મોદી Effect ! : ચૂંટણી પહેલા અફજલને ફાંસી?
મુંબઇ હુમલામાં બચી ગયેલા એક માત્ર આતંકવાદી અજમલ કસાબને 21 નવેમ્બરના રોજ ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ ભાજપે કેન્દ્રની યુપીએ સરકારના આ નિર્ણયના વખાણ પણ કર્યા અને ટોણો પણ માર્યો કે હવે અબઝલ ગુરૂનું શું થશે? જેમાં નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં દુ:ખ વ્યક્ત કરતા પ્રશ્ન કર્યો હતો કે 'અફજલ ગુરુનું શું છે, જેણે 2001માં લોકશાહીના મંદીર એવી સંસદ પર હુમલો કર્યો હતો? જે કસાબ કરતા પણ વધારે જઘન્ય અપરાધ છે'
ધી પાયોનીયરમાં છયાપાયેલા અહેવાલ અનુસાર તીહાર જેલમાં એવી ગતિવિધિયો થઇ રહી છે કે અફજલ ગુરુને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ફાંસીના માચડે લટકાવી દેવામાં આવે. અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અફજલ ગુરુની દયા અરજી ફગાવી દઇ તેને ગૃહમંત્રી સુશીલ કુમાર શીંદેને મોકલી આપી છે.
રાષ્ટ્રપતિએ આ ગૃહમંત્રી પાસે આ પહેલા અફજલ ગુરુની ફાંસી રોકી રાખવા અંગે પી ચિદમ્બરમના અભિપ્રાય પણ મંગાવ્યા છે. અહેવાલ એવું પણ કહે છે કે જો અફજલને ગુજરાતની ચૂંટણી પહેલા ફાંસી અપાશે તો તેની અસર કસાબની ફાંસી અંગેના ઓપરેશન એક્ષ પર પડી શકે છે.
અહેવાલ એવો ઇશારો કરી રહ્યો છે કે જો અફજલને ચૂંટણી પહેલા ફાંસી આપવામાં આવે તો નરેન્દ્ર મોદીને તેના જ ગઢ સમાન રાજ્યમાં માત આપવાની આ કોંગ્રેસની યુક્તિ હોઇ શકે.
ગજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કાઓમાં યોજાવાની છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું ગૃહમંત્રાલય અફજલ ગુરુને ચૂંટણી પહેલા ફાંસીના માચડે લટકાવશે કે નહીં?