અહીં માત્ર રંગીન અંડરવેર પહેરીને થાય છે નવા વર્ષની ઉજવણી, જાણો કેમ આવુ કરાય છે?

ભારત સહિત દુનિયાભરમાં નવા વર્ષનું આગમન શાનદાર રીતે કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં ઘણા દેશોમાં લોકો માત્ર અડરવેર પહેરીને નવા વર્ષની ઉજવણી કરે છે.

આજે આપણે કેટલાક એવા દેશોની વાત કરવા જઈ રહ્યાં છીએ. આ દેશો ત્યાં થતી શાનદાર ઉજવણી માટે દુનિયાભરમાં ફેમસ છે.

underwear

બ્રાઝિલઃ બ્રાઝિલમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બીચ પર ઉજવણી કરવામાં આવે છે. અહીં લોકો સફેદ વસ્ત્રો પહેરીને દરિયામાં સાત કૂદકા મારે છે. આ દરમિયાન તેઓ પોતાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરે છે. આ પછી તેઓ રંગીન અન્ડરવેર પહેરે છે.

બોલિવિયાઃ બોલિવિયામાં પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી અન્ડરવેર પહેરવાની પરંપરા છે. અહીં લોકો લાલ રંગના અન્ડરવેર પહેરીને પ્રેમની કામના કરે છે.

વેનેઝુએલા: વેનેઝુએલામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી અન્ડરવેર પહેરવાની પરંપરા છે. અહીં લોકો પીળા અન્ડરવેર પહેરીને ધન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરે છે.

આ પરંપરા કેવી રીતે શરૂ થઈ તે વિશે કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ કેટલાક લોકો માને છે કે આ પરંપરા પ્રાચીન રોમથી આવી છે. ત્યાં લાલ રંગને શુભ માનવામાં આવતો હતો.
કેટલાક લોકો માને છે કે આ પરંપરા આફ્રિકાથી આવી છે, જ્યાં લાલ રંગનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે કરવામાં આવતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X