ગંગા ન નાવ તો ચાલશે, મોહિની એકાદશી વ્રત પણ કરે છે પાપોનો નાશ
ગંગા ન નાવ તો ચાલશે, મોહિની એકાદશી વ્રત પણ કરે છે પાપોનો નાશ
નવી દિલ્હીઃ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોહિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુએ સમુદ્ર મંથનથી નિકળતા અમૃત કલશને દાનવોથી બચાવવા માટે મોહિની રૂપ ધારણ કર્યું હતું. આ એકાદશીનું વ્રત સમસ્ય પાપોનો ક્ષય કરી વ્યક્તિના આકર્ષણ પ્રભાવમાં વૃદ્ધિ કરે છે. આનાથી વ્યક્તિ જ્યાં પણ જાય છે પૂજનીય થઈ જાય છે. પરિવાર, સમાજ અને દેશમાં એવા વ્યક્તિ પ્રતિષ્ઠિત હોય છે અને તેમની ખ્યાતી ચારોતરફ ફેલાય છે. મોહિની એકાદશીનું વ્રત 15મે 2019 બુધવારે આવી રહી છે.

મોહિની એકાદશીની માન્યતા
માન્યતાઓ મુજબ આપણા દ્વારા કરવામાં આવેલ પાપ કર્મના કારણે જ આપણે આપણા જીવનમાં મોહ બંધનમાં બંધાઈએ છીએ. મોહિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય પોતાના તમામ મોહ બંધનોથી મુક્ત થઈ જાય છે અને તેનાથી સમસ્ત પાપોનો નાશ થાય છે. જેના કારણે તે મૃત્યુ બાદ નર્કની યાનાઓથી છુટકારો મેળવી ઈશ્વરની શરણમાં ચાલ્યો જાય છે. મોહિની એકાદશીના વિષયમાં પુરાણ કથાઓમાં કહેવામાં આવ્યું છે કે સમુદ્ર મંથન બાદ અમૃત કલશ પામવા માટે દાનવો અને દેવતાઓ વચ્ચે વિવાદ થઈ ગયો તો ભગવાન વિષ્ણુએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી દાનવોને મોહિત કરી લીધા હતા અને તેમનાથી અમૃત કલશ લઈ દેવતાઓનું બધું જ અમૃત પી લીધું હતું. અમૃત પીધા બાદ દેવતાઓ અમાર થઈ ગયા. આ વૈશાખ શુક્લ એકાદશીનો દિવસ હતો માટે આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની રૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાનનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે.
મોહિની એકાદશી વ્રત કથા
પૌરાણિક કથાઓ મુજબ સરસ્વતી નદીના તટ પર ભદ્રાવતી નામની એક નગરી હતી. ત્યાં ચંદ્રવંશમાં ઉત્પન ધૃતિમાન નામનો રાજા રાજ કરતો હતો. તે નગરમાં ધનપાળ નામનો એક વૈશ્ય પણ રહેતો હતો. જે ધનધાન્યથી પરિપૂર્ણ અને સુખી જીવન ઝંખી રહ્યો હતો. તે હંમેશા પુણ્યકર્મ કરતાં ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો હતો. તેના પાંચ પુત્ર હતા. સુમના, દ્યુતિમાન, મેધાવી, સુકૃત અને ધૃષ્ટબુદ્ધિ. ધૃષ્ટબુદ્ધિ હંમેશા ખરાબ જુગાર રમવો, ચોરી કરવી વગરે જેવાં ખરાબ કાર્યોમાં લિપ્ત રહેતો હતો. તે નૃત્યાંગનાઓ અને પરસ્ત્રિઓ પર પોતાના પિતાનું ધન લુટાવતો હતો.
આ પણ વાંચો- અક્ષય તૃતીયાઃ ભગવાન પરશુરામે પોતાની માની હત્યા કેમ કરી હતી?
એક દિવસે તેના પિતાએ આ કંઈ સહન ન કર્યું અને પરેશાન થઈ તેના ઘરની બહાર કાઢી મૂક્યો. ધૃષ્ટબુદ્ધિ આમતેમ રખડવા લાગ્યો. ભૂખ્યો-તરસ્યો તે વ્યાકુળ થઈ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ જઈ પહોંચ્યો. મર્ષિની પાસે જઈ તે બોલ્યો- ભગવાન મારા પર દયા કરો. મને એવો કોઈ માર્ગ બતાવો જેનાથી મારા પાપ કર્મોથી મને મુક્તિ મળી જાય. ઋષિ કૌંડિન્યએ તેને વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી મોહિની એકાદશીનું વ્રત કરવાનો માર્ગ બતાવયો. ધૃષ્ટબુદ્ધિએ ઋષિ દ્વારા જણાવવામાં આવેલ વિધિ મુજબ મોહિની એકાદશીનું વ્રત કર્યું અને પોતાના પાપોથી મુક્તિ મેળવી.
મોહિની એકાદશી વ્રત વિધિ
જે વ્યક્તિ મોહિની એકાદશીનું વ્રત કરે છે તેણે એક દિવસ પહેલા એટલે કે દશમી તિથિની રાત્રિથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ. તે દિવસે સાંજે સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું જોઈએ. એકાદશીના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠી નિત્ય ક્રિયાથી નિવૃત્ત થઈ સ્નાન કરો. સંભવ ોય તો ગંગાજળને પાણીનાં નાખી નહાવું જોઈએ. સ્નાન કર્યા કરવા માટે કુશ અને તલના લેપનો ઉપયોગ કરો. સ્નાન બાદ સાફ વસ્ત્રો ધારણ કરી વિધિ-વિધાનથી ભવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પ્રતિમાની સામે ઘીનો દિપક પ્રગટાવો તથા પુનઃવ્રતનો સંકલ્પ લો. એક કળશ પર લાલ વસ્ત્ર બાંધી કળશની પૂજા કરો. જે બાદ તેની ઉપર વિષ્ણુની પ્રતિમા રાખો. પ્રતિમાને સ્નાનાદિથી શુદ્ધ કરી નવા વસ્ત્રો પહેરાવો. વિવિધરંગી પુષ્પોથી વિષ્ણુ ભગવાનને શ્રૃંગાર કરો. પુનઃ ધૂપ, દીપથી આરતી કરો અને મિષ્ટાન તથા ફળોનો ભોગ લગાવો. રાત્રિમાં ભગવાનના ભજન-કીર્તન કરો. બીજા દિવસે બ્રાહ્મણ ભોજન તથા દાન બાદ વ્રત ખોલો.
એકાદશી તિથિ સમય
- મોહિની એકાદશી પ્રારંભ 14 મે બપોરે 12.59 વાગ્યાથી
- મોહિની એકાદશી પૂર્ણ 15 મે સાંજે 10.35 વાગ્યે.
- પારણનો સમય 16 મે સાંજે 5.52થી 8.15 સુધી.












Click it and Unblock the Notifications
