Opinion Poll 2014: NDAને 229 સીટો, તો UPAને મળશે 129 સીટો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 માર્ચ: દેશમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ટૂંક સમયમાં યોજાનારી ચૂંટણી માટે લોકોએ પોતાનું મન બનાવી લીધું છે અથવા તો પછી પોતાનું મન બનાવવાનું શરૂ કરી દિધું છે કે તે કોને વોટ આપશે... હંસા રિસર્ચે ભારતના લોકોના રાજકીય નાડીને પારખવા માટે દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ કર્યો છે...હંસા રિસર્ચના લગભગ બે લાખ લોકો સાથે વાતચીત કરી આ પોલ તૈયાર કર્યો છે.

સૌથી મોટો ઓપિનિયન પોલ 2014માં ગઇકાલ સુધી કુલ 319 સીટ પર ઓપિનિયન જાહેર કર્યો હતો. આજે ઓપિનિયન પોલના બીજા ભાગમાં 154 લોકસભા સીટો માટે અનુમાન જાહેર કર્યું, જે મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવશે.

એનડીટીવી-હંસા રિસર્ચના ઓપિનિયન પોલના અનુસાર, ભાજપને 543માંથી 195 અને એનડીએને 229 સીટો મળવાનું અનુમાન છે. તો બીજી તરફ કોંગ્રેસ મુશ્કેલીથી 100નો આંકડોઅ પાર કરી શકશે અને કોંગ્રેસની 106 સાથે યુપીએને 129 સીટો મળી શકે છે. આ ઉપરાંત વૈકલ્પિક મોરચા અને અન્ય નાના રાજકીય પક્ષોને કુલ મળીને 185 સીટો મળવાના અણસાર જોવા મળી રહ્યાં છે.

ઓપિનિયન પોલ 2014ના અનુસાર રાજ્યવાર સ્થિતી પર એક નજર

યુપી

યુપી

યુપીની 80 સીટો પર ભાજપને ભારે બઢત મળવાની આશા 40 (+30), બસપા 15 (-5), સપા 13 (-10), કોંગ્રેસ+આરએલડી 12 (-14) અહી ભાજપને 32% (+14) વોટની આશા, બસપા 23% (-4), સપા 17% (-6), કોંગ્રેસ+આરએલડી 17 (-4)

પંજાબ

પંજાબ

પંજાબની 13 સીટો પર કોંગ્રેસને 8 (0) સીટની આશા, ભાજપ+એસએડીને 5 (0) સીટો મળવાની આશા. અહી કોંગ્રેસને 41% (-4), ભાજપ+એસએડીને 40% (-4), આપને 9% અને બસપાને 5% (-1) વોટ મળવાની આશા.

આસામ

આસામ

આસામની 14 સીટો પર કોંગ્રેસ+ AUDF 13 (+5), ભાજપને 0 (-4), એજીપી 0 (-1), અન્ય 1 (0) સીટો મળવાની આશા. અહી કોંગ્રેસ+ AUDF ને 36% વોટની આશા, ભાજપને 18%, એજેપીને 13% વોટ.

ઓરિસ્સા

ઓરિસ્સા

ઓરિસ્સાની 21 સીટો પર બીજેડી 17 (+3), કોંગ્રેસ 3 (-3), ભાજપ 1 (+1), અન્ય 0 (-1) સીટો મળવાની આશા. અહીં બીજેડીને 40% (+3), કોંગ્રેસ 30% (-3), ભાજપને 17% (0) વોટ મળવાની આશા.

સીમાંધ્ર

સીમાંધ્ર

સીમાંધ્રની 25 સીટો પર વાયએસઆરસીને 15 (+15), કોંગ્રેસ 1 (-20), ભાજપ+ટીડીપીને 9 (+5) સીટો મળવાની આશા. અહીં વાયએસઆરસીને 43%, કોંગ્રેસ 14%, ભાજપ+ટીડીપીને 37% વોટ મળવાની આશા.

તેલંગાણા

તેલંગાણા

તેલંગાણાની 17 સીટો પર ટીઆરએસને 11 (+9), કોંગ્રેસ 5 (-7), અન્યને 1 (-2) સીટો મળવાની આશા. અહીં ટીઆરએસને 33%, કોંગ્રેસને 27%, ભાજપને 15% વોટ, ટીડીપી 8% વોટ મળવાની આશા.

કેરલ

કેરલ

કેરલની 20 સીટો પર યૂડીએફને 13 (-3) અને એલડીએફને 7 (+3) સીટો મળવાની આશા છે. અહીં યૂડીએફને 46% (-4), 4), એલડીએફને 38% (0), અને ભાજપને 9% (+2) વોટ મળવાની આશા છે.

એનડીટીવીનો સર્વે

એનડીટીવીનો સર્વે

એનડીટીવીનો સર્વેઃ 319માંથી ભાજપને 146, કોંગ્રેસને 40 બેઠક

English summary
BJP will have its best ever performance in the Lok Sabha elections bagging 195 seats, but NDA led by it will be 43 short of majority, a poll survey projected today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X