Pics: મલ્લિકાની જેમ આ લોકોએ પણ કર્યું છે તિરંગાનું અપમાન!

એકવાર ફરી બોલીવુડની સેક્સી મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત વિવાદોમાં છે, કારણ છે તેમની આવનારી ફિલ્મ 'ધ ડર્ટી પોલીટિક્સ'નું એક ડર્ટી પોસ્ટર, જેમાં મલ્લિકા શેરાવત ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં લપેટાયેલી જોવા મળે છે. મલ્લિકા શેરાવતની ઉપર તિરંગાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. જોકે મલ્લિકા અને ફિલ્મના નિર્માતા-નિર્દેશક કેસી બોકાડિયાએ આ અંગે પોતાની સ્પષ્ટતા આપી છે, અને જણાવ્યું છે કે જેને લોકો તિરંગો કહી રહ્યા છે તે માત્ર ત્રણ રંગોનું કપડું તે આપણા દેશનો રાષ્ટ્રીય ધ્વજ નથી.

માટે જબરદસ્તી અમારી ફિલ્મ ધ ડર્ટી પોલીટિક્સને વિવાદિત કરવામાં આવી રહી છે. હવે ખબર નથી કે શું સાચું છે કે શું ખોટું છે, તે તો આવનાર સમય જ બતાવશે. એટલું તો સ્પષ્ટ છે કે ફિલ્મના પોસ્ટરે હાલમાં ખૂબ જ વિવાદ છેડી દીધો છે.

અત્રે નોંધનીય છે કે કેસી બોકાડિયાની ફિલ્મ 'ડર્ટી પોલિટિક્સ' વર્ષ 2011ના સૌથી ચર્ચિત કેસ ભંવરી સેક્સ સીડી મર્ડર કેસ પર આધારિત છે. આ કેસમાં નર્સ ભંવરી દેવી જે બાદમાં લોકપ્રિય લોકગાયિકા બની ગઇ હતી, રહસ્યમય પરિસ્થિતિમાં ગાયબ થઇ ગઇ હતી અને બાદમાં તેની હત્યા થઇ ગઇ હતી. આ મામલામાં રાજસ્થાન સરકારના એક મંત્રી મહિપાલ મદરેણાનું નામ સામે આવ્યું હતું જેમને પદ તો છોડવું જ પડ્યું, સાથે સાથે જેલની હવા પણ ખાવી પડી હતી. ફિલ્મમાં મહિપાલ વાળો રોલ ઓમપુરી અદા કરી રહ્યા છે.

જોકે મલ્લિકા શેરાવત પહેલી સેલિબ્રિટી નથી જેની પર તિરંગાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. આવો જોઇએ સ્લાઇડરમાં એ કોણ છે...

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકર પર પણ તિરંગાનું અપમાન કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. વાત વર્ષ 2010ની છે જ્યારે સચિને તિરંગાના આકારની બર્થડે કેક કાપીહતી. ત્યારે તેમને પર કેટલાંક લોકોએ કેસ પણ કરી દીધો હતો કે તેમણે કેકના રૂપમાં તિરંગાનું અપમાન કર્યું છે.

મંદિરા બેદી

મંદિરા બેદી

ટીવીની ચર્ચિત હોસ્ટ મંદિરા બેદી પર તિંરગાના અપમાનનો આરોપ લાગ્યો હતો જ્યારે તે આઇપીએલ મેચો દરમિયાન તમામ દેશોના રાષ્ટ્રીય ધ્વજવાળી સાડી પહેરી હતી, જેમાં રાષ્ટ્રીય ધ્વજ તેમના પગની પાસે આવી રહ્યો હતો.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

આઇપીએલ મેચો દરમિયાન શાહરુખ ખાનને એકવાર ઊંધો તિરંગો લહેરાવતા જોવા મળ્યો હતો ત્યાર બાદ તેમની પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એક તસવીરમાં તિરંગાની પાસે પોતાનો પગ રાખતા દેખાઇ હતી. ત્યારબાદ તેમનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો.

હવે મલ્લિનો વારો

હવે મલ્લિનો વારો

ફિલ્મ 'ડર્ટી પોલિટિક્સ'ના એક દ્રશ્યમાં મલ્લિકા શેરાવતે પોતાની ઉપર તિરંગો લપેટી રાખ્યો છે અને બાકી તેના સિવાય તેણે કંઇ પહેર્યું નથી. તેમના હાથમાં એક સીડી પણ છે જેની પર રાજસ્થાન વિધાનસભા લખેલું છે. જેના કારણે ફિલ્મના નિર્દેશક કેસી બોકડિયાને કેટલીક રાજનૈતિક પાર્ટીઓ દ્વારા ધમકી પણ મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X