For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીથી ભલે ગમે તેટલો પ્રેમ હોય, પુરુષ આ કામોમાં રોકટોક ક્યારેય સહન નહિ કરે

અમુક બાબતોમાં પુરુષ કોઈની નથી સાંભળતા અને તરત જ તેમનો વ્યવહાર બદલાઈ જાય છે. આજે જાણીએ એવી કઈ બાબતો છે જેના પર પુરુષોને કોઈ પણ પ્રકારની રોકટોક પસંદ નથી હોતી.

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે પુરુષ પોતાના કામથી કામ રાખે છે. તેને કોઈના જીવનમાં દખલ દેવાનુ નથી ગમતુ અને કોઈ તેમની જિંદગીમાં દખલ દે એ તેમને પસંદ નથી. પુરુષ પોતાની લાઈફ જીવવા ઈચ્છે છે અને તેમાં જ રહેવા ઈચ્છે છે. તે રાજકારણ અને ગૉસિપથી દૂર રહેવાનુ પસંદ કરે છે. જો તમે રિલેશનશિપમાં છો કે પછી તમારા લગ્ન થઈ ચૂક્યા છે તો તમને એ વિશે માહિતી હોવી જોઈએ કે તમારી કઈ બાબતની રોકટોક કરવાની આદત તમારા પાર્ટનરને ગુસ્સો અપાવી શકે છે.

રોકટોક પસંદ નથી

રોકટોક પસંદ નથી

તમે પણ નોટિસ કર્યુ હશે કે ઘણા પુરુષ પોતાની પત્ની અને માની બધી વાતો માની લે છે પરંતુ અમુક બાબતોમાં તે કોઈની નથી સાંભળતા અને તરતજ તેમનો વ્યવહાર બદલાઈ જાય છે. આજે જાણીએ એવી કઈ બાબતો છે જેના પર પુરુષોને કોઈ પણ પ્રકારની રોકટોક પસંદ નથી હોતી.

લુક્સ

લુક્સ

પુરુષ પોતાની દેખરેખ કરવાનુ જાણે છે. પાર્ટનર દ્વારા ધ્યાન રાખવાનુ તેમને કેરિંગ લાગે છે પરંતુ જ્યારે તે શેવિંગ, નખ કાપવા, હેર કટ વગેરે વિશે વારંવાર ટોકવા લાગે છે ત્યારે તે અકળાઈ જાય છે.

ડ્રાઈવિંગ

ડ્રાઈવિંગ

પુરુષોને પોતાની ડ્રાઈવિંગ સ્કિલ પર બહુ ભરોસો હોય છે. તે નિશ્ચિંત થઈને ડ્રાઈવ કરવાનુ પસંદ કરે છે. એવામાં જ્યારે તેમની પાર્ટનર તેમને ટ્રાફિક નિયમ બતાવવા માટે ટોકતી રહે છે ત્યારે તેમનો મૂડ ખરાબ થઈ જાય છે.

પરિવાર-દોસ્ત

પરિવાર-દોસ્ત

ભારતીય સમાજમાં પુરુષોને ઘરના પ્રમુખ ગણવામાં આવ્યા છે. શરૂઆતથી જ તે પરિવારને પ્રાથમિકતા પર રાખીને કોઈ પણ નિર્ણય લે છે. આવી સ્થિતિમાં કોઈ પણ પુરુષ પોતાના પરિવાર સાથે જોડાયેલી નકારાત્મ વાત સાંભળવાનુ પસંદ નથી કરતા. તેમનુ દિમાગ ત્યારે ખરાબ થવા લાગે છે જ્યારે તેમની પત્ની પરિવારના કોઈ સભ્યની બુરાઈ કરવા બેસી જાય છે. મહિલાઓ દ્વારા પોતાના દોસ્તોની બુરાઈ સાંભળીને પણ પુરુષોનો મૂડ ખરાબ થઈ જાય છે. ઘણા યુવકો તો પોતાના રિલેશનશિપથી એટલા માટે બહાર નીકળી જાય છે કારણકે તેમની પાર્ટનર તેના કોઈ નજીકના દોસ્તને પસંદ નથી કરતી.

કપડા

કપડા

પુરુષોના કપડાના રંગ કે સ્ટાઈલથી વધુ ફરક નથી પડતો. તેમને જે કપડા કમ્ફર્ટેબલ લાગે છે તેને તે વારંવાર પહેરે છે. એવામાં જ્યારે ગર્લફ્રેન્ડ કે પત્ની તેમના કંઈ ફેરફાર કરવા માટે કહે છે ત્યારે પુરુષ ચિડાઈ જાય છે.

ક્રિકેટ મેચ

ક્રિકેટ મેચ

લોકોમાં ક્રિકેટ માટે દિવાનગીનુ લેવલ અલગ જ હોય છે. ખાસ કરીને પુરુષ ઈચ્છે છે કે કંઈ નહિ તો મેચ જોવા દરમિયાન તેમને કોઈ પ્રકારનુ ડિસ્ટર્બન્સ ન કરવામાં આવે. એવામાં જ્યારે મા કે પત્ની પોતાની સાસ-વહુની સીરિયલ જોવાની જીદ કરે કે પછી કોઈ કામ કરવા માટે દબાણ કરે તો તેનો પારો ચડી જાય છે.

ખાનપાન

ખાનપાન

પુરુષોના દિલનો રસ્તો પેટમાંથી પસાર થાય છે આ વાત ખોટી નથી. તે ખાવાપીવાના શોખીન હોય છે પરંતુ શાકભાજી બાબતે તે થોડા સિલેક્ટીવ હોય છે. જો મહિલાઓ તેમના ખાનપાનના સિલેક્શનને બદલવાનો પ્રયત્ન કરવા લાગે તો એ દિવસે ઝઘડો થવાનો નક્કી છે.

કામકાજ

કામકાજ

પુરુષોની ઉપર દબાણ હોય છે કે તે જલ્દી પોતાના પરિવારની જવાબદારી પોતાના ખભા પર લે. તે જલ્દી અભ્યાસ પૂરો કરીને નોકરી અને બિઝનેત વગેરે વિશે વિચારવા લાગે છે. તે દુનિયાને પોતાના દ્રષ્ટિકોણથી જોવાનુ પસંદ કરે છે. આ બાબતે તેને કોઈ મહિલાની દખલઅંદાજી સારી નથી લાગતી. ઘણા પુરુષોને લાગે છે કે આ બાબતે મહિલાઓ યોગ્ય મંતવ્ય નથી આપી શકતી.

આ પણ વાંચોઃ શું તમારો પાર્ટનર ચૂપ-ચૂપ રહેવાનુ પસંદ કરે છે, તો આ રીતે કરો હેન્ડલઆ પણ વાંચોઃ શું તમારો પાર્ટનર ચૂપ-ચૂપ રહેવાનુ પસંદ કરે છે, તો આ રીતે કરો હેન્ડલ

English summary
Men Do Not Like To Have Any Restrictions in These Things
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X