દેશમાં મુસલમાનો રોજ 32.66 રૂપિયાથી ગુજરાન ચલાવે છે: સર્વે
નવી દિલ્હી, 21 ઓગષ્ટ: દેશના વિભિન્ન ધાર્મિક સમુદાયોમાં મુસલમાનોનું જીવન સ્તર સૌથી વધુ નીચે આંકવામાં આવ્યું છે અને તે રોજ સરેરાશ ફ્ક્ત 32.66 રૂપિયા (પ્રતિ વ્યક્તિ) જીવન ગુજરાન ચલાવે છે. એક સરકારી સર્વે ભારતના મુખ્ય ધર્મના લોકોમાં રોજગારી અને બેરોજગારીની સ્થિતીમાં આ નિષ્કર્ષ નિકાળવામાં આવ્યો હતો. આ સર્વે રાષ્ટ્રીય નમૂના સર્વે સંગઠન (એનએસએસઓ)એ કરાવ્યો છે. આ સર્વે અનુસાર સિખ ધર્મ સમુદાયના લોકો સરેરાશ પ્રતિ વ્યક્તિનો ખર્ચ 55.30 રૂપિયા પ્રતિ દિવસ, હિન્દુઓમાં 37.50 રૂપિયા તથા ખ્રિસ્તી સમુદાયના લોકો સરેરાશ એક વ્યક્તિનો ખર્ચ 51.43 રૂપિયા પ્રતિ દિવસ આંકવામાં આવ્યો છે.
આ અનુસાર અખિલ ભારતીય સ્તર પર 2009-10માં સિખ સમુદાયના પરિવારોમાં સરેરાશ માસિક પ્રતિવ્યક્તિ ખર્ચ (એમપીસીઇ) 1659 રૂપિયા, અને મુસ્લિમ પરિવારોમાં સરેરાશ પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ 980 રૂપિયા રહ્યો છે. સરેરાશ પારિવારિક એમપીસીઇને આવકનું પ્રતિક માનવામાં આવે છે અને આ કોઇ પરિવારના જીવન સ્તરને પરિલક્ષિત કરે છે.
આ સર્વે અનુસાર હિન્દુ તથા ઇસાઇના માટે સરેરાશ એમપીસીઇ ક્રમશ: 1125 રૂપિયા અને 1543 રૂપિયા રહ્યો. સર્વે અનુસાર અખિલ ભારતીય સ્તર પર ગામડાંઓમાં સરેરાશ દર મહિને પ્રતિ વ્યક્તિ વપરાશ 901 રૂપિયા તથા શહેરોમાં 1773 રૂપિયા છે. કુલ મળીને સરેરાશ એમપીસીઇ 1128 રૂપિયા છે.
આ મુજબ ગ્રામીણ વિસ્તારોમાં મુસ્લિમ પરિવાર સૌથી નીચલા ક્રમે છે જેની સરેરાશ એમપીસીઇ 833 છે. ત્યારબાદ હિન્દુ પરિવારોમાં સરેરાશ એમપીસીઇ 888 રૂપિયા, ઇસાઇઓમાં 1296 રૂપિયા તથા સિખ પરિવારોમાં આ 1498 રૂપિયા છે. તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં મુસ્લિમ પરિવારોની સરેરાશ એમપીસીઇ સૌથી ઓછી 1272 રૂપિયા, હિન્દુની 1797 રૂપિયા, ઇસાઇ પરિવારની 2053 રૂપિયા તથા સિખ પરિવારની 2180 છે.

ભારતમાં હિન્દુઓનું સ્તર
દેશના વિભિન્ન ધાર્મિક સમુદાયોમાં મુસલમાનોનું જીવન સ્તર સૌથી વધુ નીચે આંકવામાં આવ્યું છે અને તે રોજ સરેરાશ ફ્ક્ત 32.66 રૂપિયા (પ્રતિ વ્યક્તિ) જીવન ગુજરાન ચલાવે છે. એક સરકારી સર્વે ભારતના મુખ્ય ધર્મના લોકોમાં રોજગારી અને બેરોજગારીની સ્થિતીમાં આ નિષ્કર્ષ નિકાળવામાં આવ્યો હતો. આ સર્વે રાષ્ટ્રીય નમૂના સર્વે સંગઠન (એનએસએસઓ)એ કરાવ્યો છે. આ સર્વે અનુસાર cના લોકો સરેરાશ પ્રતિ વ્યક્તિનો ખર્ચ 37.50 રૂપિયા પ્રતિ દિવસ આંકવામાં આવ્યો છે.

ભારતમાં મુસ્લિમોનું સ્તર
દેશના વિભિન્ન ધાર્મિક સમુદાયોમાં મુસલમાનોનું જીવન સ્તર સૌથી વધુ નીચે આંકવામાં આવ્યું છે અને તે રોજ સરેરાશ ફ્ક્ત 32.66 રૂપિયા (પ્રતિ વ્યક્તિ) જીવન ગુજરાન ચલાવે છે. એક સરકારી સર્વે ભારતના મુખ્ય ધર્મના લોકોમાં રોજગારી અને બેરોજગારીની સ્થિતીમાં આ નિષ્કર્ષ નિકાળવામાં આવ્યો હતો. આ સર્વે રાષ્ટ્રીય નમૂના સર્વે સંગઠન (એનએસએસઓ)એ કરાવ્યો છે.

ભારતમાં સિખોનું સ્તર
આ સર્વે અનુસાર સિખ સમુદાયના લોકો સરેરાશ પ્રતિ વ્યક્તિનો ખર્ચ 55.30 રૂપિયા પ્રતિ દિવસ આંકવામાં આવ્યો છે.

ભારતમાં ઇસાઇઓનું સ્તર
આ સર્વે અનુસાર ઇસાઇ સમુદાયના લોકો સરેરાશ પ્રતિ વ્યક્તિનો ખર્ચ 51.43 રૂપિયા પ્રતિ દિવસ આંકવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
