• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 5 મુદ્દાઓ પર કેજરીવાલ લોકસભાની ચૂંટણીમાં રાહુલ-મોદીને આપશે ટક્કર

By Kumar Dushyant
|

બેગ્લોર, 19 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાએ જે પ્રમાણે આમ આદમી પાર્ટીનું સમર્થન આપ્યું છે તેનાથી તો સ્પષ્ટ થાય છે કે પ્રજા પણ નવા રાજકીય વિકલ્પ વિશે વિચારી રહી છે. ખાસ કરીને એવા લોકો જે વિકાસ અને ગરીબોના હિતનું ધ્યાન રાખે. ચૂંટણી બાદ પણૅ 'આપ' જે પ્રકારે કોંગ્રેસ પાસે 'બિન શરતી' ગઠબંધનની ઓફર મળતાં પણ સરકાર નથી બનાવી અને જનતાનું મંતવ્ય જાણવા માટે તેમની વચ્ચે જઇ રહ્યાં છે આનાથી એ વાતથી મનાઇ ન કરી શકાય કે આગામી દસ વર્ષોમાં આપ મુખ્ય રાષ્ટ્રીય પાર્ટી બની શકે છે.

પહેલાં જ વિધાનસભાની ચૂંટણીમાં અણધારી સફળતા અને જનતાના સમર્થનથી 'આપ'ના સંયોજક અરવિંદ કેજરીવાલ હવે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને પડકાર ફેંકવાનું મન બનાવી લીધું છે. સૂત્રોના અનુસાર 'આપ' આગામી ચૂંટણીમાં 200 લોકસભા સીટો પર પોતાના ઉમેદવારોને ઉતરવા માંગે છે.

જો કે રાજકીય વિશ્લેષકોનું માની તો લોકસભા ચૂંટણી 'આપ' સમક્ષ મોટા પડકારો છે, નેતાઓને જનતા વચ્ચે પહોંચવા માટે આકરી મહેનત કરવી પડશે. જેના માટે વધારે ફંડની જરૂર પડશે અને કાર્યકર્તાઓએ લાંબા સમય સુધી લોકસભા વિસ્તારમાં પાર્ટીનો પ્રચાર કરવો પડશે, તેમછતાં 'આપ'ને નજર અંદાજ ન કરી શકાય. ટીમ કેજરીવાલનું મેનેજમેન્ટ ઉચ્ચ કક્ષાનું છે, જેના દમ પર જ તેમને દિલ્હીનો કિલો જીત્યો છે, કહેવામાં આવે છે કે ટીમ કેજરીવાલ જલદી જ વિધાનસભા ક્ષેત્રમાં લગભગ 1500 'આપ' કાર્યકર્તાઓને મોકલવનું મન બનાવી લીધું છે.

પાર્ટીએ કુમાર વિશ્વાસને રાહુલ ગાંધી સામે અમેઠીથી ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે શીલા દીક્ષિત જેવી કદાવર શખ્સિયતને માત આપીને વ્યક્ત કરી દિધું છે કે તે મુખ્ય ચહેરાઓને નિશાન બનાવીને જનતાની નજરમાં આવવા માંગે છે, તેમછતાં કેટલાક એવા મુદ્દા છે જેને આધાર બનાવીને 'આપ' લોકસભા ચૂંટણીમાં પણ મોટી સફળતા મેળવવાના સપના જોઇ રહ્યાં છે. આવો જોઇએ કયા છે આ મુદ્દા:-

કોંગ્રેસથી નારાજગીનો ફાયદો

કોંગ્રેસથી નારાજગીનો ફાયદો

ગત પાંચ દાયકાઓથી કોંગ્રેસને સમર્થન આપી રહેલા મુસ્લિમ વોટર પણ હવે સમજી ગયા છે કે એક પરિવારના નામ પર રાજકારણ કરનાર પાર્ટી માટે તે હજુ પણ ફક્ત 'વોટ બેંક' જ છે, તો બીજી તરફ બદલાતા માહોલમાં તેને ભાજપ જ વિકલ્પ દેખાય છે, પરંતુ વિકલ્પ મળવાની સ્થિતીમાં મુસ્લિમ વોટર ભાજપને નજર અંદાજ કરી શકે છે. અત: કેજરીવાલ મુસ્લિમ વોટરો માટે વિકલ્પ બનીને મુખ્ય પાર્ટીઓ માટે પડકાર બની શકે છે.

સાફ સુથરી છબિનો લાભ

સાફ સુથરી છબિનો લાભ

ભાજપ અને કોંગ્રેસ પર જ્યાં ભ્રષ્ટાચારનો આરોપ લાગતા રહ્યાં છે તો ખુદ ઇન્કમટેક્સ વિભાગમાં હોવાછતાં કેજરીવાલની છબિ સાફ સુથરી છે. અત: જનતા કોઇ ભ્રષ્ટાચારી અને માફિયાને વોટ આપવાના બદલે આપ નેતાને સમર્થન આપી શકે છે.

સ્થાનિક પાર્ટીઓ માટે ખતરો છે આપ

સ્થાનિક પાર્ટીઓ માટે ખતરો છે આપ

દેશમાં સ્થાનિક પાર્ટીઓ જે પ્રકારે સત્તામાં રહેવા માટે તોડજોડ કરે છે. આનાથી જાગૃત અને યુવા મતદારો વોટ આપવામાં રૂચિ દર્શાવતા નથી. એક ઇમાનદાર, જાતિવાદથી દૂર અને વિકાસોન્મુખ પાર્ટીના રૂપમાં મતદાર 'આપ'ને સમર્થન આપી શકે છે. રાજકીય વિશ્લેષક પણ 'આપ'ને સ્થાનિક પાર્ટીઓ માટે એક મોટો પડકાર માને છે, તેમનું કહેવું છે કે ભ્રષ્ટાચાર અને જોડતોડના રાજકારણથી કંટાળેલી જનતા બનાવટી લાભ પ્રાપ્ત કરવા માટે પોતાના એજન્ડાને નેવાડે રાખનાર આ પાર્ટીઓ પર 'આપ'ને પ્રાથમિકત આપી શકે છે.

યુવાઓનો વિકલ્પ બની શકે છે 'આપ'

યુવાઓનો વિકલ્પ બની શકે છે 'આપ'

રાજકીય પરિપ્રેક્ષ્યમાં 'આપ' જ એક એવી પાર્ટી છે જે કોઇ ખાસ ધર્મ અને જ્ઞાતિના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી નથી. પાર્ટીમાં પરિવારવાદ પણ નથી, યુવાનોને આ એક સારો વિકલ્પ નજર આવે છે. જેનો લાભ આપને મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની 70 વિધાનસભા સીટો પર આપે 42 એવા લોકોને ટિકિટ આપી છે જે 18 થી 30 વર્ષના છે. ત્યારે યુવાનોને તક આપવાના નામે રાહુલ ગાંધી બિનઅસરદાર રહ્યાં છે, તો ભાજપ પાસે કોઇ યુવા ચહેરો નથી.

સત્તા માટે ભૂખ ન હોવી

સત્તા માટે ભૂખ ન હોવી

હજુ સુધી કેજરીવાલને સત્તાની લાલચ જોવા મળતી નથી, એક ઇન્ટરવ્યું દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે 'આપ' એકલી રાષ્ટ્રીય સ્તરે આવી ન શકે. અમે વિપક્ષમાં બેસીને રાજકારણમાં સુધારો કરીશું. એવામાં રાજકારણમાં સુધારાનું સપનું જોનાર તેમની સાથે સરળતાથી જોડાઇ શકે છે.

English summary
On these five issues Aam Admi Party can spoil the game of Congress and BJP in Loksabha. See here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more