• search

ભાજપની પ્રાથમિકતા સત્તા છે કે મોદી?

By Kumar Dushyant

બેંગ્લોર, 24 માર્ચ: નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન પદને રેસમાં સામેલ થયા છે ત્યારેથી હંગામો શરૂ થઇ ગયો છે. આશ્વર્યની વાત તો એ છે કે આ હંગામો ના ફક્ત પાર્ટીને લઇને છે પરંતુ ભાજપની અંદર પણ છે.જો કે પરિસ્થિતી કંઇક એ પ્રકારે વણસી ગઇ છે કે હવે તો શંકા થવા લાગી છે કે ક્યાંક ભાજપ જે કોંગ્રેસ મુક્ત ભારતનું મિશન ચલાવી રહી છે તે નરેન્દ્ર મોદીના લીધે ભાજપ મુક્ત ભારતમાં પરિવર્તિત ન થઇ જાય.

અત્યાર સુધી અડવાણી અને મુરલી મનોહર જોશી ત્રિમુર્તિની જેમ ભાજપનું પ્રતિનિધિત્વ કરતાં આવ્યાં છે પરંતુ હાલની સ્થિત્તીમાં જે ભાજપની છબિ છે તે એવી લાગે છે કે જેમ કે ભાજપનો અર્થ નરેન્દ્ર મોદી. આજે પાર્ટીની અંદર મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે કંઇક એવું જેમાં ત્રિમૂર્તિનું મહત્વ ઓછું કરી દિધું છે.

અટલ જી તો પહેલાંથી જ આ ચૂંટણી રેસથી બહાર છે પરંતુ લાલકૃષ્ણ અડવાણીજી, મુરલી મનોહર જોશી અથવા પછી આપણે જસવંતજીની વાત કેમ ન કરીએ તેમના મહત્વમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે.

જો આમ હોત તો જસવંત સિંહ જો કે અટલજીના શાસનકાળમાં એક કુશાગ્ર રાજનેતાના રૂપમાં તરી આવ્યા હતા, જેમને વાજપાઇ યુગમાં વિદેશ નીતિ અને અર્થશાસ્ત્રની નસોને કાબૂમાં કરી હતી. જેમણે પોતાનામાં ભાજપને પૂર્ણ રીતે સમર્પિત કરી. આજે સ્થિતી એવી છે કે તેમને લોકસભા ચૂંટણીની ટિકીટ માટે રડવું પડે છે.

ભાજપનો ચૂંટણી એજન્ડા બદલાતો રહ્યો

ભાજપનો ચૂંટણી એજન્ડા બદલાતો રહ્યો

આમ તો સદીઓથી ભાજપાનો ચૂંટણી એજન્ડા બદલાતો રહ્યો જો એક નજર પાર્ટીના ઇતિહાસ પર નાખીએ તો 1984માં જ્યારે બે સીટ પર વિજય મેળવવાની સાથે જ સત્તામાં અવતરિત થઇ અને લોકપ્રિયતા એટલી વધી કે 1989માં ભાજપ 88 સીટ પર વિજય થઇ. તે સમયે ભાજપના વિકાસનો મંત્ર વિશ્વનાથ પ્રતાપ સિંહ દ્વારા ચાલવવામાં આવેલું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન હતું, જેથી ભાજપે કોંગ્રેસ વિરૂદ્ધ ભવ્ય ગઠબંધન પ્રાપ્ત કર્યું.

ભાજપનું કમંડલ આંદોલન

ભાજપનું કમંડલ આંદોલન

અયોધ્યામાં વિવાદિત બાંધકામની લડાઇની સાથે ખતમ થયેલ ભાજપનું કમંડલ આંદોલન તેના માટે વિભેદક સાબિત થયું. આ આંદોલને ભાજપને હિન્દુત્વવાદી છબિના રૂપમાં ઉપસી આવી.

અયોધ્યા મંદિર

અયોધ્યા મંદિર

ત્યારબાદ જ્યારે અટલજીના સત્તામાં આવ્યા પછી અયોદ્યા મંદિરનો મુદ્દો ભાજપના રાષ્ટ્રવાદનું પ્રતિક બની ગયો જેના લીધે પાર્ટીમાં અંતર્કલહ પણ થયો. અને અટલજીના શાસનનો અંત આવતાં-આવતાં અનુચ્છેદ 370 અને સમાન નાગરિક સંહિતા અને અયોદ્યા વિવાદ પર ચર્ચા પાર્ટીની નવી વિચારધારાના રૂપમાં તરી આવી.

ના તો રાષ્ટ્રવાદી ના તો અયોધ્યા વિવાદ

ના તો રાષ્ટ્રવાદી ના તો અયોધ્યા વિવાદ

આ પ્રકારે જોઇએ તો ભાજપની વિચારધારામાં સમયની સાથે હંમેશા જ પરિવર્તન આવતું રહ્યું છે પરંતુ કોઇપણ પરિવર્તન એટલું ઘાતક ન થયું કે પાર્ટીના અસ્તિત્વ માટે ખતરો બની આજે નરેન્દ્ર મોદીના લીધે કારણે જે નવી વિચારધારાનો ઉદય ભાજપમાં થયો છે તેને ભાજપની પરિભાષાને બદલી દિધી. એમ કહેવું ખોટું નહી હોય કે નરેન્દ્ર મોદી પોતાના વર્તમાન અને ભાજપના ભવિષ્ય માટે અતીતને અને તેના સાથે જોડાયેલ પાર્ટીના ટોચના સભ્યોને માત આપી દિધી. આજે ભાજપ માટે ના તો રાષ્ટ્રવાદ ચૂંટણીલક્ષી મુદ્દો છે ના તો અયોધ્ય વિવાદ.

બદલાઇ ગઇ ભાજપની દિશા અને દશા

બદલાઇ ગઇ ભાજપની દિશા અને દશા

જસવંત સિંહનું અપમાન, જોશીની દુર્દશા અને મોદીના નેતૃત્વ પર અડવાણીની યાત્રા ભાજપની દશા અને દિશાને શું નવું વલખ આપશે. અત્યારે ચિંતનનો મુદ્દો છે. પરંતુ એ નિશ્વિત છે કે અત્યારે ભાજપની કમાન ફક્ત મોદીના હાથમાં છે તે જે કહે છે અને જે કરે છે ફક્ત તે તાર્કિક છે પરંતુ અતાર્કિક. આજે પરિસ્થિતી એ છે કે નરેન્દ્ર મોદીના વિરોધી દેશનો વિરોધી સમજી રહ્યો છે.

English summary
Watching BJP Party dismantle its heritage (dharohar), it seems Narendra Modi’s dream of a Congress-mukt Bharat has been replaced with the idea of a BJP-mukt Bharat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more