જેમની સેક્સ લાઈફ એક્ટિવ હોય તેમને હાર્ટ અટેકથી મૃત્યુનો ખતરો ઘટી જાય છે, રિસર્ચ
એક નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે સેક્સ લાઈફ અને હાર્ટ અટેકથી મૃત્યુ વચ્ચે ગાઢ સંબંધ છે. જી હાં, જો તમારી સેક્સ લાઈફ એક્ટિવ હોય છે તો હાર્ટ અટેકથી મૃત્યુનો ખતરો ઘટી જતો હોય છે. યૂનિવર્સિટી કોલેજ લંડનન
એક નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે સેક્સ લાઈફ અને હાર્ટ અટેકથી મૃત્યુ વચ્ચે ગાઢ સંબંધ છે. જી હાં, જો તમારી સેક્સ લાઈફ એક્ટિવ હોય છે તો હાર્ટ અટેકથી મૃત્યુનો ખતરો ઘટી જતો હોય છે. યૂનિવર્સિટી કોલેજ લંડનના શોધકર્તાઓએ આ વાતનો ખુલાસો કર્યો છે કે હાર્ટ અટેકથી બચનાર લોકોમાં એવા લોકોની સંખ્યા વધુ હતી જેમની સેક્સ લાઈફ એક્ટિવ છે તેમને પહેલો હાર્ટ અટેક આવ્યાના એક દશકામાં મોતનો ખતરો એવા લોકોની સરખામણીએ ઘટી જાય છે જેઓ સિંગલ કે અપરિણીત છે. આ સ્ટડીમાં શોધકર્તાઓએ 1120 એવા પુરુષો અને મહિલાઓને સામેલ કર્યા જેમને 65 વર્ષ અથવા ઓછી ઉંમરમાં પહેલો હાર્ટ અટેક આવ્યો હતો.

સેક્સથી દૂર રહેનારના મોતની સંભાવના વધી
અંદાજીત 22 વર્ષ સુધી સ્ટડીમાં સામેલ લોકો પર નજર રાખવામાં આવી અને સ્ટડી દરમિયાન 1120માંથી 524 લોકોના મોત થયાં. જેમણે હાર્ટ અટેક આવ્યાના એક વર્ષ પહેલા સુધી બિલકુલ પણ સેક્સ નહોતું કર્યું તેમના મોતની આશંકા એવા લોકોની સરખામણીમાં 27 ટકા વધુ હતી જેમણે અઠવાડિયામાં એકથી વધુ વાર સેક્સ કર્યું. આ ઉપરાંત જે લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સેક્સ કર્યું તેમની હાર્ટ અટેક બાદ મોતની આશંકા 12 ટકા ઓછી હતી અને ક્યારેક ક્યારેક સેક્સ કરનારના મોતની આશંકા 8 ટકા ઓછી હતી.

સેક્સ્યુઅલ એક્ટિવ લોકો વધુ જીવે છે
સેક્સ અને વધુ જીવવાની સંભાવના વચ્ચેનું કનેક્શન એવા લોકો માટે વધુ સ્ટ્રોન્ગ હું જેમની લાઈફ હાર્ટ અટેક બાદ પણ બહુ એક્ટિવ હતી. યૂનિવર્સિટી કોલેજ લંડનમાં ડિપાર્ટમેન્ટ ઑફ બિહેવિઅરલ સાઈન્સ એન્ડ હેલ્થના હેડ એન્ડ્રૂ સ્ટેપટોએ કહ્યું કે આમાં દંગ રહેવા જેવી કોઈ વાત નથી કે જે લોકો સેક્સ્યુઅલી એક્ટિવ હતા અને રિલેશનશિપમાં હતા, તેઓ જવાન પણ હતા અને સામાન્ય રીતે હેલ્ધી પણ હતા.

હાઈ બીપી, કલેસ્ટ્રોલ અને ડાયાબીટીઝનો ખતરો
આમ તો લોકો જે સેક્સ્યુઅલી ઈનેક્ટિવ હતા એટલે કે જેમણે સેક્સ કરવું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું તેમાં હાર્ટ અટેક આવવાથી 1 વર્ષ પહેલા હાઈ બ્લડ પ્રેશર, હાઈ કલેસ્ટ્રોલ, ડાયાબીટીઝ સહિત કેટલીય બીમારીઓ અને સમસ્યાઓ સામે આવી એવા લોકોની સરખામણીએ જેમણે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સેક્સ કર્યું.












Click it and Unblock the Notifications
