કોબ્રા નહીં આ છે દુનિયાનો સૌથી ઝેરી જીવ, માત્ર એક ટીપુ ઝેર લઈ શકે છે જીવ
સામાન્ય રીતે ઝેરી જીવની વાત આવે એટલે આપણી સામે ભયાનક કોબ્રાનો ચહેરો આવે. જો કે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દુનિયાનો સૌથી ઝેરી જીવ કોબ્રા નહીં પણ બીજો કોઈ છે.
કોબ્રા વિશે કહેવાય છે કે તે પોતાના શિકારને દૂરથી ઝેર ફેંકીને આંધળો કરી શકે છે. જો કે તમે એ નહીં જાણતા હોય કે દુનિયામાં એક એવો જીવ છે જે કિંગ કોબ્રા કરતા પણ વધુ ઝેરી છે.

આ જીવ એટલો ખતરનાક છે કે તેના ઝેરનું માત્ર એક ટીપું મિનિટોમાં વ્યક્તિનું મૃત્યુનું કારણ બની શકે છે. દુનિયાનું સૌથી ઝેરી પ્રાણી કોન સ્નેલ છે. આ દરિયામાં રહે છે અને તેને કોનસ જિયોગ્રાફસ પણ કહેવાય છે. તે વિશ્વનું સૌથી ઝેરી પ્રાણી માનવામાં આવે છે.
કહેવાય છે કે કોનસ જિયોગ્રાફસ તેના શિકારને મારવા માટે મોટા વીંછી મારવા જરૂરી ઝેરના માત્ર દસમા ભાગના ઝેરથી તેના શિકારને મારી નાખે છે. આ એક દરિયાઈ પ્રાણી છે જે ઈન્ડો પેસિફિક સમુદ્રના ખડકો પર જોવા મળે છે.
અહેવાલો અનુસાર, આ એક જ દુર્લભ જીવ છે અને આ સમુદ્રમાં એટલી ઊંડાઈએ હોય છે જ્યાં સામાન્ય માણસ માટે પહોંચવું ખૂબ મુશ્કેલ છે. તેથી જ અત્યાર સુધી માણસો દ્વારા તેનો શિકાર નથી કરાયો.
કોનસ જિયોગ્રાફસ તેના ઝેરથી અત્યાર સુધીમાં 30 માણસોને મારી ચૂક્યું છે અને તે બધા 30 ડાઇવર્સ હતા, જેઓ સમુદ્રમાં ઊંડા ઉતર્યા હતા.
કોનસ જિયોગ્રાફસ એટલો ઝેરી છે કે વિશ્વભરના ડોકટરો અને વૈજ્ઞાનિકો પણ તેના ઝેરનો ઈલાજ શોધી શક્યા નથી. એકવાર કોઈ વ્યક્તિને કોનસ જિયોગ્રાફસનું ઝેર લાગે છે પછી તેના માટે જીવવું અશક્ય બની જાય છે. લગભગ મોત નક્કી થઈ જાય છે.












Click it and Unblock the Notifications
