• search

મોદીના પ્રશંસક જાદૂગર પીસી સરકાર લાવશે 'ભાજપ માટે લાવશે જાદૂઇ' પરિણામ

By Kumar Dushyant

મશહૂર જાદૂગર પીસી સરકાર (જૂનિયર), જે પોતાના જાદૂઇ કારનામાઓ લીધે વિશ્વ વિખ્યાત છે, તેમનો સામનો જ્યારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે થયો, તો તેમણે નરેન્દ્ર મોદીના મગજનો સારો નકશો બનાવી દિધો.

જેમ કે તમને યાદ જ હશે કે તાજેતરમાં નરેન્દ્ર મોદી પોતાની જનચેતના રેલી માટે પશ્વિમ બંગાળ ગયા હતા. ત્યાં જ્યારે પીસી સરકાર (જૂનિયરે) નરેન્દ્ર મોદીને સાંભળ્યા તો તેમને પોતાની મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી મગજનો નકશો ખેંચી લીધો.

અહી અમે તમને જણાવવા માંગીશું કે પીસી સરકારે કલકત્તા યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્તિ કરી છે, નરેન્દ્ર મોદીના વિષયમાં એક સમાચાર પત્રથી પીસી સરકારે કહ્યું હતું કે મેં નરેન્દ્ર મોદીની કલકત્તા રેલી દરમિયાન તેમને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી આંક્યા છે અને હું તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો અને હવે હું આ દાવા સાથે કહી શકું છે કે નરેન્દ્ર મોદી દેશ માટે હિતકારી છે.

પીસી સરકર (જૂનિયરે) કહ્યું હતું કે મને નરેન્દ્ર મોદીના લોકોને એ સલાહ આપવી સારી લાગી કે જો ચૂંટણીમાં જીતીને ભાજપ સત્તામાં આવે છે તો નિશ્વિતપણે બંગાળનો વિકાસ, જે અત્યાર સુધી મમતા બેનર્જીના નેતૃત્વમાં ઝડપથી ચાલી રહ્યો છે, તે ભાજપના નેતૃત્વમાં બમણો થઇ જશે, પીસી સરકાર (જૂનિયરે) એમપણ કહ્યું હતું કે જો આમ નહી થાય તો તે ભાજપના વિરોધ કરવામાં પણ પાછી પાની કરશે નહી.

ગુજરાત રમખાણોના મુદ્દે પીસી સરકારનું શું કહેવું છે?

ગુજરાત રમખાણોના મુદ્દે પીસી સરકારનું શું કહેવું છે?

જ્યારે પીસી સરકાર (જૂનિયર)ને પૂછવામાં આવ્યું કે ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા પર તેમનો શું વિચાર છે તો તેમણે કહ્યું કે આ સંબંધમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સમર્થન કરું છું.

ભ્રષ્ટાચારના મુદ્દે પીસી સરકારનું શું કહેવું છે?

ભ્રષ્ટાચારના મુદ્દે પીસી સરકારનું શું કહેવું છે?

જ્યારે પીસી સરકાર (જૂનિયરે) ભ્રષ્ટાચારના મુદ્દે પર પણ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું હતું કે દેશમાંથી ભ્રષ્ટાચાર રાષ્ટ્રીય એકતા અને સદભાવનાથી દૂર થઇ શકે છે.

બળાત્કારના મુદ્દે પીસી સરકારનું શું કહેવું છે?

બળાત્કારના મુદ્દે પીસી સરકારનું શું કહેવું છે?

આ ઉપરાંત દેશમાં વધતા જતા બળાત્કારના કેસના મુદ્દે પીસી સરકારનું કહેવું છે કે આ એવું સાંસ્કૃતિક પતન છે જેને ફિલ્મ સેન્સર બોર્ડની સતર્કતા દ્વારા કાબૂમાં લઇ શકાય.

રાજકારણમાં કેવી રીતે સફળ થશે પીસી સરકાર?

રાજકારણમાં કેવી રીતે સફળ થશે પીસી સરકાર?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે રાજકારણમાં કેવી રીતે સફળ થઇ શકશે જો કે તેના માટે જમીની સ્તરથી પ્રચારની જરૂરિયાત હોય છે તો પીસી સરકાર (જૂનિયરે) કહ્યું કે એક જાદૂગર કોઇ ફિલ્મ સ્ટાર અથવા સંગીતકારની તુલનામાં જનતને વધુ પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે પછી તે તો આંતરરાષ્ટ્રીય સ્તરે આપવામાં આવતાં પ્રસિદ્ધ મર્લિન પુરસ્કાર જે જાદૂગરોને આપવામાં આવે છે તેનાથી સન્માનિત છે. એવામાં તે જનતા સાથે આત્મીય સબંધ સ્થાપિત કરવામાં જનતાની નસ શોધવામાં વધુ સફળ થઇ શકે છે.

વિશ્વના સૌથી મોટા જાદૂગરનો એવોર્ડ

વિશ્વના સૌથી મોટા જાદૂગરનો એવોર્ડ

જાદૂગર પીસી સરકાર જૂનિયર, જેને ભાજપે પોતાની લોકસભાની ટિકીટ આપી છે, તે જાણિતા જાદૂગર પીસી સરકારના બીજા પુત્ર છે. જેને વિશ્વના સૌથી મોટ જાદૂગરનો એવોર્ડ 'મર્લિન પુરસ્કાર' મળેલો છે.

ચૂંટણી અભિયાનમાં મોડું

ચૂંટણી અભિયાનમાં મોડું

પીસી સરકારે એ વાતથી પણ મનાઇ કરે દિધી હતી કે તેમની સગાઇના લીધે તેમના ચૂંટણી અભિયાનને શરૂ કરવામાં મોડું થયું પરંતુ તેમનું કહેવું હતું કે તે પહેલાંથી જ ચૂંટણી અભિયાનમાં જોડાયેલા છે.

પીસી સરકારે વામદળ સાથેની નિકટતાની વાત નકારી કાઢી

પીસી સરકારે વામદળ સાથેની નિકટતાની વાત નકારી કાઢી

પીસી સરકરે મીડિયાના તે દાવાને નકારી કાઢ્યો હતો કે જે પીસી સરકારની વામદળ સાથે નિકટતા હોવાની વાત કરે છે, તેમનું કહેવું છે કે મારો સંબંધ બધા સાથે સારો છે, અને હું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને સિદ્ધાર્થ શંકર રેના એકદમ નજીક રહ્યો છું પરંતુ હવે કોઇપણ મને કોંગ્રેસ સાથે સહાનાભૂતિ રાખનાર ન કહી શકે. મારા દાદાજી ડૉક્ટર હતા અને તેમને જ જ્યોતિ બસુના પુત્રની ડિલીવરી કરી હતી ત્યારે તેમના પરિવાર સાથે અમારા પૈતૃક સંબંધ છે પહેલાં બંગાળમાં હવે બાંગ્લાદેશમાં પણ.

તાજમહેલને ક્ષણભર માટે ગાયબ કર્યો હતો

તાજમહેલને ક્ષણભર માટે ગાયબ કર્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે પીસી સરકારને તેમના જાદૂ, જેમાં તેમણે તાજ મહેલને ક્ષણભર માટે ગાયબ કરી દિધો હતો અને 10 બોગીઓવાળી ટ્રેનને બર્દવાન સ્ટેશન પર ન્યાયાધીશોની મંડળી સામેથી ગાયબ કરી દિધી હતી. તેના માટે ઘર ઘરમાં ઓળખાતા હતા. તમને જણાવી દઇએ કે ભાજપે જાદૂગર પીસી સરકારને પશ્વિમ બંગાળની બારાસાત લોકસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે.

English summary
Magician P C Sorcar (Jr) to contest Barasat MP seat as a BJP candidate. He is the Big Fan Of Mr. Narendra Modi. He said that he was not elated or excited, but he was ready to support the people of Barasat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X