• search

Election Express:પવારે મોદી કહ્યાં 'પાગલ' તો હાજી યાકૂબે ગણાવ્યા 'રાક્ષક'

By Kumar Dushyant

ગાંધીનગર, 21 માર્ચ: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.

દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

'મોદીએ હજુ સુધી સંસદનો દરવાજો પણ જોયો નથી'

'મોદીએ હજુ સુધી સંસદનો દરવાજો પણ જોયો નથી'

ઇન્દોર: દેશના સૌથી મોટા રાજકીય હોદ્દા માટે નરેન્દ્ર મોદીની યોગ્યતા પર સવાલ ઉઠાવતાં કોંગ્રેસ મહાસચિવ મોહન પ્રકાશે કટાક્ષ કર્યો છે કે જે વ્યક્તિએ હજુસુધી સંસદનો દરવાજો પણ જોયો નથી, તેને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

બસપાના નેતાએ કહ્યું, જાલીમ અને રાક્ષસ છે નરેન્દ્ર મોદી

બસપાના નેતાએ કહ્યું, જાલીમ અને રાક્ષસ છે નરેન્દ્ર મોદી

મુરાદાબાદ: લોકસભા ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે અને નેતાઓ જુબાની હુમલો તેજ કરી દિધો છે. આ જુબાની હુમલામાં બધી જ મર્યાદાઓને નેવે મુકી દેવામાં આવી છે અને અવાર-નવાર વિપક્ષી નેતાઓ પર આપત્તિજનક તથા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે.

હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ લોકસભા સીટ પરથી બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ઉમેદવાર હાજી યાકુબ કુરૈશીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને દેશના સૌથી મોટા દુશ્મન ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીને લઇને વાંધાજનક નિવેદન આપતાં યાકુબે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશના મોટા દુશ્મન હોવાની સાથે સાથે જાલીમ રાક્ષસ પણ છે

પાગલ થઇ ગયા છે 'નમો', સારવાર કરાવે: શરદ પવાર

પાગલ થઇ ગયા છે 'નમો', સારવાર કરાવે: શરદ પવાર

જાલના: રાકાંપા અધ્યક્ષ શરદ પવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ઢંગઢાળા વગરની વાતો કરે છે અને તેમની સારવાર મેન્ટલ હોસ્પિટલમાં કરાવવી જોઇએ.

કેન્દ્રિય કૃષિ મંત્રીએ એક રેલીમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પાગલ થઇ ગયા જે બકવાસ વાતો કરી રહ્યાં છે અને તેમની સારવાર મેન્ટલ હોસ્પિટલમાં કરાવવી જોઇએ. શરદ પવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યાં છે. શું નરેન્દ્ર મોદી સ્વતંત્રતા સંગ્રામમાં કોંગ્રેસના બલિદાન અને યોગદાન વિશે જાણે છે? કોંગ્રેસની વિચારધારાના લીધે આપણને આઝાદી મળી.

સોનિયાએ કેજરીવાલ પર તાક્યું તીર: સરકાર ચલાવવી બાળકોનો ખેલ નથી

સોનિયાએ કેજરીવાલ પર તાક્યું તીર: સરકાર ચલાવવી બાળકોનો ખેલ નથી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાએ ગાંધી રવિવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જે ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા નથી, તે દેશભક્તિની ભાવનાને સમજી ન શકે અને જો તેમને સત્તા મળી જાય છે તો તેનાથી દેશ બરબાદ થઇ જશે. જ્યારે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું હતું કે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કેટલાક લોકો વિચારે છે કે સરકાર ચલાવવી બાળકોનો ખેલ છે. 'તમે જોયું હશે કે કેવી રીતે તે દિલ્હી (સરકાર)થી ભાગી ગયા.'

રાહુલ ગાંધી આજે ઓરિસ્સા અને છત્તીસગઢમાં રેલી સંબોધિત કરશે

રાહુલ ગાંધી આજે ઓરિસ્સા અને છત્તીસગઢમાં રેલી સંબોધિત કરશે

ભુવનેશ્વર: લોકસભા ચૂંટણી નજીક આવતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પ્રચાર અભિયાને એકદમ તેજ કરી દિધું છે. આ અનુસંધાને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે છત્તીસગઢ અને ઓરિસ્સામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.

ચિદમ્બરમનો મોદીને પડકાર

ચિદમ્બરમનો મોદીને પડકાર

કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે આજે જણાવ્યું કે જો મને હિન્દી આવડતું હોત તો હું વારાણસીથી મોદી સામે ચૂંટણી લડત પરંતુ નરેન્દ્ર મોદી મારી સામે શીવગંગાથી ચૂંટણી નહીં લડી શકે. આ ઉપરાંત તેમણે કહ્યું કે મોદીને રમખાણોમાં સીટની મળેલી ક્લીન ચિટ ફાઇનલ ક્લીન ચિટ નથી.

આપમાં જાવેદ ઝાફરીની એન્ટ્રી

આપમાં જાવેદ ઝાફરીની એન્ટ્રી

તાજેતરની માહિતી અનુસાર આમ આદમી પાર્ટીમાં જાણીતા અભિનેતા જાવેદ ઝાફરી જોડાયા છે અને તે લખનઉથી રાજનાથ સિંહની સામે ચૂંટણી લડશે.

English summary
In a scathing attack, NCP chief Sharad Pawar on Sunday said Narendra Modi needs to be "treated in a mental hospital for talking rubbish".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more