One Nation One Election : આ દેશોમાં લાગુ છે વન નેશન વન ઈલેક્શન, જાણો ભારતે તેમાંથી શું લીધુ?
One Nation One Election : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં વન નેશન વન ઈલેક્શન બીલને મંજુરી આપી દીધી છે. આ બીલ સંસદમાં પાસ થયા બાદ કાયદાનું સ્વરૂપ લેશે.
અહેવાલો પર વિશ્વાસ કરીએ તો નરેન્દ્ર મોદી સરકાર શિયાળુ સત્રમાં જ આ બીલ સંસદમાં રજુ કરી શકે છે. આ બીલમાં દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એકસાથે યોજવાનો પ્રસ્તાવ છે.

જણાવી દઈએ કે, વન નેશન વન ઈલેક્શન લાગુ કરનાર ભારત પહેલો દેશ નહીં હોય. ઘણા દેશોમાં પહેલાથી જ આ વ્યવસ્થા અમલમાં છે. ભારતે આ દેશોનો અભ્યાસ કરીને આ પગલુ ભર્યુ છે.
દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકામાં દર પાંચ વર્ષે રાષ્ટ્રીય અને પ્રાંતીય ચૂંટણીઓ એક સાથે યોજાય છે. અહીંની ચૂંટણીઓ પાર્ટી-લિસ્ટ પ્રોપરેશનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ પર આધારિત છે, જેમાં પાર્ટીઓને મળેલા મતોના પ્રમાણમાં સીટો મળે છે. નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય એસેમ્બલીની ચૂંટણીઓ ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ વોટિંગ સિસ્ટમ દ્વારા સિંગલ સભ્ય મતવિસ્તારમાં યોજાય છે. જો કે, મ્યુનિસિપલ ચૂંટણીઓ અલગથી યોજાય છે, સામાન્ય રીતે દર પાંચ વર્ષે પરંતુ રાષ્ટ્રીય ચૂંટણીઓ સાથે થતી નથી.
સ્વીડન
સ્વીડનમાં દર ચાર વર્ષે સંસદ, કાઉન્ટી કાઉન્સિલ અને મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓ એક સાથે યોજાય છે. આ ચૂંટણીઓ દર ચાર વર્ષે સપ્ટેમ્બરના બીજા રવિવારે યોજાય છે. સ્વીડનમાં રાજકીય પક્ષોને તેમના પક્ષના મત ટકાવારીના આધારે બેઠકો મળે છે. આ સિસ્ટમને પ્રમાણસર પ્રતિનિધિત્વ કહેવામાં આવે છે. સ્વીડન યુરોપિયન સંસદ માટે પણ ચૂંટણીઓ યોજે છે, જે દર પાંચ વર્ષે જૂન મહિનામાં યોજાય છે.
જર્મની
જર્મનીમાં, બુન્ડસ્ટેગ (નીચલું ગૃહ), લેન્ડટેગ્સ (રાજ્ય એસેમ્બલીઓ) અને સ્થાનિક ચૂંટણીઓ એક સાથે યોજાય છે. પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી અહીં પણ લાગુ છે. જર્મન મતદારોએ તેમના ઉમેદવાર માટે બે મત આપવાના હોય છે. એક સીધા ઉમેદવાર માટે અને બીજો પક્ષ માટે. બુન્ડસ્ટેગની 598 બેઠકો એક જટિલ પ્રણાલીના આધારે ફાળવવામાં આવે છે. જેમાં સીધી ચૂંટણી વિજેતાઓ અને પક્ષોની યાદીના આધારે બેઠકોની ફાળવણી કરવામાં આવે છે.
ઈન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં 2019 માં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ અને સ્થાનિક સંસ્થાઓ માટે એક સાથે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી વિશ્વની સૌથી મોટી એકલ દિવસીય ચૂંટણી હતી, જેમાં 200 મિલિયનથી વધુ મતદારોએ ભાગ લીધો હતો.
ફિલિપાઇન્સ
ફિલિપાઈન્સમાં 1995 થી એકસાથે રાષ્ટ્રીય અને સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી છે. દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે, જેના કારણે દેશના ચૂંટણી ખર્ચ અને વહીવટી જટિલતાઓમાં ઘટાડો થયો છે. ભારત માટે આ મોડલ ચૂંટણી પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવી શકે છે.
બેલ્જિયન
બેલ્જિયમમાં પાંચ પ્રકારની ચૂંટણીઓ યોજાય છે, જેમાં યુરોપિયન, ફેડરલ, પ્રાદેશિક, પ્રાંતીય અને મ્યુનિસિપલ ચૂંટણી સામેલ છે. ફેડરલ ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે અને મોટાભાગે યુરોપીયન ચૂંટણીઓ સાથે એકરુપ હોય છે. 1999 અને 2014 માં બેલ્જિયમમાં એક સાથે ફેડરલ અને પ્રાદેશિક ચૂંટણીઓ યોજાઈ હતી. અહીં નાગરિકો માટે મતદાન ફરજિયાત છે અને 18 થી 65 વર્ષની વયના લોકોને મતદાન ન કરવા બદલ દંડ કરવામાં આવે છે,.
જાપાન
જાપાનમાં વડા પ્રધાનની નિમણૂક પ્રથમ નેશનલ એસેમ્બલી દ્વારા કરવામાં આવે છે અને પછી સમ્રાટ દ્વારા સ્વીકારવામાં આવે છે.












Click it and Unblock the Notifications
