આ આઇલેન્ડ પરથી આજસુધી કોઈ જીવતુ પાછુ નથી આવ્યુ, જાણો શું છે ખાસ?
આ દુનિયા રહસ્યમયી જગ્યાઓથી ભરેલી છે. ભારત સહિત દુનિયામાં ઘણી એવી જગ્યાઓ આવેલી છે જ્યાં થતી કેટલીક એક્ટિવિટીનો આજે પણ કોઈ જવાબ નથી.
આજે આપણે આવી જ એક રહસ્યમયી જગ્યાની વાત કરવાના છીએ. કહેવાય છે કે દરિયા વચ્ચે આપેલી આ જગ્યાએ જે કોઈ ગયુ તે ક્યારેય જીવતું પાછુ ફર્યુ નથી.

ઇટાલીમાં વેનિસ નજીક આવેલો એક નાનકડો ટાપુ તેના રહસ્યો માટે જાણીતો છે. પોવેગ્લિયા નામના આ ટાપુઓ વિશે હજારો ડરામણી કહાનીઓ અસ્તિત્વમાં છે.
પોવેગ્લિયા ટાપુનો ઇતિહાસ ભયાનક કહાનીઓથી ભરેલો પડેલો છે. 14મી સદીમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે આ ટાપુનો ઉપયોગ પ્લેગથી પીડિત લોકોને અલગ કરવા માટે કરવામાં આવતો હતો. લાખો લોકોને અહીં લાવવામાં આવ્યા અને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ટાપુને પ્લેગ આઇલેન્ડ પણ કહેવાયા છે.
પ્લેગ પછી આ ટાપુ ઘણા વર્ષો સુધી વિરાન પડ્યો રહ્યો. 19મી સદીમાં અહીં એક મેન્ટલ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલમાં દર્દીઓ સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવતો હતો. તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને ઘણી વખત તેમને જીવતા દફન કરી દેવાયા હતા.
માન્યતા છે કે પ્લેગથી મૃત્યુ પામેલા લોકો અને માનસિક હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોની આત્માઓ આ ટાપુ પર ભટકે છે. આ ટાપુ પર આવતા લોકોએ વિચિત્ર ઘટનાઓ વિશે જણાવ્યું છે. અહીં તાપમાનમાં અચાનક ફેરફાર, અવાજ સાંભળવો અને અંધારામાં કોઈ દેખાવા જેવી વિચિત્ર ઘટનાઓ ઘટતી રહે છે.
આ ટાપુની મુલાકાત લેતા ઘણા લોકો બીમાર પડે છે અથવા અચાનક મૃત્યુ પામે છે. આ ટાપુ સાથે જોડાયેલી ભયાનક વાર્તાઓએ લોકોના મનમાં ડર પેદા કર્યો છે.












Click it and Unblock the Notifications
