For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ મનોહર પર્રિકરને બનાવવામાં આવશે રક્ષામંત્રી?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ખાસમખાસ અરૂણ જેટલીને થોડી રાહત આપવા જઇ રહ્યાં છે. એટલે કે તેમના પાસેથી નાણા કે રક્ષા વિભાગોમાંથી એક લેવામાં આવશે. અરૂણ જેટલીએ પોતે એકવાર કહ્યું હતું કે તે લાંબા સમય સુધી બંને વિભાગોને જોશે નહી. પરંતુ આ નિર્ણય કેમ લેવામાં આવ્યો, તે વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

રાજ્ધાનીના સત્તાના વર્તુળમાં સમાચાર છે કે નરેન્દ્ર મોદી પોતાની આગામી ઓસ્ટ્રેલિયા યાત્રા પહેલાં કેબિનેટનું વિસ્તાર કરશે. તેમાં તે નાણા અથવા રક્ષા વિભાગ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને આપી શકે છે. સૂત્રોના અનુસાર મોદી કેબિનેટનું વિસ્તાર ટૂંક સમયમાં કરી શકે છે. મોદી કેબિનેટનો વિસ્તાર 9 થી 11 નવેમ્બર વચ્ચે કરી શકે છે. કેબિનેટના આ વિસ્તારમાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના કેબિનેટમાં સામેલ થવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તેમણે રક્ષા મંત્રાલય સોંપવામાં આવશે, જે હાલ અરૂણ જેટલી પસે છે. તેમની નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં જ રાજધાનીમાં મુલાકાત પણ થઇ હતી.

modi-manohar-cabinet.

મનોહર પર્રિકરને રક્ષા મંત્રાલય આપવાના કારણ
- મનોહર પર્રિકર સ્વચ્છ છબિવાળા નેતા અને પ્રશાસક છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને કેન્દ્રમાં લાવવા માંગે છે.
- અરૂણ જેટલી ગત થોડા દિવસોથી અસ્વસ્થ્ય છે.
- અરૂણ જેટલી પર જરૂરિયાત કરતાં વધુ જવાબદારીઓ છે, જેને મોદી ઓછી કરી શકે છે.

કોણ-કોણ સામેલ થઇ શકે છે કેબિનેટમાં
નવી દિલ્હીથી સાંસદ મીનાક્ષી લેખી, જયંત સિંહા, હંસરાજ અહીર અને અનુરાગ ઠાકુરનું પણ નામ સામે આવી રહ્યું છે. આ મંત્રીમંડળ વિસ્તારમાં કેટલાક યુવાનોને પણ સ્થાન મળી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 થી 8 નવેમ્બરના રોજ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં રહેશે. જ્યારે 12 નવેમ્બરના રોજ તે ઓસ્ટ્રેલિયામાં આયોજિત જી-20 શિખર સંમેલન માટે રવાના થશે. સૂત્રોનું કહેવું છે કે મોદી પોતાના કેબિનેટમાં તે રાજ્યોને પ્રતિનિધિત્વ આપવા માંગે છે, જેનું કેબિનેટમાં પ્રતિનિધિત્વ નથી.

English summary
Cabinet expansion is possible soon. Prime Minister Narendra Modi may include Goa CM Manohar Parrikar in his cabinet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X