For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં ત્રણ દિવસ ધરતી પણ થાય છે રજસ્વલા !

વાસ્તવમાં આ દુનિયા વિવિધ રંગોથી રંગાયેલી છે. માત્ર ભારતની જ વાત કરીએ તો ડગલે ને પગલે એવી માન્યતા જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો આજે પણ મુશ્કેલ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

વાસ્તવમાં આ દુનિયા વિવિધ રંગોથી રંગાયેલી છે. માત્ર ભારતની જ વાત કરીએ તો ડગલે ને પગલે એવી માન્યતા જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો આજે પણ મુશ્કેલ છે. આજની જનરેશન આ પ્રકારની માન્યતાઓને અંધવિશ્વાસ કે નકામી ગણે છે, ત્યાં જ જે લોકો સદીઓથી ચાલી આવતી આ પરંપરારૂપી માન્યતાઓમાં વિશ્વાસ કરે છે, તેમની માટે શંકા કરવી પણ પાપ મનાય છે.

આજે અમે તમને જણાવિશું એક એવી પરંપરા વિશે જે અદ્ભૂત અને ઘણી રસપ્રદ છે. અમે તમને પરિચિત કરાવિશું ભારતના એક એવા સ્થાન વિશે જ્યાં ત્રણ દિવસ માટે ધરતીને રજસ્વલાની પીડાથી પસાર થવું પડે છે. સામાન્ય રીતે પોતાને આધુનિક વિચારધારામાં ગણનારી કોઈપણ વ્યકિત માટે આ વાતને સમજવી અને માનવી અઘરી છે. પણ સ્થાનિય લોકો આ વાતમાં પ્રબળ વિશ્વાસ ધરાવે છે કે 3 દિવસ માટે ભૂદેવીને પણ એક સામાન્ય સ્ત્રીની જેમ રજસ્વલામાંથી પસાર થવું પડે છે.

ઓરિસ્સાનો તહેવાર

ઓરિસ્સાનો તહેવાર "રજ"

Photo Courtesy: Debashis Pradhan

ઓરિસ્સાના લોકો આ પૌરાણિક માન્યતામાં ખૂબ વિશ્વાસ રાખે છે કે ભૂદેવી, ભગવાન વિષ્ણુની પત્ની છે અને અષાઢ માસના ત્રણ દિવસ તે રજસ્વલા હોય છે. આ ત્રણ દિવસ રાજ્યમાં કૃષિને લગતા તમામ કામોને રોકી આ સમયને "રજ", "રજો" તહેવાર તરીકે ધૂમધામથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને ઓરિસ્સાના તટિય ક્ષેત્ર, પુરી, કટક, બાલાસોર, બ્રહ્મપોર વગેરેમાં રહેવાવાળી સ્ત્રીઓ આ તહેવારને હર્ષોલ્લાસથી મનાવે છે.

ઘરના કામથી સ્વતંત્ર

ઘરના કામથી સ્વતંત્ર

Photo Courtesy: Kamalakanta777

રજો પર્વની સૌથી ખાસ વાત એ છે કે સ્થાનિય લોકો આ ત્રણ દિવસ માટે ઘરની સ્ત્રીઓ કે છોકરીઓને ઘરના કામથી સ્વતંત્ર કરી દે છે. કુંવારી છોકરીઓ પગમાં અલતો લગાવી, નવા નવા કપડા અને આભુષણો પહેરી ખૂબ રમે છે અને ઝુલા ઝુલે છે. સ્ત્રીઓ આ વાતને લઈ ખૂબ ખુશ રહે છે કે આ ત્રણ દિવસ તેમને ઘરની જવાબદારીઓમાંથી સ્વતંત્રતા મળે છે. મજાની વાત તો એ છે કે આ ત્રણ દિવસ ઘરની બધી જ જવાબદારી પુરુષોના હાથમાં હોય છે. તેઓ રસોઈ પણ કરે છે અને ઘરની સફાઈ પણ કરે છે.

સોજા-બોજા

સોજા-બોજા

Photo Courtesy: Amartyabag

રજના ત્રણ દિવસ માટે ઘરતી પર ઉઘાડા પગે ચાલવાનો નિષેધ હોય છે, કારણ કે આ દિવસે ભૂદેવી માસિક ધર્મની પિડાથી પસાર થઈ રહી હોય છે. રજની શરૂઆત પહેલા સોજા-બોજા મનાવાય છે એટલે કે ઘરની સજાવટ કરવામાં આવે છે.

રજસ્વલાના ત્રણ દિવસ

રજસ્વલાના ત્રણ દિવસ

રજનો પહેલો દિવસ "પહેલી-રજો" તરીકે ઓળખાય છે. આ માસિક ધર્મનો પહેલો દિવસ મનાય છે. આ દિવસે કુંવારી છોકરીઓ ઘરતી પર ઉઘાડા પગે ચાલતી નથી. બીજો દિવસ "રજો સંક્રાંતિ" કહેવાય છે અને ત્રીજો દિવસ વાસી રજોના નામે ધામધૂમથી ઉજવાય છે. આ પર્વનું સમાપન "વાસુમતિ ગાધુઆ" એટલે કે ભૂદેવી સ્નાન સાથે થાય છે. આ દિવસે ઘરમાં મીઠા પકવાન બને છે, જેમાં ચોખાના લોટથી બનેલા પોડાપીડા અને ચાકુલી પીઠાનો સમાવેશ થાય છે.

નવો પાક લણવા ઘરતી તૈયાર

નવો પાક લણવા ઘરતી તૈયાર

ભારતની ઘરતીને હંમેશા સ્ત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે રીતે સામાન્ય સ્ત્રીના રજસ્વલા બાદ અનુમાન લગાવી લેવામાં આવે છે કે તે સંતાન ઉત્પત્તિ માટે સક્ષમ છે, તેવી જ રીતે અષાઢ માસના આ ત્રણ દિવસ બાદ જ્યારે ભૂદેવી રજસ્વલા થાય છે, ત્યારબાદ ખેતરમાં નવા બીજ રોપવામાં આવે છે અને ચોમાસુ પાકની તૈયારીઓ શરૂ થઈ જાય છે.

હિંદુ માન્યતા અનુસાર રજસ્વલા સ્ત્રી પાંચમા દિવસે વાળ ધોઈને જ રસોઈમાં પ્રવેશ કરે છે, અને કોઈ શુભ કાર્યમાં પણ ભાગ લઈ શકે છે, તેવી જ રીતે રજો ઉત્સવના પાંચમા દિવસે અહીંની બધી જ સ્ત્રીઓ ફરીથી ઘરના કામની જવાબદારી સંભાળી લે છે.

English summary
Odisha land menstrual periods
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X