મળો પાકિસ્તાનની સૌથી અમીર મહિલાને, આ બિઝનેસથી એકઠી કરી અરબોની સંપતિ

વિશ્વના અમીરોની ખુબ ચર્ચા થતી રહે છે. જો કે તમે ક્યારેય પાકિસ્તાનના અમીરો વિશે સાંભળ્યુ છે. આજે અમે તમને પાકિસ્તાનની સૌથી અમીર મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતના અમીર વ્યક્તિઓ વિશે ઘણું જાણો છો પરંતુ પાકિસ્તાનની સૌથી અમીર મહિલા કોણ છે તેના વિશે કોઈ નથી જાણતુ. અમે જણાવીશું કે આ મહિલા કોણ છે અને તેનો બિઝનેસ શું છે?

Iqra Hasan Mansha

મહિલા ઇકરા હસન મંશાને પાકિસ્તાનની સૌથી અમીર મહિલા માનવામાં આવે છે. ઇકરા પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મિયાં મુહમ્મદ મંશાના પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

મિયાં મુહમ્મદ મંશા હાલ પાકિસ્તાનના બીજા સૌથી અમીર વ્યક્તિ છે અને ઇકરા તેમની વહુ છે. એટલે કે ઇકરા તેના પુત્ર ઉમર મંશાની પત્ની છે અને તેનું પૂરું નામ ઇકરા હસન મંશા છે.

ઇકરા ફેમિલી બિઝનેસમાં નિશાત હોટેલ્સ એન્ડ પ્રોપર્ટીઝના CEO છે. આ કંપનીની પાકિસ્તાન તેમજ લંડનમાં ઘણી 5 સ્ટાર હોટલ છે.

ઇકરાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં બીએસસી અને યુનિવર્સિટી ઓફ લંડન સ્કૂલમાંથી એમએસસીનો અભ્યાસ કર્યો છે.

અહેવાલો અનુસાર, ઇકરા લગભગ 1 અબજ ડોલરની માલિક છે. આ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી, ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અહેવાલોના આધારે આ કહેવામાં આવ્યું છે. નિશાત ગ્રૂપ ઘણી વસ્તુઓનો વેપાર કરે છે, જેમાં સિમેન્ટ, પાવર પ્રોજેક્ટ, સુતરાઉ કાપડ, વીમો વગેરેનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X