For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષય તૃતીયાઃ ભગવાન પરશુરામે પોતાની માની હત્યા કેમ કરી હતી?

‘અક્ષય તૃતીય' ના દિવસે શાહજહાંપુરમાં જન્મેલા પરશુરામે પોતાના પિતાના કહેવાથી પોતાની માનું માથુ કાપી દીધુ હતુ.

|
Google Oneindia Gujarati News

'અક્ષય તૃતીય' ના દિવસે શાહજહાંપુરમાં જન્મેલા પરશુરામે પોતાના પિતાના કહેવાથી પોતાની માનું માથુ કાપી દીધુ હતુ. પૌરાણિક કથાઓમાં પરશુમારને 'ભગવાન વિષ્ણુ'નો છઠ્ઠો અવતાર કહેવામાં આવે છે અને તેમના જનમ દિવસથી જ વર્ષની શરૂઆત માનવામાં આવતી હતી. ભગવાન પરશુરામનો જન્મ ભલે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદમાં થયો હોય પરંતુ તેમની કર્મ તેમજ તપોભૂમિ જૌનપુર જિલ્લાના જમૈથા ગામમાં રહી જ્યાં તેમના પિતા મહર્ષિ યમદગ્નિ ઋષિનો આશ્રમ આજે પણ છે. તેમના જ નામ પર જૌનપુર જિલ્લાનું નામ યમદગ્નિપુરમ પડ્યુ હતુ પરંતુ બાદમાં લોકોએ આને 'જૌનપુર' કહેવાનું શરૂ કરી દીધુ.

આ પણ વાંચોઃ જય શ્રી રામના નારાને લઈ મમતા બેનરજીએ ભાજપને ઘેર્યુંઆ પણ વાંચોઃ જય શ્રી રામના નારાને લઈ મમતા બેનરજીએ ભાજપને ઘેર્યું

પરશુરામે કાપ્યુ હતુ પોતાની માનું માથુ

પરશુરામે કાપ્યુ હતુ પોતાની માનું માથુ

તમને જણાવી દઈએ કે પરશુરામ યમદગ્નિ અને રેણુકાની સંતાન હતા, ઈતિહાસના પાનાં પલટીએ તો માલુમ પડે કે એક વાર તેમના પિતાએ માનું માથુ કાપવાની આજ્ઞા આપી. પિતાની આજ્ઞાને માનીને તેમણે પલક ઝપકતા જ મા રેણુકાનું માથુ ધડથી અલગ કરી દીધુ. ત્યારબાદ ઋષિ યમદગ્નિએ પરશુરામને કહ્યુ કે વરદાન માંગે આના પર તેમણે કહ્યુ કે જો વરદાન આપવુ જ હોય તો મારી માને પુનઃજીવિત કરી દો, આના પર યમદગ્નિએ રેણુકાને ફરીથી જીવિત કરી દીધા.

મા રેણુકાનું મંદિર

મા રેણુકાનું મંદિર

જીવિત થયા બાદ રેણુકાએ કહ્યુ કે પરશુરામ તે માના દૂધનું ઋણ ચૂકવી દીધુ. આ રીતે આખા વિશ્વમાં પરશુરામ જ એવા વ્યક્તિ છે જે મા અને બાપ બંનેના ઋણમાંથી મુક્ત થયા હતા, જૌનપુરના જમૈથામાં હજુ પણ તેમની માતા રેણુકાનું મંદિર છે જ્યાં લોકો પૂજા અર્ચના કરે છે.

‘અક્ષય તૃતીયા' ખૂબ જ માનક દિવસ છે

‘અક્ષય તૃતીયા' ખૂબ જ માનક દિવસ છે

‘અક્ષય તૃતીયા' જેને અખાત્રીજ પણ કહે છે, હિંદુ ધર્મના અનુયાયીઓ ઉપરાંત જૈન ધર્મને માનનારા માટે પણ એક પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ પ્રસંગે લગ્ન અને ઘરેણા ખરીદવા માટે શુભ માનવામાં આવે છે અને ઘણા લોકો આ દિવસને મકાન ખરીદવા જેવા બીજા ઘણા શુભ કામને પણ કરવાનું પસંદ કરે છે.

ગણેશજીએ શરૂ કરી મહાભારતની રચના

ગણેશજીએ શરૂ કરી મહાભારતની રચના

‘અક્ષય તૃતીયા'ને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે ભગવાન ગણેશે આ દિવસે મહાભારતને લખવાનું શરૂ કર્યુ હતુ. ભગવાન ગણેશે વેદ વ્યાસજી સામે શરત રાખી હતી કે જે સમયે તે મહાભારતને લખવાનું શરૂ કરશે ત્યારે તેમની કલમ એક ક્ષણ પણ નહિ રોકાય.

અક્ષય એટલે ક્યારેય ખતમ ન થવુ

અક્ષય એટલે ક્યારેય ખતમ ન થવુ

અક્ષય શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને આનો અર્થ થાય છે ક્યારેય ખતમ ન થનાર એટલે કે જેનો ક્યારેય ક્ષય ન થાય, માનવામાં આવે છે કે આ દિવસે લોકોનું જીવન ગુડલક અને સફળતા લઈને આવે છે, અક્ષય તૃતીયાના પ્રસંગે ગયા વર્ષે આખા દેશમાં લગભગ 10,000 લગ્ન થયા હતા અને માનવામાં આવે છે કે આ દિવસે લગ્નના બંધનમાં બંધાનાર જોડીઓ આગલા સાત જન્મો સુધી સાથે રહે છે અને તેમના ભગવાનના આશીર્વાદ મળે છે.

English summary
In 2019, Parshuram Jayanti celebrated today. why this day is celebrated as Lord Parshuram Jayanti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X