જેના આવ્યા પહેલા જ પાક.માં મચી હલચલ, દેશને એવા જ PMની જરૂર

By Gajendra
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 3 મે: હાલમાં ભારત દેશની ચૂંટણીનો રંગ પાડોશી દેશમાં પણ લાગ્યો છે. સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે જ્યારે પણ પાડોશી દેશમાં ચૂંટણી ચાલી રહી હોય, કે દેશમાં નવી સરકાર રચાવાની હોય ત્યારે બીજો દેશ તે પ્રક્રિયાને ચુપચાપ જોયા કરે છે અને નવી સરકારને હસતે મોઢે વધાવી લે છે. પરંતુ પહેલીવાર એવો ઇતિહાસ રચાયો છે કે ભારતમાં ચૂંટણીઓ ચાલી રહી છે અને તેની અસર છેક પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ પર થઇ રહી છે. જોકે સવાલ એ છે કે શું આ બંને દેશોના સંબંધો માટે સારી બાબત છે કે ખોટી?

બંને દેશોના પ્રશ્નોની અને સંબંધોની ચિંતા છેલ્લા 60 વર્ષોથી દેશના નેતાઓ કરતા જ આવ્યા છે. જો આપણે સ્વહીત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વરક્ષણની દ્રષ્ટીએ વાત કરીએ તો દેશનો દરેક નાગરિક એવું ઇચ્છશે કે દેશનો વડાપ્રધાન તો કંઇક એવો જ હોવો જોઇએ જેના આવવાના એંધાણ માત્રથી પાડોશી દેશો, વિરોધી દેશો, દેશદ્રોહીઓ, આતંકવાદી સંગઠનો, દેશની અંદર અને બહાર રહેતા દેશના દુશ્મનોમાં ભયની ધ્રૂજારી થવા લાગે. આવું જ કંઇ બન્યું છે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે.

નરેન્દ્ર મોદીએ હંમેશા પોતાના ભાષણોમાં એવું સ્પષ્ટપણે કહેતા આવ્યા છે કે 'પાકિસ્તાન આપણા ત્યા ઘુસીને સૈનિકોના માથા વાઢીને લઇ જાય અને વડાપ્રધાન મનમોહન સિંહ પાકિસ્તાનના વડાપ્રધાનને ચિકન બિરિયાનીનું ભોજન કરાવે છે.' ઇન્ડિયા ટીવીના ખાસ શો 'આપકી અદાલત'માં પણ નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે 'પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવો જોઇએ, તે જે ભાષામાં સમજે તે ભાષામાં તેને સમજાવવાની કોશીશ કરવી જોઇએ.'

જોકે એ સ્પષ્ટતા કરવી પણ જરૂરી છે કે મોદીએ ક્યારેય પણ પાકિસ્તાન સામે આક્રમક અને કટ્ટર શબ્દોનો પ્રયોગ કર્યો નથી, સંદેશ ન્યૂઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેના સવાલ(શું મોદી પાકિસ્તાનમાંથી દાઉદને લાવી શકશે?)નો જવાબ આપતા જણાવ્યું હતું કે 'આતો મીનીમમ મેચ્યોરિટીની વાત છે આ કોઇ જાહેરમાં વાત કરવાનો મુદ્દો છે. શું અમેરિકાએ પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને ઠાર મારતા પહેલા પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી કે અમે આ કરવા જઇએ છીએ' જોકે મોદીના આ જવાબના વખાણ તો ખૂદ કોંગ્રેસીઓએ પણ કર્યા હતા.

એવું કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી કે પાકિસ્તાન પર મોદીના આકરા પ્રહારોના પગલે પાકિસ્તાનમાં એક અનોખા પ્રકારની ભયની ધ્રૂજારી ઉઠી છે. જમાત-ઉદ-દાવા અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર મોદી વિરુદ્ધ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો, હાફિઝે મોદીને ચેતવણી આપી હતી કે તે પાકિસ્તાનના હિન્દુઓને ઉશ્કેરવાની કોશીશ ના કરે. જ્યારે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ રહિફ શરીફે ડિફેન્સના જાહેર કાર્યક્રમમાં ફરી એકવાર કાશ્મીર રાગને આલાપ્યો હતો.

માત્ર નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની કલ્પના માત્રથી જ ભારતના કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાનના આકાઓ આટલા હરકતમાં આવી જતા હોય, તો તે માણસ(નરેન્દ્ર મોદી) જો દેશનો વડાપ્રધાન બને તો વિચારી શકાય છે કે ભારતની સામે કોઇપણ દેશ લાલ આંખ કરતા પહેલા ચોક્કસ વિચારશે. દેશની આર્થિક બાબત, આંતરિક સમસ્યાઓનો ખ્યાલ તો વડાપ્રધાને રાખવાનો જ હોય અને મોદીએ ગુજરાતમાં જે વિકાસ મોડેલ અમલમાં મૂક્યું છે તેના પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે તે રાષ્ટ્રીય ફલક પર પણ આ વિકાસના મોડેલને બૃહદ સ્વરૂપ આપવામાં જરૂર સક્ષમ હશે.

મોદીની હિલચાલથી પાક.માં કંપન

મોદીની હિલચાલથી પાક.માં કંપન

મોદીએ હંમેશા પોતાના ભાષણમાં કહ્યું છે કે પાકિસ્તાન સામે આપણે શા માટે ઝૂકીને રહેવું જોઇએ. તેને ઝૂકાવવાની વાત નથી પરંતુ તેની સામે આંખ મીલાવીને વાત થવી જોઇએ. કોઇને દબાવીએ પણ નહીં અને દબાઇએ પણ નહીં.

અમેરિકા વિઝા લેવા લાઇનમાં ઊભું રહે

અમેરિકા વિઝા લેવા લાઇનમાં ઊભું રહે

મોદીને પૂછાયેલા એક પ્રશ્નમાં કે શું વડાપ્રધાન બન્યા બાદ અમેરિકા જશો. તેમણે જણાવ્યું હતું કે મારે એવા ભારતું નિર્માણ કરવું છે કે અમેરિકા ભારતનો વિઝા લેવા માટે લાઇનમાં ઊભું રહે.

શું તમે વડાપ્રધાન બન્યા બાદ અમેરિકા જશો?

શું તમે વડાપ્રધાન બન્યા બાદ અમેરિકા જશો?

મોદીએ આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે વડાપ્રધાન હું મારી જાતે, મારા દમ પર નહી બનું, મને મારા 120 કરોડ દેશવાસીઓએ વડાપ્રધાન બનાવ્યો હશે, મારા દેશવાસીઓના હિતમાં તેમના કામ માટે હું જરૂર પડશે તો જઇશ.

હાફિઝ સઇદની મોદીને ચેતવણી

હાફિઝ સઇદની મોદીને ચેતવણી

જમાત-ઉદ-દાવા અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા નરેન્દ્ર મોદીને ચેતવણી આપી હતી. સઇદે ટ્વિટ કરીને જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં રહેનાર હિન્દુઓને ઉશ્કેરવાનું બંદ કરે. સઇદે દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં રહેનારા હિન્દુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાફિઝ સઇદે એક ટ્વિટ નહીં પરંતુ ધમકીભર્યા અંદાજમાં એક પછી એક ઘણા ટ્વિટ કર્યા હતા.
વધુ ટ્વિટ જોવા માટે ક્લિક કરો..

કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે

કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ રહીફ શરીફે જણાવ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે, અને તેને જેણે કાપવાની કોશીશ કરી તો પાકિસ્તાન ચૂપ બેસી રહેશે નહીં. જનરલે આ વાત ત્યારે ઉઠાવી જ્યારે ભારતમાં ચૂંટણી ચાલી રહી છે અને મોદીએ અનેકોવાર ભારત-પાકિસ્તાનને લઇને ટિપ્પણી કરી છે.
વધુ નિવેદન વાંચવા માટે ક્લિક કરો..

ચિકન બિરિયાનીનું ભોજ નહીં..

ચિકન બિરિયાનીનું ભોજ નહીં..

નરેન્દ્ર મોદીએ હંમેશા પોતાના ભાષણોમાં એવું સ્પષ્ટપણે કહેતા આવ્યા છે કે 'પાકિસ્તાન આપણા ત્યા ઘુસીને સૈનિકોના માથા વાઢીને લઇ જાય અને વડાપ્રધાન મનમોહન સિંહ પાકિસ્તાનના વડાપ્રધાનને ચિકન બિરિયાનીનું ભોજન કરાવે છે.'

પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવો જોઇએ

પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવો જોઇએ

ઇન્ડિયા ટીવીના ખાસ શો 'આપકી અદાલત'માં પણ નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે 'પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવો જોઇએ, તે જે ભાષામાં સમજે તે ભાષામાં તેને સમજાવવાની કોશીશ કરવી જોઇએ.'

દાઉદ વિશે મોદીએ શું કહ્યું હતું..

દાઉદ વિશે મોદીએ શું કહ્યું હતું..

ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેના સવાલ(શું મોદી પાકિસ્તાનમાંથી દાઉદને લાવી શકશે?)નો જવાબ આપતા મોદીએ જણાવ્યું હતું કે 'આતો મીનીમમ મેચ્યોરિટીની વાત છે આ કોઇ જાહેરમાં વાત કરવાનો મુદ્દો છે. શું અમેરિકાએ પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને ઠાર મારતા પહેલા પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી કે અમે આ કરવા જઇએ છીએ' જોકે મોદીના આ જવાબના વખાણ તો ખૂદ કોંગ્રેસીઓએ પણ કર્યા હતા.

English summary
Modi is still PM in waiting and Pakistan is afraid that what will happen when he come in rule? India want such kind of Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X