For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપના અને ઊંઘ વિષે કેટલાક રોચક તથ્યો

|
Google Oneindia Gujarati News

શ્વાસ લેવા, ખાવા અને પાણી પીવા બાદ જો મનુષ્યના જીવન માટે કોઇ મહત્વની વસ્તુ હોય તો તે છે નીંદર. આપણે ગમે તે કરીએ પણ ઊંધ્યા વગર આપણે લાંબો સમય નથી રહી શકતા. બીજા શબ્દોમાં કહીએ તો ઊંધ આપણી બોડીને રિસ્ટાર્ટ કરે છે.

વળી સપનાઓની પણ અલગ દુનિયા છે. ઊંધમાં આવતા સપના ધણીવાર આપણને ભવિષ્યની જાણકારી આપતા હોય છે તો કોઇ વાર સપનાઓ આપણને ડરાવી કે હસાવી મૂકે છે. જો કે મોટાભાગના લોકોને સવારે તમને સપના યાદ નથી રહેતા.

ત્યારે સપનાઓ અને નીંદર પર આવા જ કેટલાક રોચક અને નવીન તથ્યો આજે અમે તમને કહેવાના છીએ. તો જોતા રહો આ સ્લાઇડર..

લકવાગ્રસ્ત કરતા સપના

લકવાગ્રસ્ત કરતા સપના

સપના મગજને સ્થિર કરી દે છે. ઊંઘમાં તમે જ્યારે સપના જુઓ છો ત્યારે તમારું શરીસ સ્થિર થઇ જાય છે. અને જો કોઇ વ્યક્તિનું સપનું ખોટા ટાઇમે તૂટી જાય છે ત્યારે લગભગ 10 મિનિટ સુધી તે વ્યક્તિનું શરીર લકવાગ્રસ્ત જેવું સ્થિર થઇ જાય છે.

ઠંડક અને ખરાબ સપના

ઠંડક અને ખરાબ સપના

ઠંડા રૂમમાં ઊંઘવાથી ખરાબ સપના આવવાની શક્યતા વધી જાય છે.

સમય અને અક્ષરો

સમય અને અક્ષરો

સપના જોતી વખતે મોટે ભાગે બે મુશ્કેલીઓ થતી હોય છે. એક તો અક્ષરો ન વાંચી શકવા અને બીજું સમય ન જોઇ શકવો.

સ્પષ્ટ સપના

સ્પષ્ટ સપના

આ પ્રકારના સપનાને "કોન્શિયસ ડ્રિમીંગ" કહેવાય છે. જેમાં સપના દેખનાર વ્યક્તિ સપનામાં થતી વિવિધ ગતિવિધિઓને અનુભવી શકતી હોય છે જેમ કે સપના તમે ઉડી રહ્યા છો, ચાલો છો તમે તે બધુ અનુભવી શકો છો. તમને લાગે છે કે રિયલમાં આ બધુ થાય છે.

સપના જોવાનો નશો

સપના જોવાનો નશો

કેટલાક લોકોને સપના જોવાનો નશો હોય છે. એટલું જ નહીં આ માટે તે હૈલુસિનોજેનિક ડ્રગ પણ લેતા હોય છે. જેથી તે સૂઇ શકે અને ઊંધમાં સપના જોઇ શકે.

નેત્રહિન લોકોના સપના

નેત્રહિન લોકોના સપના

જે લોકો જન્મજાત નેત્રહિન નથી હોતા તે લોકોને ધણીવાર સપનામાં લોકોના ચહેરા કે કોઇ ઘટના જોઇ શકે છે. પણ જે લોકો જન્મજાત અંધ હોય છે તે લોકો કાળા રંગ સિવાય અન્ય કોઇ રંગને જોઇ નથી શકતા.

સપનામાં દેખેલી વસ્તુઓ

સપનામાં દેખેલી વસ્તુઓ

ધણીવાર આપણે કહીએ છીએ કે આજે મેં સપનામાં તેવી જગ્યા જોઇ જે આજ પહેલા મેં કદી નથી જોઇ. પણ સાયન્સ તેવું કહે છે કે આપણા સબકોન્સીયસ માઇન્ડે તે જગ્યા જોઇ હોય છે અને તે જ આપણને સપનામાં દેખાય છે આપણને સપનામાં જે પણ દેખાય છે તે આપણે ક્યાંક ને ક્યાંક હંમેશા જોયું જ હોય છે.

સપના રંગીન નથી હોતા

સપના રંગીન નથી હોતા

શું તમને ખબર છે કોઇ પણ વ્યક્તિ રંગીન સપના નથી જોઇ શકતું. આપણે જે પણ સપના જોઇએ છે તે બ્લેક એન્ડ વાઇટ જ હોય છે.

હિંસક સપના

હિંસક સપના

હિંસક સપનામાં વ્યક્તિ ઊંધમાં બૂમ પાડી દે છે કે છટપટ કરે છે. આવા સપના બિમારીની શરૂઆતી ચેતવણીનો સંકેત હોઇ શકે છે. વારંવાર આવું થવું માનસિક રોગના શરૂઆતી લક્ષણ હોય તેવું પણ બની શકે છે.

સૈનિકોએ કર્યો ઊંધને કંટ્રોલ

સૈનિકોએ કર્યો ઊંધને કંટ્રોલ

બ્રિટિશ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે તેમના સૈનિકોની આંખોમાં એક ફાઇબર ઓપ્ટિકલ લગાવ્યો હતો જેનાથી તેમને તેવો ભ્રમ પેદા થતો હતો કે તે જાગી રહ્યા છે. આ દ્વારા સૈનિકો 36 કલાક સુધી જાગી શકતા હતા.

મહિલાઓની ઊંધ સૌથી જરૂરી

મહિલાઓની ઊંધ સૌથી જરૂરી

આ વાત વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઇ ચૂકી છે કે મહિલાઓને પુરુષો કરતા એક કલાક વધુ સુવું જોઇએ. મહિલાઓ સ્વભાવગત સંવેદનશીલ હોય છે ત્યારે તેમની યોગ્ય ઊંધ તેમને તનાવમૂક્ત રાખવામાં મદદરૂપ રહે છે.

English summary
Unknown but there are amazing facts about sleep and dreams. The mind itself is a being on its own and there are mind boggling facts about sleep dreams.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X