મોદી સરકારનું એક વર્ષ રહ્યું સરસ, પણ લક્ષ્ય છે ઘણું દૂર

નવી દિલ્હી (વિવેક શુક્લા), નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર આ મહિનાની 26 તારીખે પોતાનું એક વર્ષ પુરું કરી રહી છે. તેમનો એક વર્ષ તેમના ચૂંટણી વચનોને પુરા કરવાના સ્તર પર કેટલા સારા રહ્યા, તે મામલા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે.

ચર્ચાનો વિષય
ચર્ચાનો એક મુદ્દો એ પણ છે કે મોદી સરકારનો કાર્યકાળ પાછલી મનમોહન સિંહના કાર્યકાળથી કઇ રીતે અલગ છે. કહેવાની જરૂરીયાત નથી કે જો મનમોહન સિંહના દસ વર્ષનો કાર્યકાળ તથા નરેન્દ્ર મોદીના માત્ર શરૂઆતના એક વર્ષના કાર્યકાળની તુલના કરવામાં આવે તો તેમની વચ્ચેનું અંતર સમજાઇ જશે.

કૌભાંડોની સરકાર
જ્યાં મનમોહન સરકાર તમામ કૌભાંડોના આરોપોનો સામનો કરી રહી હતી, જ્યારે મોદી સરકાર પર કોઇએ એક પણ સ્કેમનો આરોપ લગાવવાની હિમ્મત નથી કરી. આ અભિયાનમાં મોદી સરકારનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. મોદીએ આ એક વર્ષ દરમિયાન ઘણીવાર જણાવ્યું છે કે તેમને 60 વર્ષ આપ્યા છે મને માત્ર 60 મહિના આપો. તેમની આ માંગમાં દમ છે. ઓછામાં ઓછા મોદીના કામકાજનું મૂલ્યાંકન કરવા માટે પાંચ વર્ષનો સમય તો આપવો જોઇએ.

modi
વિદેશ નીતિના અભિયાન પર
જો વિદેશ નીતિની વાત કરવામાં આવે તો મોદીએ અમેરિકા, ચીન, રશિયા જેવી વિશ્વ શક્તિઓ સાથે સંબંધને નવી ઢબે લખવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રજાસત્તાક દિવસ પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી. જેને મોદી સરકારની મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

ચીનના રાષ્ટ્રપતિ પણ ભારત આવ્યા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ભારત આવ્યા. હવે મોદી પોતે પણ ચીન જઇ રહ્યા છે. નેપાળમાં ભૂકંપની વાત હોય કે યમનમાંથી ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવાની વાત હોય, તમામ સ્તરો પર મોદી સરકારે ખૂબ જ શાનદાર કાર્ય કર્યું છે.

બિગ બ્રદર નહીં
મોદીએ પોતાના શપથ ગ્રહણ સમારંભમાં સાર્ક નેતાઓને બોલાવીને સ્પષ્ટ કરી દીધું હતું કે ભારત પોતાના પડોશી દેશો સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે. તે બિગ બ્રધરની માનસિકતા નથી ધરાવતો.

આની વિરૂદ્ધમાં મનમોહન સરકારે પોતાની બીજી પારીમાં લગભગ એવું નક્કી કરી લીધું હતું કે કામ કરીશું જ નહીં. કોઇ કોઇનું સાંભળી ન્હોતુ રહ્યું. સામાન્ય માણસોથી લઇને ઉદ્યોગપતિઓ પણ પાછલી સરકારમાં ત્રસ્ત હતા.

મહત્વના પગલા
મોદી સરકારે દેશમાં પણ મહત્વના પગલા ભર્યા. મોદીએ કાશ્મીરમાં આવેલા પૂરમાં ખુદ જઇને લોકોને મદદ પહોંચાડી. માઓવાદીઓના ગઢ છત્તીસગઢના દંતેવાડામાં પણ જઇને તેમણે સ્પષ્ટ સંકેત આપી દીધા કે સરકાર આ ક્ષેત્રના વિકાસને લઇને પ્રતિબદ્ધ છે. યૂપીએ સરકાર દરમિયાન આપને યાદ હશે કે કયા પ્રકારે માઓવાદીઓ સામે લડવું, આ સવાલ પર પી.ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહમાં સાર્વજનિક રીતે તકરાર થઇ હતી.

વાત આર્થિક મોર્ચાની
હવે આર્થિક મોર્ચાની વાત કરીએ. દેશની અર્થવ્યવસ્થા હવે પાટા પર આવવા લાગી છે. માનવામાં આવી રહ્યું છે કે દેશ 7 ટકાનો વિકાસ દર હાસલ કરી લેશે. મનમોહન સિંહના દોરામાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી. વ્યાજદરોમાં વધારો થતો જ જઇ રહ્યો હતો.

મોદી સરકારને સ્વચ્છ ભારત અભિયાન, ગંગા સફાઇ અભિયાન, સ્કિલ ઇન્ડિયા અભિયાનને વધુ વેગ આપવો પડશે. દેશના નિર્ધન લોકો માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજના ખૂબ જ સારી યોજના માનવામાં આવી રહી છે. તેને હજી સારી રીતે લાગુ કરવાની જરૂર છે. કુલ મળીને મોદી સરકારનું પહેલું વર્ષ સિદ્ધિઓથી ભરેલું રહ્યું, જોકે હજી તેમને ઘણું કામ કરવાનું બાકી છે, તેમના ચૂંટણી વચનોને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો મોદી સરકાર માટે લક્ષ્ય હજી ઘણું દૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X