આ દેશોમાં થાય છે દુનિયાના સૌથી વધુ દૂધનું ઉત્પાદન, જાણો ભારત લિસ્ટમાં ક્યાં છે?
દુનિયાભરમાં ભારતનું સ્થાન ટોચના દૂધ ઉત્પાદકોમાં છે. દુનિયાના મોટાભાદના દેશોમાં દૂધનો કોઈને કોઈ રીતે ઉપયોગ થાય છે ત્યારે આજે અમે તમને દુનિયાના ટોચના દૂધ ઉત્પાદક દેશો વિશે જણાવવાના છીએ.
આજે અમે તમને દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે બ્રાઝિલ દૂધ ઉત્પાદનમાં પાંચમા સ્થાને આવે છે. અહીં વાર્ષિક 3.55 કરોડ ટન દૂધનું ઉત્પાદન થાય છે.

આ પછી ચોથા નંબર પર ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનું નામ આવે છે. પાકિસ્તાન દર વર્ષે 45.6 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કરે છે. આ રીતે દૂધ ઉત્પાદનના મામલે પાકિસ્તાન ખૂબ જ સારી સ્થિતિમાં છે.
દૂધ ઉત્પાદનના મામલે અમેરિકા પણ આગળ છે. ટોચના 5 દૂધ ઉત્પાદક દેશોમાં અમેરિકા ત્રીજા સ્થાને છે. અમેરિકામાં વાર્ષિક 98.6 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થાય છે.
આ યાદીમાં યુરોપિયન યુનિયનનું નામ બીજા નંબરે આવે છે. અહીં વાર્ષિક 16.73 કરોડ ટન દૂધનું ઉત્પાદન થાય છે.
ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આપણે વાર્ષિક 18.61 કરોડ ટન દૂધનું ઉત્પાદન કરીએ છીએ. આ જ કારણ છે કે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે.












Click it and Unblock the Notifications
