ભારતના આ શહેરમાં રહે છે સૌથી વધુ કરોડપતિ, જાણો વિશ્વના સૌથી અમીર 5 શહેરો વિશે
દુનિયાના અમીર શહેરોની વાત આવે એટલે ભારતની વાત ચોક્કસ આવે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના અમીર શહેરોમાં ભારતના શહેરો ઘણા પાછળ છે.
હવે સવાલ થાય કે દુનિયાનું સૌથી અમીર શહેર કયુ? આ લિસ્ટમાં ભારતના શહેરનોનું સ્થાન ક્યાં છે અને કયુ શહે સૌથી વધુ અમીરોને સાચવી રહ્યું છે?

બ્રિટિશ કંપની હેનલી એન્ડ પાર્ટનર્સના એક રિપોર્ટમાં વિશ્વના સૌથી ધનિક શહેરોના નામ આપવામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યાદીમાં ભારતનું માત્ર એક શહેર સામેલ છે.
રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્કમાં અંદાજે 3,50,000 કરોડપતિઓ છે. આ વિશ્વના અન્ય શહેરો કરતાં વધુ છે. સૌથી અમીર શહેરોની યાદીમાં ન્યૂયોર્ક ટોપ પર છે. અહીં દુનિયાના સૌથી વધુ અમીરો નિવાસ કરે છે.
કરોડપતિ શહેરોની યાદીમાં કેલિફોર્નિયાનો બે એરિયા બીજા ક્રમે આવે છે. છેલ્લા 10 વર્ષમાં આ શહેરમાં કરોડપતિઓની વસ્તીમાં 82%નો વધારો થયો છે. અહીં અમીરોનો જમાવડો થઈ રહ્યો છે.
હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ અનુસાર, આ યાદીમાં ભારતનું બેંગલુરુ શહેર સામેલ છે. જ્યાં મોટાભાગના કરોડપતિઓ રહે છે. છેલ્લા 10 વર્ષમાં અહીં કરોડપતિઓની વસ્તી બમણી થઈ છે. ભારતનું આ એકમાત્ર શહેર આ યાદીમાં સામેલ છે. અહીં ઝડપથી અમીરોની વસ્તી વધી રહી છે.












Click it and Unblock the Notifications
