લૉંગ ડિસ્ટન્સવાળા રિલેશનમાં આ ભૂલોના કારણે ઘટી જાય છે સંબંધોની ઉષ્મા
જ્યારે લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપની વાત આવે ત્યારે તેમાં પ્રેમ જાળવી રાખવો ખૂબ મુશ્કેલ બની જાય છે. જાણો કપલ શું ભૂલો કરે છે...
નવી દિલ્લીઃ લોકો માને છે કે લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપ લાંબા સમય સુધી ટકી શકતી નથી કારણ કે આવા સંબંધોમાં લોકો થોડા સમય પછી પોતાનો વિચાર બદલી નાખે છે. તેઓ વસ્તુઓને નજરઅંદાજ કરવા લાગે છે એટલુ જ નહિ પરંતુ તેમને પોતાનો સાથી હોવા ના હોવાથી પણ કંઈ ફરક નથી પડતો. પ્રેમ સંબંધોના તાંતણા બહુ નાજુક હોય છે એમાં કોઈ શંકા નથી. નાનકડી વાતો ક્યારે સંબંધ તૂટવાનુ કારણ બની જાય છે એ ખબર નથી પડતી. જો કે તેની પાછળનુ સૌથી મોટુ કારણ એ છે કે રિલેશનશિપની શરૂઆતમાં કપલ એકબીજા સાથે ઘણી વાતો કરે છે, સમય પસાર કરે છે. પરંતુ જ્યારે આ સંબંધ જૂનો થવા લાગે છે ત્યારે તેઓ એકબીજાને ફરિયાદ કરવા લાગે છે કે હવે તમે પહેલા જેવા નથી રહ્યા. એમાં પણ જ્યારે લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપની વાત આવે ત્યારે તેમાં પ્રેમ જાળવી રાખવો ખૂબ મુશ્કેલ બની જાય છે.
આવુ એટલા માટે થાય છે કારણ કે થોડા સમય પછી આપણે આપણા પાર્ટનરને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવાનુ શરૂ કરી દઈએ છીએ. જેના કારણે ન માત્ર આ સંબંધના તાર નબળા પડવા લાગે છે પરંતુ કપલ્સ એકબીજા પર શંકા પણ કરવા લાગે છે. માત્ર આપણે જ નહિ પરંતુ કેટલાક રિલેશનશિપ એક્સપર્ટ્સ પણ માને છે કે સંબંધમાં સમસ્યાઓ મોટી નથી હોતી પરંતુ ક્યારેક પ્રેમી જોડાની નાસમજી તેમને બ્રેકઅપ કરાવી દે છે. જો લાંબા અંતરના સંબંધને મજબૂતીથી સંભાળવામાં આવે તો તેના પોતાના ઘણા ફાયદા છે. આ સંબંધને સફળ બનાવવા માટે ઘણી ધીરજ અને સમજની જરૂર પડે છે પરંતુ તેમ છતાં કપલ નાની નાની બાબતો પર તેમના સારા સંબંધોને બગાડી દે છે.

વાતચીતમાં કમી
લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં વાતચીત એ ઑક્સિજન સમાન છે. જ્યાં સુધી વાતચીત ચાલુ રહેશે ત્યાં સુધી આ સંબંધ ટકી રહેશે. આ પ્રકારના સંબંધમાં તમારે તમારા પાર્ટનર સાથે ઘણી વાતો કરવાની જરૂર છે જેથી તે તમારી નાની-નાની બાબતોને સમજી શકે.જો કે, આ પ્રયાસ બંને તરફથી થવો જોઈએ. તે એટલા માટે કારણ કે તો જ તમે એકબીજાને સમજી શકશો. જે કપલ્સ લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતા તેમના બૉન્ડિંગ પર ધ્યાન નથી આપતા તેમના સંબંધો લાંબા સમય સુધી ટકી શકતા નથી.

નાની-નાની વસ્તુઓને નજરઅંદાજ કરવી
લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં ઘણીવાર કપલ એકબીજા માટે નાની-નાની વસ્તુઓ કરવાનુ ભૂલી જાય છે. તે એવી બાબતો પર ધ્યાન આપતો નથી જે તેમના સંબંધોમાં પ્રેમ અને મધુરતા જાળવવાનુ કામ કરે છે. તેઓ નથી જાણતા કે ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઈટ કે હેપ્પી બર્થડે જેવા મીઠા સંદેશાઓ તમારા પ્રેમનુ ઊંડાણ વધારી શકે છે.

ખુશી માટે એકબીજા પર નિર્ભર રહેવુ
લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં બધુ જાણતા હોવા છતાં તમે તમારી ખુશી માટે પોતાના પાર્ટનર પર નિર્ભર થઈ જાવ છો. પરિણામે જ્યારે તમારો સાથી વ્યસ્ત હોય અથવા તમને સમય ન આપી શકે ત્યારે તમે એકલતા અનુભવવા લાગો છો. જો કે, આ સમય દરમિયાન તમારા માટે એ યાદ રાખવુ ખૂબ જ જરૂરી છે કે તમારો પાર્ટનર તમારાથી ઘણો દૂર છે. તેથી તે હંમેશા તમને ખુશ રાખવા માટે તરત જ ત્યાં ન હોઈ શકે.

મુદ્દાઓને ન ઉકેલવા
લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપ સૌથી નાજુક હોય છે. તે એટલા માટે કારણ કે તમે જાણતા નથી કે તમારા પાર્ટનરને તમારી કઈ વાતથી ખોટુ લાગી જશે. અમુક લોકો મુદ્દાઓને અવગણીને સંબંધમાં આગળ વધે છે જ્યારે અમુક માટે એને ઉકેલવા જરુરી નથી હોતા. આનુ પરિણામ એ આવશે કે થોડા સમય પછી તમારો સંબંધ એટલો જટિલ બની જશે કે પછી તમારા પાર્ટનર સાથે જીવવુ તમારા માટે મુશ્કેલ થઈ જશે.

ઈન્ટીમસી માટે સમય ન કાઢવો
વાત કરવા માટે જેટલો સમય કાઢવો જરૂરી છે તેટલો જ ફોન કે વીડિયો પર નૉટી વાતો કરવા માટે પણ સમય કાઢવો જરૂરી છે. આ એટલા માટે છે કારણ કે તમે લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં તમારા પાર્ટનરની નજીક ન હોવ પરંતુ તમે તેમને તમારી નજીક હોવાનો અહેસાસ કરાવી શકો છો. નૉટી વાતચીત માત્ર તમારા સંબંધોને જ મજબૂત બનાવતી નથી પરંતુ તમારા બંને વચ્ચે મજબૂત જોડાણ પણ બનાવે છે. જો કે, લાંબા અંતરના સંબંધોને ઘનિષ્ઠ અને મજબૂત અનુભવવા માટે પહેલ કરવી થોડી મુશ્કેલ છે પરંતુ તમે તેને મેસેજિંગ દ્વારા શરૂ કરી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
