For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ નહી મનીષ સિસોદિયા બનશે CM, અરવિંદ બનશે PM!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સરકાર બનાવવાના સંકેત આપી દિધા છે, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે તેના પર અંતિમ નિર્ણય તેમને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર છોડી દિધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોની ટુકડીના નેતા પસંદ પસંદ કરવામાં આવ્યા છે.

જે વ્યક્તિ ધારાસભ્યોની ટુકડીના હોય છે તે સામાન્ય રીતે મુખ્યમંત્રીના રૂપમાં શપથ લે છે, પરંતુ અરવિંદ કેજરીવાલનું આજનું નિવેદન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે, એ તો સ્પષ્ટ થઇ ગયું છે કે અરવિંદ કેજરીવાલ તો મુખ્યમંત્રી નહી બને. જો સીધી વાત કરીએ તો અરવિંદ કેજરીવાલની નજર પીએમની ખુરશી પર છે તેના માટે તેમને રાષ્ટ્રીય રાજકારણમાં પગ પેસારો કરવો પડશે.

દિલ્હીમાં સરકાર બનાવવી કે નહી તે માટે આમ આદમી પાર્ટીએ લોકોનો અભિપ્રાય પ્રાપ્ત કર્યો છે જેનો આજે અંતિમ દિવસ છે. આપની યોજાયેલી બેઠકમાં 80 ટકા લોકોએ માન્યું છે કે પાર્ટીએ સરકાર બનાવી જોઇએ, ભલે તેને કોંગ્રેસ પાસેથી સમર્થન કેમ લેવું ન પડે.

જ્યાં સુધી મુખ્યમંત્રી બનવાનો પ્રશ્ન છે તો આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે પાર્ટીના ધારાસભ્યો એ નક્કી કરશે કે દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે. ધારાસભ્યોની ટુકડીના નેતા પસંદ કરવામાં આવ્યા છતાં અરવિંદ કેજરીવાલનું નિવેદન એ સંકેત આપે છે કે મુખ્યમંત્રીનું પદ અરવિંદક કેજરીવાલ નહી સંભાળે.

મનીષ સિસોદિયા બનશે સીએમ

મનીષ સિસોદિયા બનશે સીએમ

જો અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી નહી બને તો સ્પષ્ટ છે કે પાર્ટીમાં બીજા નંબરના નેતા મનીષ સિસોદિયાનું નામ આવે છે. વિશ્વનિય સૂત્રોના જણાવ્યા અનુસાર મનીષ સિસોદિયાને સીએમ બનાવવાનો તર્ક લગાવવામાં આવી રહ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય સ્તર પર પાર્ટીનો પ્રચાર-પ્રસાર કરવાનો છે અને દિલ્હીના સીએમ બનીને તે આ કામ સારી રીતે ન કરી શકે.

રાષ્ટ્રીય સ્તરે કેજરીવાલની લોકપ્રિયતા વધી

રાષ્ટ્રીય સ્તરે કેજરીવાલની લોકપ્રિયતા વધી

આમ આદમી પાર્ટીના નેતાઓએ આ વાતને લઇને શંકા વ્યક્ત કરી છે કે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસ અને ભાજપ તેમને દિલ્હી સુધી સીમિત રાખવા માંગે છે. કારણ કે દિલ્હીની ચૂંટણીમાં 28 સીટ જીત્યા બાદ અરવિંદ કજરીવાલની લોકપ્રિયતા રાષ્ટ્રીય સ્તર પર જોરદાર વધી રહી છે.

કેજરીવાલ દિલ્હી માટે આત્મઘાતી પગલું

કેજરીવાલ દિલ્હી માટે આત્મઘાતી પગલું

શુક્રવારે અરવિંદ કેજરીવાલે પોતે સંકેત આપ્યા હતા કે જો તે મુખ્યમંત્રી બનશે તો તેમના દેશવ્યાપી પ્રચાર-પ્રસારની યોજના પર અસર વર્તાઇ શકે છે. આમ આદમી પાર્ટીના નેતા અંગત રીતે માને છે કે અરવિંદ કેજરીવાલને દિલ્હી સુધી રાખવા આત્મધાતી પગલું હશે. જો અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બની જશે તો તે કોંગ્રેસ અને ભાજપની જેમ ટીકા નહી કરી શકે જે પ્રકારે અત્યાર સુધી કરતા આવ્યા છે.

તો આપના નેતા બદલાઇ જશે

તો આપના નેતા બદલાઇ જશે

અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયા જ પાર્ટીમાં વરિષ્ઠ ધારાસભ્ય છે. જો આમ આદમી પાર્ટી તેમને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરે છે તો પાર્ટીના ધારાસભ્યોની ટુકડીના નેતા બદલાઇ જશે. જો કે હાલ તો અરવિંદ કેજરીવાલ ધારાસભ્યોની ટુકડીના નેતા છે.

દિલ્હીની સરકાર પર નજર રાખશે

દિલ્હીની સરકાર પર નજર રાખશે

શાજિયા ઇજ્મી અને ગોપાલ રાય ચૂંટણીમાં હારી ચૂક્યાં છે. આપના સંરક્ષકની ભૂમિકામાં યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ ક્યારેય ચૂંટણી લડ્યા નથી. આ પ્રમાણે અરવિંદ કજેરીવાલ, યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ ત્રણેય રાષ્ટ્રીય સ્તર પર પાર્ટીની રણનિતી બનાવવાની સાથે દિલ્હીમાં બનનારી પોતાની આપની સરકાર પર નજર રાખશે.

English summary
A move is afoot to make Manish Sisodia the chief minister of Delhi in place of Arvind Kejriwal, with nearly 80 per cent people in AAP meetings across Delhi expressing their view that the Aam Aadmi Party must form a government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X