કેટલાક એવા પ્રશ્નો જેનો જવાબ આપવા માંગતા નથી મોદી
નવી દિલ્હી, 27 એપ્રિલ: ઇન્દિરા ગાંધીએ જ્યારે પોતાની રાજકીય શરૂઆત કરી હતી તો તેમના ઓછા બોલવાના લીધે 'ગૂંગી ગૂડિયા' કહેવામાં આવતું હતું. દેશના વડાપ્રધના મનમોહન સિંહ પણ ઓછુ બોલે છે, તેમછતાં જ્યારે તે બોલ્યાં તો પણ મુશ્કેલથી સાંભળાઇ છે. નરેન્દ્ર મોદી રોજ બોલે છે અને સૌથી ઝડપી છે જ્યારે વાત કેટલાક પ્રશ્નોની આવે છે તો તે ચૂપ થઇ જાય છે.
આમ તો તેમનો અવાજ બુલંદ છે. લોકોને જગાડી દે એવો અવાજ છે, પરંતુ જ્યારે આ પ્રશ્નો તેમની સામે આવે છે તો તેમના મોંઢા પર તાળું લાગી જાય છે. આ કેટલાક એવા પ્રશ્ન છે કે જેનો જવાબ તેમની પાસે મીડિયા જાણવા માંગે છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ તેમને કેટલાક પ્રશ્નો પૂછે છે, પરંતુ નરેન્દ્ર મોદી આ પ્રશ્નો પર ચૂપ છે. તમને જણાવી દઇએ કે તે કયા પ્રશ્નો છે જેનો જવાબ આપવાથી નરેન્દ્ર મોદી બચતા રહે છે.

હજુ સુધી આપ્યો નથી જવાબ
નરેન્દ્ર મોદીના રાજકીય કેરિયર પર કાળો દાગ બની ચૂકેલા ગુજરાત રમખાણ તેમના માર્ગમાં સૌથી મોટી મુશ્કેલી છે. મીડિયાથી માંડીને ટીકાકારો સુધી નરેન્દ્ર મોદીને આ પ્રશ્ન પૂછવા માંગે છે, પરંતુ દર વખતે તે ટાળી દે છે.

કેજરીવાલના પ્રશ્નોથી સન્ન
અરવિંદ કેજરીવાલે ગેસના પ્રસ્તાવિક નવા ભાવને લઇને ઘણીવાર નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછ્યા છે. અરવિંદ કેજરીવાલનો આરોપ છે કે ગેસના ભાવમાં વધારાથી મુકેશ અંબાણીના સ્વામિત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝને મોટો ફાયદો થશે. અરવિંદ કેજરીવાલે ઘણીવાર નરેન્દ્ર મોદીને આ મુદ્દે બોલવાનો પડકાર ફેંક્યો છે. અરવિંદ કેજરીવાલનો આરોપ છે કે કારણ કે અંબાણીના ખાસ છે એટલા માટે તે અંબાણી વિરૂદ્ધ કંઇપણ કહી શકતા નથી.

પાણીની માફક ખર્ચે પૈસા
નરેન્દ્ર મોદીને જ્યારથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારથી તે દેશભરમાં ઉડાણ ભરી રહ્યાં છે. જેટ, ચોપર અને હેલિકોપ્ટર મોદીની હવાઇ બેડામાં સામેલ છે. અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પર કરવામાં આવતાં ભારે ખર્ચ પર સવાલ ઉઠાવ્યા છે પરંતુ બંને પાર્ટીઓએ તેમને કોઇ જવાબ આપ્યો નથી.

પ્રશ્નથી સન્ન મોદી
ગત વર્ષે નવેમ્બરમાં નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વનિય સહયોગી અમિત શાહ પર એક મહિલાની જાસૂસીનો આરોપ લગાવ્યો. નરેન્દ્ર મોદી પાસે આ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે પરંતુ ના તો તેમણે આ અંગે એકપણ શબ્દ કહ્યો છે અને ના તો એ જણાવ્યું છે કે આ ગેરકાનૂની જાસૂસીનો આદેશ કેમ આપવામાં આવ્યો હતો.

જશોદાબેનના નામ પર મૌન
વડોદરમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરતી વખતે નરેન્દ્ર મોદીએ એ સ્પષ્ટ કરી દિધું કે તે પરણિત છે અને પોતાની પત્ની તરીકે જશોદાબેનનું નામ લખ્યું. આ પહેલાં દરવખતે ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમણે વૈવાહિત સ્થિતીવાળું ખાનું ખાલી છોડ્યું હતું. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોદી ચૂપ થઇ જાય છે.

માયા પર મૌન મોદી
મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા માયા કોડનાનીને 2002ના રમખાણોમાં તેમની ભૂમિકા માટે 28 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 2009માં ધરપકડ બાદ તેમને મંત્રીપદ પરથી રાજીનામું આપી દિધું હતું. તેમના પર રમખાણોમાં સામેલ હોવાનો આરોપ લાગ્યા હોવા છતાં નરેન્દ્ર મોદીએ તેમણે પોતાની સરકારમાં સામેલ કર્યા હતા. આ વિશે તેમને સતત પ્રશ્ન પૂછવામાં આવ્યા, પરંટુ મોદી ચૂપ છે.

પોતાની ટીકાથી મોદીને ધૃણા
બે ગુજરાતી પત્રકાર ભરત દેસાઇ અને પ્રશાંત દયાળ પર દેશદ્રોહનો આરોપ લગાવ્યો. કોઇ જાણીતા પત્રકાર વિરૂદ્ધ આ ઘણા સંગીન આરોપ છે. નરેન્દ્ર મોદી આ મુદ્દે હજુ સુધી મૌન છે.












Click it and Unblock the Notifications
