Monsoon : શું હોય છે દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું? કેવી રીતે કેરળ થઈને પુરા ભારતમાં પહોંચે છે?

Monsoon : મેં મહિનો આવતા જ ભારતમાં મોનસુની ગતિના સમાચાર આવવા લાગે છે. ભારતમાં ચોમાસું આંદમાન બાદ કેરળ થઈને ઉત્તર ભારત તરફ આગળ વધે છે.

સામાન્ય રીતે 20 થી 25 જૂન વચ્ચે ચોમાસું ઉત્તર ભારત પહોંચે છે અને 15મી જુલાઈ સુધીમાં સમગ્ર ભારતને આવરી લે છે. આજે અમે તમને ચોમાસું કેવી રીતે આવે તેના વિશે વિગતે જણાવી રહ્યાં છીએ.

Monsoon

સાદા શબ્દોમાં તમે મોનસૂન રિવર્સલ ઓફ વિન્ડ કહી શકો છો. એક દિશામાંથી ઓછામાં ઓછા 120 ડિગ્રી અથવા સંપૂર્ણપણે 180 ડિગ્રી સુધી પવનનું રિવર્સલ મોનસુન કહેવાય છે.

ચોમાસું કેવી રીતે રચાચ છે?
ઉનાળાની ઋતુમાં જ્યારે સૂર્ય હિંદ મહાસાગરમાં વિષુવવૃત્તની સીધો ઉપર હોય છે ત્યારે ચોમાસાની રચના થાય છે. આ પ્રક્રિયા દરમિયાન સમુદ્રનું તાપમાન 30 ડિગ્રી અને પૃથ્વીનું તાપમાન 45-46 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

આ સ્થિતિ સર્જાતા જ હિંદ મહાસાગરના દક્ષિણ ભાગમાં ચોમાસાના પવનો સક્રિય થઈ જાય છે અને પછી આ પવનો વિષુવવૃત્તને પાર કરીને એશિયા તરફ આગળ વધવા લાગે છે.

આ સમય દરમિયાન સમુદ્ર પર વરસાદી વાદળો બનવાની પ્રક્રિયા ઝડપી બને છે. બાદમાં આ પવનો અને વરસાદી વાદળો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફ જાય છે જેના કારણે વરસાદ થાય છે.

ભારતમાં ચોમાસાની ગતિ
જ્યારે જોરદાર પવન અને વરસાદી વાદળો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સુધી પહોંચે છે ત્યારે તે બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ મુંબઈ, ગુજરાત અને રાજસ્થાન થઈને અરબી સમુદ્ર તરફ જાય છે, જ્યારે બીજો ભાગ બંગાળની ખાડીમાંથી પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર-પૂર્વ થઈને હિમાલય સાથે અથડાઈને ગંગાની તળેટી તરફ વળે છે. આ રીતે ચોમાસું ભારતને બે ભાગમાં આવરી લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X