ચટ્ટાન નહીં પણ આ 2 હજાર વર્ષ જુનુ ગામ છે, એવુ તો શું થયુ કે લોકો રાતોરાત છોડીને ભાગી ગયા?
દુનિયામાં ઘણી અનોખી જગ્યાઓ છે જેનો ઈતિહાસ ઘણો જૂનો છે. પરંતુ જૂનો ઈતિહાસ હોવા છતાં લોકો તે સ્થાનોને બદબાદ કરી દે છે. આવું જ કંઈક પોર્ટુગલના એક ગામ સાથે થયું.
પોર્ટુગલના મિન્હો પ્રાંતમાં જ્યારે પાણી નીચે જાય ત્યારે ઘણા ખડકો દેખાય છે. આમ તો તે ફક્ત પથ્થરના ટુકડા છે પરંતુ સત્ય એ છે કે તે 2000 વર્ષ જૂનું ગામ છે, જેને માણસોએ પોતાના હેતુઓ માટે નષ્ટ કરી દીધું.

એટલાસ ઓબ્સ્ક્યુરા વેબસાઈટ અનુસાર, ઉત્તરી પોર્ટુગલમાં વિલારિન્હો દા ફર્ના નામનું એક ગામ હતું, જે 2000 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. આ ગામ 1972માં સંપૂર્ણપણે નાશ પામ્યું. આ ગામ પાસે હોમમ નદી વહેતી હતી, જેના પર 1967માં ડેમ બનાવવાનું કામ શરૂ થયું હતું. આ ડેમ દ્વારા વિસ્તારમાં એક વિશાળ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ શરૂ થવાનો હતો, જે વિસ્તારને વીજળી પહોંચાડતો.
જ્યારે વિસ્તારના લોકોએ આનો વિરોધ કર્યો ત્યારે પોર્ટુગીઝ વીજ કંપનીએ લોકોને તેમના ઘર છોડવા માટે પૈસા આપ્યા. આ રૂપિયા એટલા ઓછા હતા કે તેમની જરૂરિયાતો પણ પૂરી થઈ શકે તેમ નહોતી.
અહીં ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નદીનું જળસ્તર વધવાનું હતું. જેના કારણે ગામ સંપૂર્ણ રીતે ડૂબી જતું. બસ આ ડર બતાવીને ગામમાં રહેતા 300 લોકોને ત્યાંથી ભગાડી દેવાયા.
જ્યારે પાણીનું સ્તર ખરેખર વધી ગયું ત્યારે તેઓ રાતોરાત ગામ છોડીને ભાગી ગયા, તેઓને જે કંઈ હાથ લાગી શકે તે લઈ લીધું અને ત્યાંથી ચાલ્યા ગયા. 1972 માં આ ગામના છેલ્લા રહેવાસીએ ગામ ખાલી કર્યું અને હવે આ ગામ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે.
લોકો માને છે કે આ ગામ 1 બીસીમાં રોમનોએ વસાવ્યું હતું. આજે જ્યારે ડેમનું પાણી નીચે જાય છે ત્યારે આ ગામના દરવાજા, પથ્થરો વગેરે નજરે પડે છે.
આ ખોવાયેલા શહેર પર એક સંગ્રહાલય નજીકમાં બનાવવામાં આવ્યું છે. હવે પ્રવાસીઓને અહીં ફરવા લઈ જવામાં આવે છે. પારદર્શક બોટમાં લોકોને આ જગ્યાએ લઈ જવામાં આવે છે.












Click it and Unblock the Notifications
