Marriage Tips : લગ્ન પહેલા પાર્ટનર સાથે ક્લિયર કરી લો આ વાત, પાછળથી પસ્તાવું નહીં પડે

Marriage Tips : લગ્ન એ એક એવું બંધન છે, જે બે લોકો સાથે સાથે બે પરિવારને પણ જોડે છે. લગ્નને કારણે છોકરા અને છોકરી બંનેના જીવનમાં બદલાવ આવે છે. અમુક બદલાવ સ્વીકાર્ય હોય છે, તો ઘણા બદલાવને કારણે નાના વાતે તકરારો થતી રહે છે.

કોઇપણ વ્યક્તિ માટે બાળપણની આદતોને સંપૂર્ણપણે બદલવી થોડી અઘરી છે, પરંતુ પ્રયત્નો કરી શકાય છે. જોકે, કેટલીક સમસ્યાઓ એવી છે, જેના વિશે વાતચીત શરૂ થતાં જ હોબાળો શરૂ થઈ જાય છે.

Marriage Tips

આ નાની-નાની બાબતો પર થતા ઝઘડા અને ચર્ચા ધીમે ધીમે તમારા સંબંધો પર અસર કરવા લાગે છે. એટલા માટે લગ્ન પહેલા કેટલીક બાબતો ક્લિયર કરી લેવી ખૂબ જ જરૂરી છે. જેથી કરીને પાછળથી અફસોસ ન થાય.

સ્વાભાવ

ઘણી વખત તમે એક-બે મીટિંગમાં આ વાતનો અંદાજો લગાવી શકશો નહીં, પરંતુ આ જાણવા માટે તમારે બંનેએ લગ્ન પહેલા એક મુલાકાત કરવી જોઈએ. એકબીજાના સ્વભાવને જાણવો ખૂબ જ જરૂરી છે. જો તમારો ભાવિ જીવનસાથી અહંકારી છે, ખૂબ જ ગુસ્સાવાળો છે, છોકરીઓનું સન્માન નથી કરતો, તો તે ભવિષ્યમાં તમારા માટે માથાના દુઃખાવા સમાન બની શકે છે.

બીજી તરફ છોકરીઓમાં બેઇમાની, જુઠ બોલવું કે સત્ય છૂપાવવું જેવી આદતો હોય છે, જે છોકરાઓને બિલકુલ પસંદ નથી હોતી, તેથી મીટિંગ દરમિયાન આ બાબતો પર ચર્ચા કરી શકાય છે અને સંબંધોમાં આવતી સમસ્યાઓને સંભાળી શકાય છે.

કારકિર્દી

જો તમે વર્કિંગ લેડી છો, તો લગ્ન પહેલા એ વાતનું ધ્યાન રાખો કે, લગ્ન બાદ તમારા ભાવિ પતિ અને સાસરિયાઓને આ બાબતે કોઈ વાંધો નથી. કારણ કે, આજે પણ ઘણા પરિવારો મહિલાઓ માટે બહાર કામ કરવાનું યોગ્ય નથી માનતા.

આવી સ્થિતિમાં સામે પડીને કામ કરવાનો નિર્ણય ઝઘડા તરફ દોરી જાય છે. જો આ વાત અગાઉથી સ્પષ્ટ થઈ જશે, તો ચર્ચાની શક્યતા ઓછી રહેશે અને તમને તમારા નિર્ણય પર પસ્તાવો નહીં થાય.

બાળકનું આયોજન

લગ્ન બાદ પરિવાર અને સંબંધીઓ પતિ-પત્ની પર સંતાન પ્રાપ્તિ માટે દબાણ કરવા લાગે છે, જે એક અલગ પ્રકારનું માનસિક દબાણ છે. ક્યારેક પાર્ટનર પણ એવું જ વિચારતો હોય છે કે, જલ્દી બાળક થઈ જાય એટલે વહેલા છૂટી જઈએ.

લગ્ન પહેલા પણ આ મુદ્દા પર ચર્ચા કરી લો, કારણ કે લગ્ન બાદ જો પરિવારના સભ્યોની સાથે જીવનસાથી પણ તેની માંગ કરે છે, તો પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X