મળો દુનિયાના સૌથી યંગ અબજોપતિને, સંપતિ એટલી કે કમાતા સદીઓ લાગે

દુનિયામાં ધણા અબજોપતિઓ વિશે તમે સાંભળ્યુ હશે. આ લોકોએ વર્ષોની મહેનત બાદ એટલી સંપતિ એકઠી કરી હોય છે. જો કે આજે આપણે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યાં છીએ તે માત્ર 19 વર્ષે દુનિયાનો સૌથી યંગ અબજોપતિ બની ગયો છે.

વિશ્વના અબજોપતિઓની વાત કરીએ તો સૌથી પહેલા એલોન મસ્ક, જેફ બેઝોસ, બર્નાર્ડ આર્નોલ્ટ, બિલ ગેટ્સ જેવા નામ સામે આવે. આપણે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તે બિઝનેસ કે કરિયર વગર વિશ્વના સૌથી યુવા અબજોપતિ છે.

Clemente Del Vecchio

આપણે વાત કરી રહ્યાં છીએ તેનું નામ Clemente Del Vecchio છે. તે 2022 માં વિશ્વનો સૌથી યુવા અબજોપતિ હતો. આંતરરાષ્ટ્રીય મેગેઝિન ફોર્બ્સ દ્વારા 2023માં બહાર પાડવામાં આવેલી અબજોપતિઓની યાદીમાં 19 વર્ષીય ક્લેમેન્ટે ડેલ વેકિયોનું નામ સામેલ હતું.

માત્ર 18 વર્ષે અબજોપતિ બન્યો
Clemente Del Vecchio એ અબજોપતિ ઉદ્યોગપતિ લિયોનાર્ડો ડેલ વેકિયોનો પુત્ર છે. લિયોનાર્ડો ડેલ વેકિયો વિશ્વની સૌથી વૈભવી આઇવેર કંપની EssilorLuxottica ના સ્થાપક અને અધ્યક્ષ હતા.

ક્લેમેન્ટે ડેલ વેકિયોના પિતા લિયોનાર્ડો ડેલ વેચિઓનું જૂન 2022માં 87 વર્ષની વયે અવસાન થયું. તેમની પત્ની અને છ બાળકોએ તેમની 25.5 બિલિયન ડોલરની સંપત્તિ વહેંચી લીધી.

લિયોનાર્ડો ડેલ વેકિયોના મૃત્યુ પછી ક્લેમેન્ટે ડેલ વેકિયોને લક્ઝમબર્ગ સ્થિત હોલ્ડિંગ કંપની ડેલ્ફિન કંપનીમાં 12.5% ​​હિસ્સો વારસામાં મળ્યો. આ પછી ક્લેમેન્ટે ફોર્બ્સની યાદીમાં સૌથી યુવા અબજોપતિ બન્યા.

Clemente Del Vecchioને તે સમયે તેમના પિતાની કંપનીમાંથી $4 બિલિયનની સંપત્તિ વારસામાં મળી હતી. ભારતીય રૂપિયામાં આ રકમ 33,000 કરોડ રૂપિયાથી વધુ થાય.

આટલી બધી સંપત્તિ વારસામાં મળ્યા પછી પણ ક્લેમેન્ટે ડેલ વેચિઓએ પોતાનો અભ્યાસ ન છોડ્યો અને શિક્ષણને સમર્પિત છે. ક્લેમેન્ટે ડેલ વેકિયો કોલેજમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ કરે છે અને આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે.

Clemente Del Vecchio ઇટાલીમાં ઘણી મિલકતો ધરાવે છે. તે મિલાનમાં એક એપાર્ટમેન્ટ પણ ધરાવે છે, જે લેક ​​કોમો પાસે વિલા છે. ક્લેમેન્ટે ડેલ વેચીઓના 22 વર્ષીય ભાઈ લુકા ડેલ વેકિયોની પણ નેટવર્થ $4 બિલિયન છે. તેની બહેન લિયોનાર્ડો મારિયા ડેલ વેકિયો વિશ્વના યુવા અબજોપતિઓની યાદીમાં 7મા નંબરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X