Mahlagha Jaberi Photos : દુનિયાની સૌથી સુંદર યુવતી!
સોશ્યલ મીડિયાનું માનીએ તો આ છે દુનિયાની સૌથી સુંદર યુવતી. સોશ્યલ મીડિયામાં આ યુવતી એક એક ફોટો પર આવી રહ્યા છે હજારો લાઇક, નામ છે મહલધા જાબેરી.
સોશ્યલ મીડિયામાં હાલ એક યુવતી ઇન્ટરનેટ સેન્શેસન બનીને ઊભરી છે. કોઇ તેને આંખોનું કાયલ છે કોઇ તેની સુંદરતાનું કોઇ કહે છે તે ઐશ્વર્યા જેવી લાગે છે તો કોઇ કહે છે કે તે છે દુનિયાની સૌથી સુંદર મહિલા. છોકરી એક અને ખિતાબ અનેક છે આ યુવતી પાસે. પણ તસવીરો જોઇને તમે પણ કહેશો કે લોકો અમથું નથી કહેતા. આ યુવતીની અદ્ઘભૂત સુંદરતા ભલભલાને ભૂલમાં ભમરાવે તેવી છે. અને સોશ્યલ મીડિયામાં પ્રસિદ્ધ મળ્યા પછી આ યુવતી પણ બની ગઇ છે જાણીતી મોડેલ. મૂળ પર્શ્યિન બેકગ્રાઉડ ધરાવતી આ યુવતી ઇન્સ્ટાગ્રામ પર જ 20 લાખથી વધુ ફોલોવર્સ છે. હજી પણ ના સમજાયું હોય તો કહી દઉં કે હું મહલઘા જબેરીની વાત કરું છું. મહલઘા જબેરીને યોગ ગમે છે. ઇરાનમાં જન્મ થયો છે અને તેની સુંદરતાને જોઇને તમે પણ કહેશો કે ભગવાન સમય નીકાળીને આ યુવતીને બનાવી છે. તો જાણો મહલઘા જબેરી થોડું વધુ અહીં. સાથે જ જુઓ તેની લેટેસ્ટ તસવીરો...

સૌથી સુંદર
મહલઘા જબેરી વિષે કહેવામાં આવે છે કે તે દુનિયાની સૌથી સુંદર યુવતી છે. એટલું જ નહીં સોશ્યલ મીડિયામાં મહલઘા જબેરીની તસવીરોના લોકો કાયલ થઇ રહ્યા છે. ત્યારે આ ઇરાની મોડલની અનેક ચાહવાવાળા છે. ઇસ્ફહાન જન્મેલી મહલઘા જબેરી મોડલિંગ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે.

મોડેલ
મહલઘા જબેરીની ટેલેન્ટ તેની બહેને પહેલીવાર જાણી હતી. અને તેના કહેવા પર જ મહલઘા જબેરીએ મોડલિંગ ક્ષેત્રે પોતાની કારર્કિર્દી આગળ વધારવાનું નક્કી કર્યું.

કરિયર
મહલઘા જબેરી કહેવું છે કે બોયફ્રેન્ડ કરતા કરિયર વધુ મહત્વનું છે. પણ તેમ ના માની લેતા કે આ છોકરી ખાલી દેખાવે જ સુંદર છે. મહલઘા જબેરીએ ગણિત અને ભૈતિકશાસ્ત્ર સાથે ડિપ્લોમા કર્યું છે. અને મિસ હોલી ક્લોથિંગ, પોશ ડિઝાઇન જેવા જાણીતી કંપનીઓ માટે તેણે મોડેલિંગ કર્યું છે.

યોગ
સૌથી ચોંકવનારી વાત તો એ છે કે મહલધાને જીમ કરતા યોગ વધુ ગમે છે તે પોતાની જાતને ફિટ રાખવા માટે યોગ પર ભાર મૂકે છે. ત્યારે ઇન્ટરનેટ પર મહલધાના 20 લાખથી પણ વધુ ફોલોવર્સ છે અને ચાહકો તેના નવા ફોટોની રાહ જોઇને બેસે છે.












Click it and Unblock the Notifications
