લ્યો ! હવે પિત્ઝાની જેમ 'કોન્ડોમ' ની પણ હોમ ડિલેવરી
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: કહેવામાં આવે છે કે એમ્બ્યુલન્સથી વધુ ઝડપી લોકોના ઘરે પિત્ઝા પહોંચે છે પરંતુ હવે કદાચ 'કોન્ડોમ' પહોંચશે. તમને લગાઇ લાગીને આ અમે શું કહી શું કહી રહ્યાં છીએ પરંતુ સાચી વાત છે સો ટકા સાચી વાત. દુબઇમાં 'કોન્ડોમ' બનાવનાર જાણીતી કંપની 'ડૂરેક્સે' એક નવી સર્વિસ શરૂ કરી છે જેના દ્વારા હવે લોકોને ઘરે બેઠા પિત્ઝાની જેમ 'કોન્ડોમ' મળશે. જો કોઇ વ્યકતિને ઘરે બેઠા 'કોન્ડોમ' ની જરૂરિયાત પડે છે અથવા તેને દુકાન પર જઇને 'કોન્ડોમ' ખરીદવામાં શરમ આવે છે તો તે ઘરે બેઠા જ 'કોન્ડોમ'નો ઓર્ડર આપી શકે છે જે એક કલાકની અંદર લોકોના ઘરે પહોંચી જશે.
આ સેવા હેઠળ સાંજે 4 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી એક કલાકમાં ક્યાંય પણ ડૂરેક્સના 'કોન્ડોમ' તમને મળી જશે. હોમ ડિલેવરી માટે વ્યક્તિને સ્માર્ટફોન અથવા ડૂરેક્સની વેબસાઇટ પર જઇને લોગીન કરીને ઓર્ડર આપવો પડશે. 'ડૂરેક્સ'નું કહેવું છે કે દુબઇમાં આ સર્વિસને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે માટે હવે તે બીજા દેશોમાં આ સેવા શરૂ કરવા જઇ રહી છે.

તો બીજી તરફ દુબઇના કેટલાક લોકોનું કહેવું છે કે કંપની તરફ આ એક સરાહનીય પગલું છે. વસ્તીવધારા પર પાબંધી લગાવવા માટે અને યૌન રોગોથી બચવા માટે 'કોન્ડોમ'નો ઉપયોગ એકદમ જરૂરી છે. પરંતુ મોટાભાગે લોકો શરમ અથવા ખચકાટના કારણે 'કોન્ડોમ' ખરીદતા નથી. પરંતુ હોમ ડિલેવરીથી લોકોની મુશ્કેલી દુર થઇ જશે જેના માટે 'ડૂરેક્સ'ને ધન્યવાદ આપવો જોઇએ અને તેની પ્રશંસા કરવી જોઇએ.












Click it and Unblock the Notifications
