Maha Kumbh 2025 : મહા કુંભ બાદ અચાનક ક્યાં ગાયબ થઈ જાય છે લાખો નાગા સાધુ?
Naga sadhu kaha rahte hai : પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહા કુંભ મેળામાં લાખો નાગા સાધુઓ પહોંચ્યા છે. મકરસંક્રાતિંના સ્નાનમાં હજારો સાધુઓએ સંગમમાં ડુબકી લગાવી.
શરીર પર એક પણ વસ્ત્રો ન પહેરતા નાગા સાધુઓ સમાજમાં ભાગ્યે જ જોવા મળે છે. મહા કુભ મેળો પુરો થયા બાદ અચાનક ગાયબ થઈ જાય છે.

નાગા સાધુઓની રહસ્યોથી ભરેલી દુનિયા શિસ્ત, તપ અને આધ્યાત્મિક જીવન પર આધારિત છે, જે તેમને સામાન્ય માનવીઓથી અલગ બનાવે છે.
કુંભ પછી ક્યાં ગાયબ થઈ જાય છે નાગા સાધુ?
કુંભ પુરો થયા બાદ નાગા સાધુ તેમના સામાન્ય દિનચર્યામાં પાછા ફરે છે. આ સાધુઓ મુખ્યત્વે બે મુખ્ય અખાડાઓ વારાણસીના મહાપરિનિર્વાણ અખાડા અને પંચ દશનમ જુના અખાડા સાથે સંકળાયેલા હોય છે.
કુંભમાં તે તેમના દિગંબર સ્વરૂપમાં દેખાય છે, જ્યાં તેમને ત્રિશૂળ, રુદ્રાક્ષની માળા, રાખ અને ક્યારેક પ્રાણીની ચામડીથી શણગારવામાં આવે છે. કુંભનું પહેલું શાહી સ્નાન આ સંતો દ્વારા કરવામાં આવે છે, ત્યારબાદ જ અન્ય ભક્તો સ્નાન કરે છે.
કુંભ સમાપ્ત થયા બાદ નાગા સાધુઓ દિગંબર સ્વરૂપ છોડીને ગમછા પહેરે છે અને પોતાના આશ્રમમાં પાછા ફરે છે. તેઓ માને છે કે પૃથ્વી એ પથારી છે અને આકાશ એ ધાબળો છે, જે તેમના ત્યાગના જીવનનું પ્રતીક છે. આશ્રમોમાં તેઓ ધ્યાન, યોગ અને તપસ્યાનો અભ્યાસ કરે છે, સમાજથી દૂર રહે છે અને આધ્યાત્મિક સાધનામાં લીન રહે છે.
કુંભ મેળો પુરો થયા બાદ નાગા સાધુઓ તેમના અખાડામાં પાછા ફરે છે અને ધ્યાન, સાધના અને ધાર્મિક શિક્ષણમાં વ્યસ્ત થઈ જાય છે. તપસ્યા અને ધ્યાન તેમના તપસ્વી જીવનશૈલીના મુખ્ય તત્વો છે.
ઘણા નાગા સાધુઓ હિમાલય, જંગલો અને એકાંત સ્થળોએ તપસ્યા કરવા જાય છે, જ્યાં તેઓ પોતાના શરીરને રાખથી ઢાંકીને કઠોર ધ્યાન કરે છે અને ફળો અને ફૂલો ખાઈને જીવન જીવે છે.
ઘણા નાગા સાધુઓ પ્રયાગરાજ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈન જેવા તીર્થ સ્થળોએ રહે છે. ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે અને ધાર્મિક યાત્રાઓ પર જાય છે. નાગા સાધુઓનું જીવન સમાજથી અલગ, સંપૂર્ણ ત્યાગ અને આધ્યાત્મિકતાથી ભરેલું છે, જે તેમને અનન્ય બનાવે છે.












Click it and Unblock the Notifications
