આ છે નોકિયાનો પહેલો વિન્ડો 8 ટેબલેટ લુમિયા 2520
અબુ ધાબીમાં થયેલી ઇવેન્ટ દરમિયાન નોકિયાએ પોતાનું પહેલું વિન્ડો 8 ટેબલેટ 2520 લોન્ચ કર્યું છે. વિન્ડો આરટી બેસ્ટ લુમિયા 2520માં 10 ઇંચની 1080 પિક્સલ એચડી ડિસપ્લે આપવામાં આવી છે, તો ગોરીલા ગ્લાસ 2નો પણ આ ટેબલેટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, લોંચ પહેલા ઇવલીક્સે લુમિયા 2520ની એક તસવીર લીક થઇ હતી.
આ નોકિયાનું પહેલું વિન્ડો 8 બેસ્ડ ટેબલેટ છે, જેમા અનેક ફીચર આપવામાં આવ્યા છે, જેમાં ટચ પેડ સાથે એક એક્સ્ટ્રા બેટરી લાગેલી છે, જે 5 કલાકનું બેક અપ આપે છે, કીબોર્ડમાં બે યુએસબી પોર્ટ ઓપ્શન આપવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ નોકિયાના પહેલાં ટેબલેટમાં આપવામાં આવેલા ફીચર અંગે.

મોટી સ્ક્રીન
ટેબલેટમાં 10 ઇંચની ફૂલ એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જે યુઝરને આઉટડોર અને ઇન્ડોરના સારો વ્યુ આપે છે.

ટચ પેડ
નોકિયાએ 2520ની સાથે એક પાવર કીબોર્ડ ઓપ્શન પણ આપ્યુ છે, જેમાં એક્સ્ટ્રા બેટરીની મદદથી 5 કલાક સુધી ઉપયોગમાં લઇ શકો છો, કીબોર્ડની મદદથી તમે તમારા પ્રોફેશનલ કામોને વધુ સારી રીતે કરી શકો છો.

પોતાની ક્ષમતાને વધારો
ટેબમાં પાવર પોઇન્ટ, એક્સેલ, વર્ડની સાથે યુઝર ઇમેલનો પ્રયોગ સહેલાયથી કરી શકે છે, ટેબની મેમરી 64 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે, સાથે જ તેમાં તમે તમારા પ્રોજેક્ટ પણ બનાવી શકો છો.

કેમેરા સપોર્ટ
ટેબમાં 6.7 મેગા પિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 2 મેગા પિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામા આવ્યો છે.

ચાર્જિંગ કેપેસિટી
નોકિયા અનુસાર લુમિયા 2520માં ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટી આપવામાં આવી છે, જેની મદદથી ટેબને 80 ટકા ચાર્જ થવા માટે માત્ર એક કલાકનો સમય લાગે છે.












Click it and Unblock the Notifications
