પુરુષોની વધી મુશ્કેલી, આ દેશોમાં લગ્ન માટે છોકરીઓ નથી મળતી

એવા ઘણા દેશો છે જ્યાં પુરુષોને તેમની પાર્ટનર શોધવામાં ખુબ મહેનત કરવી પડે છે. ઘણા દેશોમાં પુરુષોની જનસંખ્યા મહિલાઓની જનસંખ્યાથી ઘણી વધારે છે

એવા ઘણા દેશો છે જ્યાં પુરુષોને તેમની પાર્ટનર શોધવામાં ખુબ મહેનત કરવી પડે છે. ઘણા દેશોમાં પુરુષોની જનસંખ્યા મહિલાઓની જનસંખ્યાથી ઘણી વધારે છે અને આ કારણથી તેમણે તેમના માટે છોકરી શોધવામાં ઘણી મુશ્કેલીઓ થઇ રહી છે. આ આર્ટિકલમાં જાણીએ કે એવા કયા દેશો છે જ્યાં પુરુષોને તેમના માટે પાર્ટનર શોધવા માટે મહેનત કરવી પડી રહી છે.

આ પણ વાંચો: ઓછા એટ્રેક્ટિવ હસબન્ડની પત્ની રહે છે વધુ ખુશ, જાણો શું કહે છે રિસર્ચ

લિબિયા

લિબિયા

લિબિયા એક એવો દેશ છે જે વર્ષોથી ઘણા ગૃહ યુદ્ધમાં ફસાઈ રહ્યો. આ યુદ્ધના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ પ્રભાવિત થઈ અને તેની લપેટમાં આવી ગઈ. તેનું જ પરિણામ છે કે આજે દેશમાં મહિલાઓ કરતા વધુ પુરુષોની સંખ્યા છે.

ફિલિપાઇન્સ

ફિલિપાઇન્સ

ફિલિપાઇન્સ એક સુંદર દેશ છે, અને અહીં પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા વધુ છે. આ દેશમાં મહિલાઓ માટે રોજગારીની તકો વધુ નથી અને આ કારણસર તેઓ અન્ય દેશોમાં જઇ રહી છે અને ત્યાં સ્થાયી પણ થઇ રહી છે.

આઈસલેન્ડ

આઈસલેન્ડ

આંકડાઓની વાત કરીએ તો સરેરાશ 100 મહિલાઓ પર પુરુષોની સંખ્યા 104 છે. એવી વાત પણ સામે આવી હતી કે પરિસ્થિતિને સુધારવા માટે આ દેશની સરકારે બીજા દેશની છોકરીઓને અહીંના છોકરાઓ સાથે લગ્ન કરીને સેટલ થવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ અંતે આ ખબર ફક્ત અફવા નીકળી હતી.

નોર્વે

નોર્વે

રિપોર્ટ્સ અનુસાર, નોર્વેમાં પુરુષોની વસ્તી મહિલાઓની કુલ વસ્તી કરતા 12,000 વધુ છે. આ આંકડાઓ પછી, હજી પણ સમજી શકાતું નથી કે આ અંતરને કેવી રીતે ઘટાડી શકાય.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન

યુદ્ધે આ દેશની હાલત બદલી નાખી છે. પરંતુ યુદ્ધ પહેલા અફઘાનિસ્તાન એક શાંતિ-પ્રેમાળ રાષ્ટ્ર તરીકે જાણીતું હતું. પરંતુ હવે તાલિબાનને અહીં નિયંત્રણ મળ્યું હોવાથી, મહિલાઓએ આ દેશ છોડી જવામાં ભલાઈ સમજી છે.

ભારત

ભારત

આ દેશ મોટી જનસંખ્યા માટે વિશ્વમાં જાણીતો છે પરંતુ વર્તમાન હિંસા અને લૈંગિક અસમાનતાને લીધે પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X