ-અલગ યાદીઓ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરે છે. પરંતુ તેની પાછળ કોઈ નિયમ નથી.

રાજકારણમાં ઘણી વાર ઉલટફેર જોવા મળે છે. આ જ કારણ છે કે ચૂંટણી સમયે પાર્ટીઓ પહેલા એવા ઉમેદવારોના નામ જાહેર કરે છે કે જેના પર પાર્ટીને વિશ્વાસ હોય. જે બાદ પાર્ટી અન્ય નામોની જાહેરાત કરે છે.
જો આ દરમિયાન વિરોધ પક્ષ કોઈ ચોક્કસ બેઠક પરથી કોઈ ચોક્કસ ઉમેદવારને મેદાનમાં ઉતારે તો અન્ય પક્ષો તેમના પક્ષના સ્તરે નક્કી કરેલા ઉમેદવારનું નામ બદલી શકે છે. સાથે જ પાર્ટીમાં નેતાઓના બદલાવની સ્થિતિમાં પાર્ટી ઉમેદવારોના નામ બદલી શકે છે.
આ પછી તે ઉમેદવારનું નામ આગામી સૂચિમાં જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર મામલો રાજકીય દાવપેચનો છે.
જણાવી દઈએ કે, જ્યારે ઉમેદવાર કોઈપણ પક્ષમાંથી ચૂંટણી લડે ત્યારે તે ઉમેદવારે ભારતીય બંધારણ હેઠળ બનાવેલા નિયમોનું પાલન કરવાનું હોય છે. તે ઉમેદવારે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત પ્રક્રિયા મુજબ ઘણા પ્રકારના ફોર્મ ભરવાના હોય છે.
આ ફોર્મમાં ઉમેદવારે મિલકતથી લઈને શિક્ષણ, સરનામું, કોર્ટ કેસ વગેરેની માહિતી આપવાની હોય છે. આ સિવાય બે સાક્ષીઓ સાથે એફિડેવિટ પણ રજૂ કરવાની રહેશે, જેમાં પોતાની અને સંપત્તિ વિશે માહિતી આપવાની રહે છે.












Click it and Unblock the Notifications
